Redmi A7 and Redmi A7 Pro : Xiaomi એ આજે ભારતીય બજારમાં બે નવા સસ્તા સ્માર્ટફોન, Redmi A7 અને Redmi A7 Pro લોન્ચ કર્યા છે. બંને ફોન ઓક્ટા-કોર UNISOC T7250 12nm પ્રોસેસર દ્વારા સંચાલિત છે. તેમાં 13mp નો મુખ્ય કેમેરો અને 8mp નો ફ્રન્ટ કેમેરો છે. તેમની બેટરી 15W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. જાણો Redmi A7 અને Redmi A7 Pro ની કિંમત, ડિસ્પ્લે, ફીચર્સ અને કલર ઓપ્શન વિશેની સંપૂર્ણ માહિતી.
Redmi A7 અને A7 Pro ની કિંમત અને કલર ઓપ્શન
Redmi A7 ના 3GB+64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹10,999 છે. તે Black અને blue કલરમાં આવે છે. Redmi A7 Pro ના 4GB+64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹11,999 છે. તે Black અને orange કલરમાં આવે છે. બંને સ્માર્ટફોન 24 એપ્રિલથી Xiaomi ની સત્તાવાર વેબસાઇટ, ઈ-કોમર્સ સાઇટ ફ્લિપકાર્ટ અને ઑફલાઇન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ થશે.
Redmi A7 અને A7 Pro ની ડિસ્પ્લે અને પરફોર્મન્સ
Redmi A7 માં 6.88-ઇંચની HD+ IPS LCD ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 1600 x 720 પિક્સેલ, 120Hz રિફ્રેશ રેટ અને 240Hz ટચ સેમ્પલિંગ રેટ છે. Redmi A7 Pro માં 6.9-ઇંચની HD+ IPS LCD ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 1600 x 720 પિક્સેલ, 120Hz રિફ્રેશ રેટ અને 240Hz ટચ સેમ્પલિંગ રેટ છે. બંને ફોન ઓક્ટા-કોર UNISOC T7250 12nm પ્રોસેસર અને Mali-G57 MP1 GPU દ્વારા સંચાલિત છે. તેઓ 3GB/4GB LPDDR4X RAM અને 64GB UFS 2.2 ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે, જેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 2TB સુધી વધારી શકાય છે. Redmi A7 માં Android 15 પર બેસ્ડ Xiaomi HyperOS 15 છે, જ્યારે A7 Pro માં Android 16 પર બેસ્ડ Xiaomi HyperOS 16 છે.
આ પણ ખાસ વાંચો : ₹20,000 થી ઓછી કિંમતમાં કયો 5G સ્માર્ટફોન છે બેસ્ટ? : Tecno, Vivo અને Realme ના લેટેસ્ટ ફોનની સરખામણી
Redmi A7 અને A7 Pro નું કેમેરા સેટઅપ અને બેટરી
કેમેરા સેટઅપની વાત કરીએ તો, A7 અને A7 Pro માં 13mp નો મુખ્ય કેમેરો અને પાછળના ભાગમાં f/2.2 એપરચર સાથેનો સેકન્ડરી કેમેરો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે, f/2.0 એપરચર સાથે 8mp નો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. સુરક્ષા માટે, આ ફોન સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર છે. ધૂળ અને પાણીથી પ્રોટેક્શન આપવા માટે તેમાં IP52 રેટિંગ મળે છે. કનેક્ટિવિટી ઓપ્શનમાં ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi, 3.5mm ઓડિયો જેક, બ્લૂટૂથ 5.2, GPS અને USB ટાઇપ-C પોર્ટનો સમાવેશ થાય છે. A7 માં 5200mAh બેટરી છે, જ્યારે A7 Pro માં 15W ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ સાથે 6300mAh બેટરી છે. A7 ની લંબાઈ 171.79mm, પહોળાઈ 79.77mm, જાડાઈ 8.26mm અને વજન 193 ગ્રામ છે. જ્યારે A7 Pro ની લંબાઈ 171.56mm, પહોળાઈ 79.47mm, જાડાઈ 8.15mm અને વજન 208 ગ્રામ છે.





