Home Sports IPL 2026 Punjab Kings Vs Rajasthan Royals Ipl 2026 Match Report

IPL 2026 માં PBKS ની પહેલી હારનો અસલી ગુનેગાર કોણ? : હાર બાદ કેપ્ટન શ્રેયસ ઐયરે આપ્યું ચોંકાવનારું નિવેદન!

Punjab Kings
Image Credit: IPL/BCCI
Published by: Aryan Shah
Last Updated: Apr 29, 2026, 07:24 AM IST

Punjab Kings : IPL 2026 ની સિઝનમાં અત્યાર સુધી અજેય રહેલી પંજાબ કિંગ્સની ટીમનો આખરે પરાજય થયો છે. અત્યાર સુધી રમાયેલી તમામ મેચોમાં શાનદાર પ્રદર્શન કરી સતત છ જીત નોંધાવનાર પંજાબને 28 એપ્રિલે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સે હારનો સ્વાદ ચખાડ્યો હતો. રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવીને આ સિઝનની તેની પહેલી હાર આપી છે. આ હાર બાદ પંજાબના કેપ્ટન શ્રેયસ ઐયર ઘણા નિરાશ જોવા મળ્યા હતા અને તેમણે હાર માટે ટીમના નબળા પરફોર્મન્સ પર ખુલીને વાત કરી હતી.

પંજાબનો વિશાળ સ્કોર

મેચની શરૂઆત પંજાબ કિંગ્સ માટે ઘણી સારી રહી હતી. પ્રથમ બેટિંગ કરતાં પંજાબની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 222 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. ઓપનર પ્રભસિમરન સિંહે 44 બોલમાં 59 રનની શાનદાર ઈનિંગ રમી હતી, જ્યારે યુવા બેટ્સમેન પ્રિયાંશ આર્યએ માત્ર 11 બોલમાં 29 રન ફટકારીને ટીમને વેગ આપ્યો હતો. અંતિમ ઓવરોમાં માર્કસ સ્ટોઇનિસે માત્ર 22 બોલમાં નોટઆઉટ 62 રન બનાવીને સ્કોરને 222 સુધી પહોંચાડ્યો હતો. કૂપર કોનોલીએ પણ 14 બોલમાં 30 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. આટલો મોટો સ્કોર હોવા છતાં પંજાબની હાર આશ્ચર્યજનક રહી હતી.

રાજસ્થાનની વળતી લડત

223 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમે શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું. યશસ્વી જયસ્વાલે માત્ર 27 બોલમાં 51 રન ફટકારીને રાજસ્થાનને મજબૂત શરૂઆત અપાવી હતી. ત્યારબાદ વૈભવ સૂર્યવંશીએ 16 બોલમાં 43 રનની તોફાની ઈનિંગ રમી હતી. જોકે, મેચના અસલી હીરો ડોનોવન ફેરેરા અને શુભમ દુબે રહ્યા હતા. ફેરેરાએ 26 બોલમાં નોટઆઉટ 52 રન અને દુબેએ 12 બોલમાં નોટઆઉટ 31 રન બનાવીને રાજસ્થાનને 19.2 ઓવરમાં જ જીત અપાવી દીધી હતી. રાજસ્થાને 228 રન બનાવીને 6 વિકેટે આ મેચ પોતાના નામે કરી લીધી હતી.

આ પણ ખાસ વાંચો : 15 વર્ષની ઉંમરે વૈભવ કેવી રીતે બન્યો 'સિક્સર કિંગ'? : ફોન પર બાંગ્લાદેશી દિગ્ગજને જણાવ્યું તેનું રહસ્ય!

કેપ્ટન ઐયરનું વિશ્લેષણ

હાર બાદ વાત કરતાં કેપ્ટન શ્રેયસ ઐયરે જણાવ્યું હતું કે, "અમે બોર્ડ પર 224 રનનો સ્કોર મૂક્યો હતો જે આ પિચ પર પૂરતો હતો. પિચ થોડી સ્ટીકી હતી અને અમને લાગ્યું હતું કે, અમે આ સ્કોર બચાવી શકીશું." ઐયરે વધુમાં ઉમેર્યું કે, આ એવું ફોર્મેટ છે જ્યાં કોઈ પણ એક કે બે ખેલાડી રમતની દિશા બદલી શકે છે અને આજે રાજસ્થાનના બેટ્સમેનોએ તે કરી બતાવ્યું. તેમણે વધુમાં જણાવ્યું કે, ટીમ સતત મેચ રમવાના કારણે થોડી થાકેલી જરૂર હતી, પરંતુ તે હારનું મુખ્ય કારણ ન હોઈ શકે.

આ પણ ખાસ વાંચો : ખાલી બેટથી જ નહીં, હરકતોથી પણ ચર્ચામાં રિયાન પરાગ : ડ્રેસિંગ રૂમમાં 'વેપિંગ' કરતો ઝડપાયો કેપ્ટન, સોશિયલ મીડિયા પર ફેન્સનો ભારે રોષ


હારનું અસલી કારણ

શ્રેયસ ઐયરે પંજાબની હારનું સૌથી મોટું કારણ બોલિંગ વિભાગને ગણાવ્યું હતું. તેમણે સ્વીકાર્યું કે પંજાબના બોલરો રન પર રોકવામાં નિષ્ફળ રહ્યા હતા. ઐયરે કહ્યું, "અમારી બોલિંગમાં કમી રહી ગઈ હતી. સ્લો પિચ હોવા છતાં અમે રન રોકી શક્યા નહીં. ખાસ કરીને સ્પિનરો સામે રન બનાવવા મુશ્કેલ હતા, છતાં અમે તે લાભ ઉઠાવી શક્યા નહીં." કેપ્ટન મુજબ, બોલરોએ જે લાઇન અને લેન્થ પર બોલિંગ કરવાની જરૂર હતી તેમાં તેઓ નિષ્ફળ રહ્યા, જે હારનું મુખ્ય કારણ બન્યું. હવે ટીમે આ હારમાંથી શીખીને આગામી મેચમાં કમબેક કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now