SRH vs RR : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026 ની 19 મી સિઝન હવે રોમાંચક તબક્કે પહોંચી છે. આજે સિઝનની 21 મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે ટક્કર થશે. આ મેચ હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સાંજે 7:30 કલાકે શરૂ થશે, જ્યારે ટોસ 7:00 વાગ્યે થશે.
બંને ટીમોનું અત્યાર સુધીનું પરફોર્મન્સ
પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો, રાજસ્થાન રોયલ્સ અત્યારે શાનદાર ફોર્મમાં છે. રાજસ્થાને તેની ચારેય મેચ જીતીને 8 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. બીજી તરફ, હૈદરાબાદ માટે આ સિઝન થોડી મુશ્કેલ રહી છે, જેમાં તેઓ 4 માંથી માત્ર 1 મેચ જીતી શક્યા છે અને 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આજે હૈદરાબાદ પોતાના હોમ ગ્રાઉન્ડ પર કમબેક કરવાના ઈરાદા સાથે ઉતરશે.
હેડ-ટૂ-હેડ આંકડા
ઈતિહાસની વાત કરીએ તો હૈદરાબાદનું પલડું થોડું ભારે છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 21 મેચ રમાઈ છે, જેમાંથી હૈદરાબાદે 12 અને રાજસ્થાને 9 મેચ જીતી છે. હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ પર રમાયેલી 6 મેચમાંથી 5 હૈદરાબાદે જીતી છે, જે રાજસ્થાન માટે ચિંતાનો વિષય બની શકે છે.
સ્ટાર ખેલાડીઓ પર નજર
રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓ અત્યારે ફોર્મમાં છે. વૈભવ સૂર્યવંશી 200 રન સાથે ઓરેન્જ કેપ ધરાવે છે. અને યશસ્વી જયસ્વાલ 183 રન સાથે ઓરેન્જ કેપની રેસમાં ચોથા નંબરે છે. જ્યારે રવિ બિશ્નોઈ 9 વિકેટ સાથે પર્પલ કેપની રેસમાં બીજા સ્થાને છે. હૈદરાબાદ તરફથી હેનરિક ક્લાસેન શાનદાર બેટિંગ કરી રહ્યો છે, જેને 4 મેચમાં 184 રન બનાવ્યા છે. બોલિંગમાં હર્ષ દુબે ટીમ માટે મહત્વની વિકેટો ઝડપી રહ્યો છે.
પિચ અને હવામાન
હૈદરાબાદની પિચ હંમેશા બેટ્સમેનો માટે સ્વર્ગ સમાન રહી છે. અહીં હાઇ-સ્કોરિંગ મેચો જોવા મળે છે, તેથી ફેન્સને આજે ચોગ્ગા-છગ્ગાની રમઝટ જોવા મળી શકે છે. હવામાનની વાત કરીએ તો સાંજ ગરમ રહેશે અને વરસાદની કોઈ શક્યતા નથી.
આ પણ ખાસ વાંચો : કોણ છે સમરીન કૌર જેની સાથે દેખાયો અર્શદીપ? : આ પહેલાં હાથમાં હાથ નાંખેલો ફોટો થયો હતો વાયરલ
SRH vs RR ની સંભવિત પ્લેઇંગ-12
SRH : ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન (કેપ્ટન), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા, અનિકેટ વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષ દુબે, શિવાંગ કુમાર, હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ. (ઇમ્પેક્ટ પ્લેયર: ઈશાન મલિંગા).
RR : યશસ્વી જાયસ્વાલ, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, બ્રિજેશ શર્મા, સંદીપ શર્મા, રવિ બિશ્નોઈ. (ઇમ્પેક્ટ પ્લેયર: વૈભવ સૂર્યવંશી).





