Home National Tenant Rights Security Deposit Rent Agreement Legal Rules Gujarati

મકાનમાલિક સિક્યુરિટી ડિપોઝિટ પરત ન આપે તો શું કરવું? : જાણો ભાડૂઆત પાસે શું છે અધિકારો

મકાન માલિક અને ભાડૂઆતની પ્રતિકારાત્મક છબી
Image Credit: AI
Published by: Niraj Chokshi
Last Updated: May 29, 2026, 02:30 AM IST

આજના સમયમાં નોકરી, અભ્યાસ અથવા વ્યવસાય માટે લાખો લોકો પોતાના શહેરથી દૂર જઈને ભાડાના મકાનમાં રહે છે. શહેર બદલતી વખતે અથવા નવી નોકરી મળતાં લોકોને ઘણીવાર મકાન પણ બદલવું પડે છે. પરંતુ ભાડાના મકાન સાથે જોડાયેલી સૌથી મોટી સમસ્યાઓમાં એક છે 'સિક્યુરિટી ડિપોઝિટ' પરત મેળવવાની.

ઘણા કિસ્સાઓમાં ભાડૂઆત સમયસર ભાડું ચૂકવે છે, વીજળી-પાણીના તમામ બિલ ક્લિયર કરે છે અને મકાન પણ સારી સ્થિતિમાં પરત સોંપે છે. છતાં મકાનમાલિકો 'પેઇન્ટિંગનો ખર્ચ', 'સફાઈનો ખર્ચ', 'દીવાલમાં નિશાન' અથવા 'ફર્નિચર ખરાબ થયું' જેવા કારણો આપી હજારો કે લાખો રૂપિયાનું સિક્યુરિટી ડિપોઝિટ અટકાવી દેતા હોવાના કિસ્સા વધી રહ્યા છે. આવી સ્થિતિમાં પ્રશ્ન ઊભો થાય છે કે શું મકાનમાલિક કાયદેસર રીતે આ રીતે પૈસા રોકી શકે? અને જો ન આપે તો ભાડૂઆત પાસે શું કાનૂની વિકલ્પો ઉપલબ્ધ છે?

રેન્ટ એગ્રીમેન્ટ સૌથી મોટો પુરાવો

કોઈ પણ વિવાદમાં સૌથી મહત્વની બાબત 'રેન્ટ એગ્રીમેન્ટ' છે. મકાન ભાડે લેતી વખતે કરવામાં આવતું આ કરારપત્ર કાયદેસર દસ્તાવેજ તરીકે માન્ય ગણાય છે. આ એગ્રીમેન્ટમાં સામાન્ય રીતે સિક્યુરિટી ડિપોઝિટની રકમ, ભાડાની શરતો અને મકાન ખાલી કર્યા બાદ કેટલા દિવસમાં ડિપોઝિટ પરત કરવાનું રહેશે તેની સ્પષ્ટ નોંધ હોય છે. મોટા ભાગે 15થી 30 દિવસની અંદર મકાનમાલિકે ડિપોઝિટ પરત કરવાનું હોય છે. જો રેન્ટ એગ્રીમેન્ટ લેખિતમાં ન હોય તો ભાડૂત માટે પોતાના હક્ક સાબિત કરવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.

આ પણ વાંચો: મથુરામાં પરિક્રમા માર્ગ પર લોહિયાળ જંગ : સેવા કેમ્પમાં કેળા વહેંચવા બાબતે ધડાધડ ફાયરિંગ, 4ને ગોળી વાગી

મકાનમાલિક કઈ સ્થિતિમાં પૈસા કાપી શકે?

કાયદા મુજબ મકાનમાલિક માત્ર કેટલીક મર્યાદિત પરિસ્થિતિમાં જ સિક્યુરિટી ડિપોઝિટમાંથી કપાત કરી શકે છે. જેમ કે, બાકી રહેલું ભાડું, વીજળી કે પાણીના બાકી બિલ, ભાડૂતની બેદરકારીથી થયેલું મોટું નુકસાન. ઉદાહરણ તરીકે, દીવાલ તોડી નાખવી, ટાઇલ્સ તૂટી જવી અથવા ઘરના સાધનોને ગંભીર નુકસાન પહોંચાડવું જેવી બાબતોમાં ખર્ચ વસૂલવાની મંજૂરી મળી શકે છે.

પરંતુ સામાન્ય વપરાશને કારણે થતી 'નેચરલ વેર એન્ડ ટિયર' જેવી બાબતો માટે કપાત કરી શકાતી નથી. જેમ કે દીવાલનું જૂનું પેઇન્ટ ઊખડવું, નળ ઘસાઈ જવો અથવા સામાન્ય સફાઈનો ખર્ચ. આ માટે સિક્યુરિટી ડિપોઝિટ રોકવું યોગ્ય માનવામાં આવતું નથી.

આ પણ વાંચો: "પાર્ટીએ જે કહ્યું એ મેં કર્યું" આટલું કહીં છોડ્યું CM પદ : સિદ્ધારમૈયાનું કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી રાજીનામું, હવે ડી.કે. શિવકુમાર બનશે નવા નાયક?

મકાન ખાલી કરતી વખતે પુરાવા રાખવા જરૂરી

કાનૂની નિષ્ણાતોનું કહેવું છે કે ભાડૂતોએ મકાન છોડતી વખતે કેટલીક ખાસ સાવચેતી રાખવી જોઈએ. મકાન ખાલી કરતા પહેલા આખા ઘરના ફોટા અને વીડિયો બનાવી લેવા જોઈએ. ખાસ કરીને રૂમ, રસોડું, બાથરૂમ, ફર્નિચર અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓની સ્થિતિનો રેકોર્ડ રાખવો ખૂબ જરૂરી છે. આ ઉપરાંત વીજળી, પાણી અને મેન્ટેનન્સના તમામ બિલની રસીદો પણ સાચવી રાખવી જોઈએ. આ તમામ પુરાવા ભવિષ્યમાં વિવાદ થાય તો ભાડૂતને મજબૂત કાનૂની આધાર આપે છે.

મકાનમાલિક રૂપિયા ના આપે તો શું કરવું?

જો મકાનમાલિક વારંવાર માંગ્યા છતાં ડિપોઝિટ પરત ન આપે તો પ્રથમ તબક્કે વાતચીત અને લેખિત સંવાદનો રસ્તો અપનાવવો જોઈએ. ભાડૂઆત મકાનમાલિકને WhatsApp, ઈ-મેલ અથવા મેસેજ દ્વારા રેન્ટ એગ્રીમેન્ટની શરતો યાદ અપાવી સિક્યુરિટી ડિપોઝિટ પરત કરવાની માંગ કરી શકે છે. લેખિત પુરાવા હોવા ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે આગળની કાનૂની કાર્યવાહી દરમિયાન તે ઉપયોગી સાબિત થાય છે. જો એપાર્ટમેન્ટ અથવા સોસાયટી હોય તો સોસાયટી મેનેજમેન્ટ અથવા એસોસિએશનની મદદથી મધ્યસ્થતા કરવાનો પ્રયાસ પણ થઈ શકે છે.

આ પણ વાંચો: "જવાબદારી મારી, દોષિતો સામે કડક કાર્યવાહી થશે" : CBSE OSM વિવાદ પર ધર્મેન્દ્ર પ્રધાનનું મોટું નિવેદન

કાયદાકીય નોટિસ મોકલી શકાય

જો વાતચીતથી ઉકેલ ન આવે તો ભાડૂત વકીલ મારફતે મકાનમાલિકને 'લીગલ નોટિસ' મોકલી શકે છે. આ નોટિસમાં રેન્ટ એગ્રીમેન્ટનો ઉલ્લેખ કરીને નિર્ધારિત સમયમર્યાદામાં સિક્યુરિટી ડિપોઝિટ પરત કરવાની માંગ કરવામાં આવે છે. સામાન્ય રીતે 15 દિવસની સમયમર્યાદા આપવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં કોર્ટ કેસ અને કાનૂની કાર્યવાહીનો ડર હોવાના કારણે મકાનમાલિકો આ તબક્કે જ પૈસા પરત કરી દેતા હોય છે.

રેન્ટ કોર્ટ અને કન્ઝ્યુમર ફોરમનો વિકલ્પ

જો લીગલ નોટિસ બાદ પણ પૈસા પરત ન મળે તો ભાડૂત પાસે કાયદેસર રીતે આગળ વધવાનો વિકલ્પ રહે છે. ભારતમાં લાગુ ભાડા નિયંત્રણ અધિનિયમ અથવા નવા મોડલ ટેનન્સી કાયદા હેઠળ ભાડૂત 'રેન્ટ ઓથોરિટી' અથવા 'રેન્ટ કોર્ટ'માં ફરિયાદ કરી શકે છે. આ ઉપરાંત સેવા સંબંધિત વિવાદ અથવા છેતરપિંડીનો મુદ્દો ગણાવી ગ્રાહક ફોરમ અથવા સિવિલ કોર્ટમાં પણ અરજી કરી શકાય છે. કોર્ટ જરૂરી જણાય તો મકાનમાલિકને વ્યાજ સાથે સિક્યુરિટી ડિપોઝિટ પરત કરવાનો આદેશ આપી શકે છે.

ભાડૂઆતોએ શું ધ્યાન રાખવું?

ભાડૂઆતોને હંમેશા લેખિત રેન્ટ એગ્રીમેન્ટ કરાવવા, ઓનલાઈન પેમેન્ટના પુરાવા રાખવા અને મકાન છોડતી વખતે ફોટો-વીડિયો રેકોર્ડિંગ કરવાની સલાહ આપે છે. કારણ કે યોગ્ય દસ્તાવેજો અને પુરાવા હોય તો ભાડૂઆત પોતાના હક્ક માટે સરળતાથી લડી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now