Home Gujarat Surat Surat Mandvi Kakrapar Dam Drowning Case Four Youth Live Lost

તાપી નદી ફરી ગોઝારી બની : કાકરાપાર ડેમમાં નહાવા પડેલા 4 આશાસ્પદ યુવાનોના ડૂબી જવાથી કરુણ મોત

Surat Kakrapar Dam youth Drowning
Published by: Nirali Gohil
Last Updated: May 12, 2026, 09:32 AM IST

સુરત: દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપી નદી ફરી એકવાર પરિવારો માટે માતમનું કારણ બની છે. સુરત જિલ્લાના માંડવી તાલુકાના કાકરાપાર ડેમ ખાતે ગઈકાલે સાંજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. એક મિત્રને બચાવવા જતાં અન્ય ત્રણ મિત્રો પણ ડેમના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં કુલ ચાર યુવાનોના મોત નિપજ્યા છે. એકસાથે ચાર આશાસ્પદ યુવાનોના અકાળે અવસાનથી કાકરાપાર ગામ સહિત સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને લગ્ન-પ્રસંગોની ખુશીઓ વચ્ચે ગામમાં ગમગીનીનો માહોલ છવાયો છે.

એકને બચાવવા જતાં અન્ય ત્રણ મિત્રો પણ કાળનો કોળિયો બન્યા

પ્રાપ્ત માહિતી અનુસાર, કાકરાપાર ગામના ચાર યુવાનો ગઈકાલે સાંજના સમયે ડેમ પાસે ગયા હતા. જેમાંથી એક યુવાન નહાવા માટે પાણીમાં ઉતર્યો હતો, પરંતુ પાણીના જોરદાર પ્રવાહ અને ઊંડાઈનો અંદાજ ન આવતા તે ડૂબવા લાગ્યો હતો. પોતાના મિત્રને ડૂબતો જોઈ બાકીના ત્રણેય મિત્રો તેને બચાવવા માટે એકપછી એક પાણીમાં કૂદી પડ્યા હતા. જોકે, કમનસીબે ચારેય યુવાનો પાણીના વહેણમાં ફસાઈ ગયા હતા અને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

બાળકોમાં વધતા ‘સ્કૂલ ડ્રોપ આઉટ’ રેશિયો સામે તંત્ર એક્શનમાં: કમિશનર અને શિક્ષણ અધિકારી વાલીઓને સમજાવવા ઘરે-ઘરે પહોંચ્યા

માંડવી ફાયર વિભાગની કલાકોની જહેમત બાદ મૃતદેહો બહાર કઢાયા

ઘટનાની જાણ થતા જ સ્થાનિક સરપંચે તાત્કાલિક માંડવી ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ શરૂ કરી હતી. પાણીની ઊંડાઈ અને અંધારાને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી હતી, પરંતુ ભારે જહેમત બાદ ફાયરના જવાનોએ ડેમના ઊંડા પાણીમાંથી ચારેય યુવાનોના મૃતદેહો શોધી કાઢ્યા હતા. તમામ મૃતદેહોને બહાર કાઢી પોલીસને સુપ્રત કરવામાં આવ્યા હતા.

સુરતમાં ચાર દિવસમાં બીજી ‘હાફ એન્કાઉન્ટર’ ઘટના: સગીરની હત્યાના આરોપીને પોલીસે પગમાં ગોળી મારી ઝડપી પાડ્યો

કાકરાપાર ગામમાં છવાયો સન્નાટો, પરિવારોમાં આક્રંદ

મૃતક ચારેય યુવાનો કાકરાપાર ગામના જ રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ગામના જ ચાર મિત્રોના એકસાથે મોત થતા સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ દ્વારા મૃતદેહોને પોસ્ટમોર્ટમ (PM) અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા વારંવાર ચેતવણી આપવામાં આવતી હોવા છતાં, ઉનાળાની ગરમીમાં નદી કે ડેમમાં નહાવા જવાની આદત આ યુવાનો માટે જીવલેણ સાબિત થઈ છે.

ગુજરાત હાઇકોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો: ગર્ભસ્થ બાળકના મોત બદલ રેલવેને 8 લાખનું વળતર ચૂકવવા આદેશ, જાણો સમગ્ર કેસ

ફાયર વિભાગની કામગીરી અને અધિકારીનું નિવેદન

માંડવી નગરપાલિકાના ફાયર ઓફિસર રાજેશભાઈ ચંદુભાઈ જોધપુરીએ આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, "સવારે 9:10 ના સુમારે કાકરાપાર સરપંચનો ફોન આવ્યો હતો કે ડેમના પાણીના દરવાજા પાસે 4 યુવાનો ડૂબ્યા છે. આ કોલ મળતાની સાથે જ માંડવી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અંદાજે દોઢથી બે કલાકની ભારે જહેમત બાદ ચારેય યુવાનોના મૃતદેહોને પાણીમાંથી શોધી કાઢવામાં આવ્યા હતા."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now