Latest Smartphone Comparison : Tecno એ ભારતીય બજારમાં Vivo T5x 5G અને Realme 14T 5G સાથે સ્પર્ધા કરવા માટે Tecno Pop X 5G લોન્ચ કર્યું છે. Tecno Pop X 5G માં Octa-core MediaTek Dimensity 6400 પ્રોસેસર આપવામાં આવ્યું છે. Vivo T5x 5G માં Octa-core MediaTek Dimensity 7400 Turbo પ્રોસેસર છે, જ્યારે Realme 14T 5G માં MediaTek Dimensity 6300 પ્રોસેસર છે. જાણો Tecno Pop X 5G, Vivo T5x 5G અને Realme 14T 5G ની કિંમત, ડિસ્પ્લે, ફીચર્સ અને કેમેરા સેટઅપ વિશેની સંપૂર્ણ માહિતી.
Tecno Pop X 5G vs Vivo T5x 5G vs Realme 14T 5G
કિંમત
Tecno Pop X 5G ની કિંમત 4GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹15,999 અને 6GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹17,999 છે.
Vivo T5x 5G ની કિંમત 6GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹18,999 અને 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹20,999 છે.
Realme 14T 5G ની કિંમત 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹17,999 અને 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹19,999 છે.
ડિસ્પ્લે અને રિઝોલ્યુશન
Tecno Pop X 5G માં 6.78-ઇંચની HD+ ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 720x1576 પિક્સેલ, 120Hz રિફ્રેશ રેટ અને 560 nits બ્રાઇટનેસ છે.
Vivo T5x 5G માં 6.76-ઇંચની Full HD+ ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 2408x1080 પિક્સેલ, 120Hz રિફ્રેશ રેટ અને 1200 nits સુધી પીક બ્રાઇટનેસ છે.
Realme 14T 5G માં 6.67-ઇંચની AMOLED ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન Full HD+ રિઝોલ્યુશન, 120Hz રિફ્રેશ રેટ અને 2000 nits પીક બ્રાઇટનેસ છે.
પ્રોસેસર
Tecno Pop X 5G માં Octa-core MediaTek Dimensity 6400 6nm પ્રોસેસર આપવામાં આવ્યું છે.
Vivo T5x 5G માં Octa-core MediaTek Dimensity 7400 Turbo પ્રોસેસર છે.
Realme 14T 5G માં MediaTek Dimensity 6300 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
ઓપરેટિંગ સિસ્ટમ
Tecno Pop X 5G, Android 16 પર બેસ્ડ HiOS 16 ચલાવે છે.
Vivo T5x 5G, Android 16 પર બેસ્ડ OriginOS 6 ચલાવે છે.
Realme 14T 5G, Android 15 પર બેસ્ડ Realme UI 6 ચલાવે છે.
બેટરી બેકઅપ
Tecno Pop X 5G, 6500mAh બેટરી દ્વારા સંચાલિત છે, જે 45W ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ કરે છે.
Vivo T5x 5G, 7200mAh બેટરી દ્વારા સંચાલિત છે જે 44W ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ કરે છે.
Realme 14T 5G, 6,000mAh બેટરી દ્વારા સંચાલિત છે જે 45W ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ કરે છે.
કેમેરા સેટઅપ
Tecno Pop X 5G માં પાછળના ભાગમાં 13mp નો મુખ્ય કેમેરો અને સેલ્ફી અને વીડિયો કોલ માટે f/2.0 અપર્ચર સાથે 8mp નો ફ્રન્ટ કેમેરો છે.
Vivo T5x 5G માં f/1.8 અપર્ચર સાથે 50mp નો મુખ્ય કેમેરો અને f/2.4 અપર્ચર સાથે 2mp નો ડેપ્થ કેમેરા છે. સેલ્ફી અને વીડિયો કોલ માટે તેમાં 32mp નો ફ્રન્ટ કેમેરો છે.
Realme 14T 5G માં 50mp નો OmniVision મુખ્ય કેમેરો અને પાછળના ભાગમાં 2mp નો મોનોક્રોમ કેમેરો છે. તેમાં વીડિયો કોલ અને સેલ્ફી માટે 16mp નો ફ્રન્ટ કેમેરો છે.





