Home International Us Gujarati Youth Jailed Human Trafficking Minor Exploitation Nebraska Hotel Case

નોકરીની આડમાં 'પાપ નો કારોબાર'! : USની હોટેલમાં ગુજરાતી યુવકનો ખૌફનાક ખેલ પકડાયો

US hotel crime, Gujarati youth
Image Credit: @TARUNspeakss
Published by: Nirali Gohil
Last Updated: May 30, 2026, 09:06 AM IST

US hotel crime: અમેરિકાના નેબ્રાસ્કા રાજ્યમાંથી એક એવો ચોંકાવનારો અને હચમચાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે ભારતીય સમુદાયને શરમમાં મૂકી દીધો છે. ઓમાહા શહેરની એક હોટલમાં કામ કરતો ગુજરાત મૂળનો યુવક ગંભીર યૌન શોષણ અને માનવ તસ્કરી સાથે જોડાયેલા કેસમાં દોષિત સાબિત થયો છે. નાની ચોરીની તપાસ કરવા પહોંચેલી પોલીસે એક એવા ગંદા રેકેટનો પર્દાફાશ કર્યો, જેમાં સગીર વયની દીકરીઓને હોટલના રૂમમાં રોકાવા માટે શોષણ સહન કરવા મજબૂર કરવામાં આવતી હતી. આ સમગ્ર મામલે અમેરિકન તપાસ એજન્સીઓ પણ ચોંકી ઉઠી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો કે હોટલમાં સસ્તા રૂમ અને રહેવાની સુવિધાના બહાને સગીરાઓ પર દબાણ બનાવવામાં આવતું હતું. આ કેસમાં ગુજરાતના 27 વર્ષીય કવનકુમાર પટેલને અમેરિકન કોર્ટે 10 વર્ષની કડક જેલ સજા ફટકારી છે.

નાની ચોરીની ફરિયાદથી ખુલ્યો મોટો ગંદો ખેલ

આ સમગ્ર ઘટનાની શરૂઆત જાન્યુઆરી 2025માં થઈ હતી. ઓમાહા પોલીસને સ્થાનિક AmericInn હોટલમાં નાની ચોરીની ફરિયાદ મળી હતી. શરૂઆતમાં સામાન્ય કેસ લાગતો આ મામલો તપાસ દરમિયાન ભયાનક સ્વરૂપમાં સામે આવ્યો. જ્યારે પોલીસ અને હોમલેન્ડ સિક્યોરિટી ટાસ્ક ફોર્સ હોટલમાં પહોંચી, ત્યારે ત્યાં સગીરાઓ સાથે સંકળાયેલ માનવ તસ્કરી અને યૌન શોષણનું આંતરરાજ્ય નેટવર્ક ચાલી રહ્યું હોવાની માહિતી મળી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 15 અને 16 વર્ષની બે સગીર દીકરીઓને બચાવી હતી, જેમને બીજા રાજ્યોમાંથી લલચાવીને લાવવામાં આવી હતી.

સસ્તા રૂમ માટે સગીરાઓને કરાવાતું હતું શોષણ

અમેરિકન તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, સગીરાઓને તસ્કરો દ્વારા કહેવામાં આવતું હતું કે, જો હોટલમાં સસ્તા દરે રહેવું હોય અથવા રૂમનું ભાડું ઓછું કરાવવું હોય, તો હોટલ સ્ટાફની “શારીરિક માંગણીઓ” સ્વીકારવી પડશે. જો તેઓ આ શરતો ન માને તો તેમને હોટલમાંથી બહાર કાઢવાની ધમકી આપવામાં આવતી હતી. ભય, ભૂખ અને મજબૂરી વચ્ચે જીવતી આ દીકરીઓ પાસે કોઈ વિકલ્પ નહોતો અને તેમને ગંભીર શોષણનો સામનો કરવો પડતો હતો.

આ પણ વાંચો: અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે હોર્મુઝ સંકટ: ભારતના 13 જહાજો હજુ ફસાયેલા, સરકારની 'સિક્રેટ' રણનીતિથી બચાવ કામગીરી

હોટલના કેશ ડ્રોઅરમાંથી ચોરેલા પૈસાથી થયો ગંદો સોદો

તપાસ દરમિયાન સૌથી ચોંકાવનારો ખુલાસો કવનકુમાર પટેલે પોતે જ કર્યો હતો. કોર્ટે રજૂ કરાયેલા દસ્તાવેજો મુજબ, કવનકુમારે સ્વીકાર્યું કે તેણે સગીર યુવતી સુધી પહોંચવા માટે પોતાના પૈસા નહીં, પરંતુ હોટલના કેશ ડ્રોઅરમાંથી ચોરી કરેલી રકમનો ઉપયોગ કર્યો હતો. સતેણે આ રકમ તસ્કરોને આપી હતી જેથી યુવતીને તેના રૂમમાં મોકલવામાં આવે. તપાસમાં એ પણ સામે આવ્યું કે હોટલના કેટલાક કર્મચારીઓ નિયમોની અવગણના કરીને તસ્કરોને લાંબા સમય સુધી રોકાવા દેતા હતા.

અન્ય ભારતીય કર્મચારીઓ પણ તપાસના ઘેરામાં

આ કેસમાં માત્ર કવનકુમાર પટેલ જ નહીં, પરંતુ હોટલના અન્ય ભારતીય મૂળના કર્મચારીઓ પણ તપાસના દાયરામાં આવ્યા છે. અહેવાલો મુજબ, સોમિત ચૌધરી અને વિશાલ ગોસ્વામી નામના કર્મચારીઓ સામે પણ ગંભીર કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. તે ઉપરાંત મુખ્ય માનવ તસ્કરોની પણ ધરપકડ કરવામાં આવી છે, જેઓ ઓનલાઈન જાહેરાતો મારફતે આ ગેરકાયદેસર રેકેટ ચલાવતા હતા.

10 વર્ષની જેલ બાદ સીધો ભારત ડિપોર્ટ થશે આરોપી

અમેરિકન કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે કવનકુમાર પટેલ હાલમાં ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતો હતો. તેથી, 10 વર્ષની જેલ સજા પૂર્ણ થયા બાદ તેને તરત જ અમેરિકા પરથી ડિપોર્ટ કરીને ભારત મોકલી દેવામાં આવશે. આ ઘટનાએ અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયમાં પણ ભારે ચર્ચા જગાવી છે અને માનવ તસ્કરી તથા સગીરાઓના શોષણ જેવા ગંભીર મુદ્દાઓ સામે વધુ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now