Home Sports Arshdeep Singh Samreen Kaur Viral Video Ipl 2026

કોણ છે સમરીન કૌર જેની સાથે દેખાયો અર્શદીપ? : આ પહેલાં હાથમાં હાથ નાંખેલો ફોટો થયો હતો વાયરલ

Samreen Kaur and Arshdeep Singh
Published by: Aryan Shah
Last Updated: Apr 13, 2026, 10:35 AM IST

Arshdeep Singh : ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ હાલમાં પોતાની શાનદાર બોલિંગના કારણે નહીં, પરંતુ તેની પર્સનલ લાઈફને કારણે સમાચારમાં છે. IPL 2026 માં પંજાબ કિંગ્સ તરફથી રમી રહેલા અર્શદીપ સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તેની રુમર્ડ ગર્લફ્રેન્ડ સાથે જોવા મળી રહ્યો છે. ફેન્સ આ જોડી વિશે જાણવા માટે ખૂબ જ ઉત્સુક છે.

હાથના ટેટૂએ ખોલ્યું રહસ્ય

થોડા સમય પહેલા અર્શદીપ સિંહે સોશિયલ મીડિયા પર એક સ્ટોરી શેર કરી હતી. આ ફોટામાં તે એક યુવતીનો હાથ પકડેલો જોવા મળ્યો હતો. જોકે તેમાં યુવતીનો ચહેરો દેખાતો નહોતો, પરંતુ તેના હાથ પર બનેલા ટેટૂ પરથી ફેન્સે અટકળો શરૂ કરી દીધી હતી. નેટિઝન્સના મતે આ હાથ પંજાબી મોડલ અને અભિનેત્રી સમરીન કૌરનો હતો. ત્યારથી જ બંનેના રિલેશનશિપની ચર્ચાઓએ જોર પકડ્યું હતું.એરપોર્ટ પર સાથે જોવા મળ્યા

હવે અર્શદીપ અને સમરીનનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં બંને એરપોર્ટ પર સાથે જોવા મળી રહ્યા છે. ખાસ વાત એ છે કે, તેઓ પંજાબ કિંગ્સની ટીમ સાથે જ મુસાફરી કરી રહ્યા હતા. આ વીડિયો વાયરલ થયા બાદ ફેન્સ માની રહ્યા છે કે, બંનેએ એક રીતે પોતાના સંબંધોની પુષ્ટિ કરી દીધી છે. જોકે, અર્શદીપ કે સમરીન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

કોણ છે સમરીન કૌર?

સમરીન કૌર ગ્લેમર વર્લ્ડનું જાણીતું નામ છે. તે 'મિસ ઇન્ડિયા જમ્મુ-કાશ્મીર' રહી ચૂકી છે. તેને પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં ઘણી લોકપ્રિયતા મળી છે. એટલું જ નહીં, સમરીને રણવીર સિંહની ફિલ્મ '83' અને વેબ સિરીઝ 'નેઇલ પોલિશ' માં પણ અભિનય કર્યો છે. સમરીન અગાઉ પણ પંજાબ કિંગ્સની મેચો દરમિયાન સ્ટેડિયમમાં અર્શદીપને ચીયર કરતી જોવા મળી હતી.IPL 2026 માં પંજાબનો દબદબો

મેદાન પરના પરફોર્મન્સની વાત કરીએ તો અર્શદીપ સિંહ પંજાબ કિંગ્સનો મુખ્ય બોલર છે. IPL 2026 ની સિઝન પંજાબ કિંગ્સ માટે અત્યાર સુધી શાનદાર રહી છે. ટીમ અત્યાર સુધી એક પણ મેચ હારી નથી અને પોઈન્ટ ટેબલમાં મજબૂત સ્થિતિમાં છે. અર્શદીપ સિંહની બોલિંગ અને હવે તેની પર્સનલ લાઈફ બંને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now