Home Sports IPL 2026 Liam Livingstone 13 Crore For 15 Runs Ipl 2026

માત્ર 15 રન બનાવવા માટે આ ખેલાડીને મળ્યા 13,00,00,000 રૂપિયા! : જાણો કોણ છે આ ધુરંધર ખેલાડી

Liam Livingstone
Image Credit: IPL/BCCI
Published by: Aryan Shah
Last Updated: Jun 02, 2026, 02:18 PM IST

IPL 2026 Flop Player : IPL 2026 ની રોમાંચક સિઝન હવે પૂરી થઈ ગઈ છે. વિશ્વભરના ક્રિકેટરો હવે પોતપોતાના દેશ માટે રમવા સજ્જ થઈ રહ્યા છે. આ વર્ષની IPL માં ઘણા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું તો ઘણા મોંઘા ખેલાડીઓ ફ્લોપ સાબિત થયા. આ સિઝનમાં એક એવો પણ ખેલાડી ચર્ચામાં આવ્યો છે જેને આખી ટુર્નામેન્ટ દરમિયાન માત્ર 15 રન બનાવવા માટે પૂરા 13 કરોડ રૂપિયા મળ્યા છે. આ આશ્ચર્યજનક વિગત ઈંગ્લેન્ડના એક એવા ઓલરાઉન્ડરની છે જેણે વનડે ક્રિકેટમાં ત્રેવડી સદી પણ ફટકારેલી છે.

મોંઘો સોદો અને ખરાબ નસીબ

સનરાઇઝર્સ હૈદરાબાદે IPL 2026 ના મિની ઓક્શનમાં ઈંગ્લેન્ડના વિસ્ફોટક ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોનને ₹13 કરોડની મોટી રકમ આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. જોકે હૈદરાબાદની ટીમે તેને આખી સિઝનમાં માત્ર બે જ મેચ રમવાની તક આપી હતી. આ બે મેચોમાં લિવિંગસ્ટોન કંઈ ખાસ કમાલ ન કરી શક્યો અને માત્ર 15 રન બનાવીને આઉટ થઈ ગયો. નવાઈની વાત એ છે કે, આ બે મેચમાં તેને એક પણ ઓવર બોલિંગ કરવાની તક ન મળી. આમ તેને આ સિઝનમાં માત્ર 15 રન માટે ₹13 કરોડ મળ્યા. અહીં એ પણ યાદ રાખવું રહ્યું કે તે IPL 2025 માં ચેમ્પિયન બનેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનો ભાગ હતો.

IPL પૂરી થતાં જ ICC નું મોટું એક્શન!: આ ક્રિકેટ બોર્ડ થયું સસ્પેન્ડ, અમદાવાદમાં લેવાયો ચોંકાવનારો નિર્ણય

કોણ છે આ વિસ્ફોટક ખેલાડી

લિયામ લિવિંગસ્ટોન ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો એક શાનદાર અને ધાકડ ઓલરાઉન્ડર માનવામાં આવે છે. તે મેદાન પર લાંબી સિક્સરો મારવા માટે જાણીતો છે અને સાથે જ ઓફ સ્પિન બોલિંગ પણ કરે છે. તેના આંતરરાષ્ટ્રીય કરિયરની વાત કરીએ તો તેણે ઈંગ્લેન્ડ માટે 39 વનડે મેચમાં 932 રન બનાવ્યા છે જેમાં એક સદી અને 4 અડધી સદી શામેલ છે. આ સિવાય 60 T20I મેચમાં તેના નામે 955 રન છે જેમાં 1 સદી અને 2 અડધી સદી છે.

ટેસ્ટ અને IPL કરિયર

લિયામ લિવિંગસ્ટોને ઈંગ્લેન્ડ માટે અત્યાર સુધી માત્ર એક જ ટેસ્ટ મેચ રમી છે જેમાં તેણે 16 રન બનાવ્યા હતા. IPL ના ઇતિહાસની વાત કરીએ તો તેને અત્યાર સુધી 51 મેચોમાં 25.38 ની એવરેજથી 1,066 રન બનાવ્યા છે જેમાં 7 અડધી સદી શામેલ છે. બોલિંગમાં પણ તેનો સારો રેકોર્ડ છે. વનડેમાં તેના નામે 25 વિકેટ, T20 માં 33 વિકેટ અને IPL માં 13 વિકેટ નોંધાયેલી છે.

વિરાટ, ભુવનેશ્વર કે હેઝલવુડ નહીં... આ વ્યકિતએ બદલી RCB ની કિસ્મત: કેપ્ટન રજત પાટીદારે કર્યો ચોંકાવનારો ખુલાસો

વનડે ક્રિકેટમાં અદભુત રેકોર્ડ

લિયામ લિવિંગસ્ટોનના નામે એક એવો રેકોર્ડ છે જે મોટા-મોટા બેટ્સમેનો પણ નથી કરી શક્યા. તેણે એક વનડે મેચમાં માત્ર 138 બોલ રમીને 350 રનની તોફાની ઇનિંગ રમી હતી. વર્ષ 2015 માં રોયલ લંડન નેશનલ ક્લબ ચેમ્પિયનશિપમાં નેન્ટવિચ ક્લબ તરફથી રમતા કેલ્ડી સામે તેણે આ ઐતિહાસિક ત્રેવડી સદી ફટકારી હતી. આ રેકોર્ડના કારણે જ તે વિશ્વભરમાં જાણીતો બન્યો હતો પણ IPL 2026 તેના માટે નિરાશાજનક રહી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now