Central Board of Secondary Education એટલે કે CBSEએ ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. બોર્ડ દ્વારા ઉત્તરવહીઓની વેરિફિકેશન અને Re-evaluation માટે શરૂ થનાર ઓનલાઈન પોર્ટલને હાલ માટે મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ આ પોર્ટલ 29 મે, 2026થી શરૂ થવાનું હતું, પરંતુ હવે નવી તારીખ મુજબ પ્રક્રિયા 1 જૂન, 2026થી શરૂ થશે.
CBSEએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓને વધુ સરળ અને ટેકનિકલ મુશ્કેલીઓ વિના સેવા મળી રહે તે માટે વેબસાઇટ અને ઓનલાઈન સિસ્ટમને વધુ મજબૂત બનાવવાની કામગીરી ચાલી રહી છે. મોટી સંખ્યામાં અરજીઓ આવવાની સંભાવના હોવાથી સર્વર અને ટેકનિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે.
વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય
CBSEના આ નિર્ણયથી દેશભરના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓનું ધ્યાન ફરીથી રી-ઇવેલ્યુએશન પ્રક્રિયા તરફ ગયું છે. ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે આ પ્રક્રિયા અત્યંત મહત્વપૂર્ણ છે, જેમને પોતાના પરિણામ અંગે શંકા હોય અથવા માર્ક્સમાં ગડબડ હોવાની લાગણી હોય.
બોર્ડના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓને અરજી દરમિયાન કોઈ ટેકનિકલ તકલીફ ન પડે તે માટે સિસ્ટમ પર વધારાનો ભાર સહન કરવાની ક્ષમતા વિકસાવવામાં આવી રહી છે.
પ્રથમ વખત ઉપયોગમાં લેવાયું OSM System આ વર્ષે CBSE દ્વારા પ્રથમ વખત ડિજિટલ On-Screen Marking (OSM) સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ પદ્ધતિ હેઠળ પરીક્ષકો દ્વારા વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ ડિજિટલ રીતે ચકાસવામાં આવી હતી. બોર્ડનું માનવું છે કે આ સિસ્ટમથી ચકાસણી વધુ ઝડપી અને પારદર્શક બને છે.
પરંતુ પરિણામ જાહેર થયા બાદ કેટલાક વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ નવી સિસ્ટમ અંગે પ્રશ્નો ઊભા કર્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓએ ઉત્તરવહીઓની તપાસમાં ભૂલ અને ટેકનિકલ ખામીઓ અંગે ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો: પડવાનો છે દુષ્કાળ! વરસાદ માટે તરસશે ધરતી... : El Nino માટે હવામાન વિભાગે જાહેર કરી ચેતવણી
વિદ્યાર્થીઓએ ઉઠાવ્યા હતા પ્રશ્નો
વિદ્યાર્થીઓના એક વર્ગે દાવો કર્યો હતો કે કેટલાક વિષયોમાં અપેક્ષા કરતાં ઓછા ગુણ મળ્યા છે. સોશિયલ મીડિયા પર પણ ઘણા વિદ્યાર્થીઓએ પોતાની ફરિયાદો શેર કરી હતી.
વાલીઓએ પણ બોર્ડ સમક્ષ પારદર્શક અને વિશ્વસનીય Re-evaluation પ્રક્રિયાની માંગ કરી હતી. આ પરિસ્થિતિ બાદ શિક્ષણ મંત્રાલય અને CBSEએ સમગ્ર મામલાની સમીક્ષા હાથ ધરી હતી.
હવે 1 જૂનથી ખુલશે Portal
CBSEએ સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે હવે Re-evaluation અને Verification માટેનું ઓનલાઈન Portal 1 જૂન, 2026થી શરૂ થશે. બોર્ડના જણાવ્યા મુજબ Portal ઓછામાં ઓછા બે દિવસ સુધી ખુલ્લું રહેશે જેથી વિદ્યાર્થીઓને સરળતાથી અરજી કરવાની તક મળી શકે. વિદ્યાર્થીઓ પોતાના પરિણામની ચકાસણી, માર્ક્સ Verification અને Re-evaluation માટે ઓનલાઈન અરજી કરી શકશે.
આ પણ વાંચો: ઈરાન યુદ્ધથી ખાતર સપ્લાય પર સંકટ : 17 જહાજ ખાડીમાં ફસાયા, સરકારે શરૂ કર્યો વૈકલ્પિક પ્લાન
સ્કેન કોપી પણ મળશે
જે વિદ્યાર્થીઓએ અગાઉ પોતાની ઉત્તરવહીઓની સ્કેન કોપી માંગેલી હતી, તેમને હવે ડિજિટલ માધ્યમથી કોપી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ સુવિધાથી વિદ્યાર્થીઓ પોતાના જવાબો અને માર્કિંગની પ્રક્રિયા વધુ સારી રીતે સમજી શકશે. શૈક્ષણિક નિષ્ણાતોનું કહેવું છે કે સ્કેન કોપી ઉપલબ્ધ થવાથી વિદ્યાર્થીઓમાં પારદર્શકતા અંગે વિશ્વાસ વધે છે.
Re-evaluation માટે શું કરવું?
વિદ્યાર્થીઓએ CBSEની સત્તાવાર વેબસાઇટ પર જઈને Portal શરૂ થયા બાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓએ:
Roll Number
School Code
Admit Card ID
વિષયની વિગતો
જરૂરી રીતે દાખલ કરવી પડશે.
ત્યારબાદ નિર્ધારિત ફી ઓનલાઈન ચુકવવાની રહેશે.
વિદ્યાર્થીઓ માટે મહત્વની સલાહ
CBSEએ વિદ્યાર્થીઓને અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર વેબસાઇટ પરથી જ માહિતી મેળવવાની સલાહ આપી છે. બોર્ડે કહ્યું છે કે તમામ અપડેટ્સ સમયસર જાહેર કરવામાં આવશે.
વિદ્યાર્થીઓએ Portal ખુલ્યા બાદ અંતિમ સમયની રાહ ન જોતા વહેલી તકે અરજી કરવાની રહેશે.





