Home Sports IPL 2026 Rcb Success Omkar Salvi Unsung Hero Rajat Patidar Gujarati

વિરાટ, ભુવનેશ્વર કે હેઝલવુડ નહીં... આ વ્યકિતએ બદલી RCB ની કિસ્મત : કેપ્ટન રજત પાટીદારે કર્યો ચોંકાવનારો ખુલાસો

IPL 2026
Image Credit: RCB
Published by: Aryan Shah
Last Updated: Jun 01, 2026, 12:57 PM IST

IPL 2026 : રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ IPL 2026 માં સતત બીજી વખત ચેમ્પિયન બનીને ક્રિકેટ જગતમાં પોતાની નવી બાદશાહત સ્થાપિત કરી દીધી છે. એક સમય એવો હતો જ્યારે આ ટીમને માત્ર મોટા નામોની ટીમ કહેવામાં આવતી હતી, પણ હવે આ ટીમે સતત બે ટ્રોફી જીતીને સાબિત કર્યું છે કે, તેમની પાસે જીતવાનું મજબૂત કલ્ચર છે. આ ઐતિહાસિક જીત બાદ સોશિયલ મીડિયાથી લઈને સ્ટેડિયમ સુધી માત્ર વિરાટ કોહલી, કેપ્ટન રજત પાટીદાર અને અન્ય સ્ટાર બેટ્સમેનોની જ ચર્ચા થઈ રહી છે. પરંતુ ફાઇનલ મેચ પૂરી થયા બાદ કેપ્ટન રજત પાટીદારે પ્રેસ કોન્ફરન્સમાં એક એવો ખુલાસો કર્યો જેને બધાને ચોંકાવી દીધા. રજતે જીતનો અસલી શ્રેય કોઈ બેટ્સમેનને નહીં, પરંતુ પડદા પાછળ રહીને કામ કરનારા ટીમના એક ખાસ 'અનસંગ હીરો' ને આપ્યો છે.

1 લાખ 10 હજાર લોકોની હાજરીમાં અનુષ્કાએ આ ક્રિકેટરને લગાવ્યો ગળે: પત્નીની હરકત જોઈને અવાક રહી ગયો કોહલી, વાયરલ થયો વિરાટનો વીડિયો

કોણ છે આ અનસંગ હીરો?

કેપ્ટન રજત પાટીદારે જેમના વિશે મોટો ખુલાસો કર્યો છે, તે આ અસલી હીરોનું નામ છે ઓંકાર સાલ્વી. આ સિઝનમાં બેંગલુરુની સફળતાનું સૌથી મોટું અને મજબૂત કારણ તેની બોલિંગ લાઇન-અપ રહી છે. પાટીદાર સ્પષ્ટપણે માને છે કે, આ શાનદાર પરિવર્તનના અસલી આર્કિટેક્ટ ટીમના બોલિંગ કોચ ઓંકાર સાલ્વી જ છે. મેચ પછી રજતે દિલ જીતી લે તેવું નિવેદન આપતા કહ્યું કે, 'મેં ઓંકાર સાલ્વી સરને મારી પહેલી રણજી ટ્રોફી સિઝનથી જોયા છે. તેમની સૌથી મોટી ખાસિયત એ છે કે, તેઓ ક્યારેય લાઇમલાઇટમાં આવવા નથી માંગતા. તેઓ દરેક બોલર સાથે વ્યક્તિગત રીતે કલાકો સુધી સમય વિતાવે છે. તમે તેમને ક્યારેય મીટિંગ રૂમમાં લાંબી વાતો કરતાં નહીં જુઓ, કારણ કે તેઓ હંમેશા ગ્રાઉન્ડ પર બોલરોની ટેકનિક સુધારવા માટે સતત સખત મહેનત કરતા રહે છે.' ઉલ્લેખનીય છે કે, નવેમ્બર 2024 માં જ્યારે RCB એ મુંબઈના પૂર્વ રણજી કોચ ઓંકાર સાલ્વીને પોતાના બોલિંગ કોચ બનાવ્યા હતા, ત્યારે કદાચ કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે તેઓ ફ્રેન્ચાઈઝીની સૌથી મોટી કિસ્મત બદલી નાખશે. ભૂતકાળમાં મુંબઈને રણજી ટ્રોફી અને ઈરાની કપ જીતાડનારા સાલ્વીએ પોતાના દેશી અંદાજ અને શાનદાર પ્લાનિંગથી RCB ના બોલિંગ યુનિટનો આખો ચહેરો જ બદલી નાખ્યો છે.

ઓરેન્જ કેપ જીતનાર વૈભવને લઈને BCCI એ રચ્યો ખાસ પ્લાન!: ટીમ ઈન્ડિયામાં સિલેક્શનને લઈને સચિવ દેવજીત સૈકિયાનું મોટું નિવેદન

બેંગલુરુના બોલરોનું ધમાકેદાર પ્રદર્શન

આખી IPL ટૂર્નામેન્ટ દરમિયાન RCB ના ફાસ્ટ બોલરોએ વિરોધી ટીમો પર સતત દબદબો જાળવી રાખ્યો હતો. ભૂતકાળમાં જે ચિન્નાસ્વામી સ્ટેડિયમની પિચ બેટ્સમેનો માટે સ્વર્ગ અને બોલરો માટે મુશ્કેલ ગણાતી હતી, ત્યાં આ વખતે બોલરોએ મેચ જીતાડી આપી. ટીમના અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર આખી સિઝનમાં ઘાતક ફોર્મમાં રહ્યા અને 28 વિકેટ ઝડપીને પર્પલ કેપની રેસમાં અંત સુધી ટોપ પર બનેલા રહ્યા. આજના સમયમાં જ્યાં T20 માં બોલરોને ખૂબ રન પડે છે, ત્યાં ભુવનેશ્વર કુમારની 7.95 ની ઇકોનોમી અદ્ભુત કહી શકાય. તેમની સાથે જોશ હેઝલવુડે પણ પોતાની લાઇન અને લેન્થથી બેટ્સમેનોને પરેશાન કર્યા અને 13 મેચમાં 15 મહત્વની વિકેટો લીધી. આ સિઝનમાં RCB માટે સૌથી મોટી શોધ યુવા ફાસ્ટ બોલર રસિક સલામ દાર સાબિત થયા છે. ઓંકાર સાલ્વીના માર્ગદર્શન હેઠળ રસિકે આ સિઝનમાં કમાલની બોલિંગ કરી અને માત્ર 12 મેચમાં 19 વિકેટ ઝડપીને IPL 2026 માં સાતમા સૌથી વધુ વિકેટ લેનારા બોલર બન્યા. ગુજરાત ટાઇટન્સ સામેની હાઇ-વોલ્ટેજ ફાઇનલ મેચમાં પણ રસિકે માત્ર 3 વિકેટ ઝડપીને ગુજરાતની આખી બેટિંગ લાઇન-અપની કમર તોડી નાખી હતી અને જીત સરળ બનાવી દીધી હતી.

RCB ની માલકિનનું જીત પર આશ્ચર્યજનક નિવેદન: અનન્યા બિરલાની વાત સાંભળીને ફેન્સ પણ ચોંકી ગયા

હેડ કોચ એન્ડી ફ્લાવરની ભૂમિકા

આ વર્ષે માત્ર ભારતીય બોલરો જ નહીં પણ વિદેશી ખેલાડીઓએ પણ શાનદાર પ્રદર્શન કર્યું. ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર જેકબ ડફીએ પોતાની કરિયરની પહેલી IPL સિઝન રમતા જબરદસ્ત પ્રભાવ છોડ્યો અને 6 મેચમાં 9 મહત્વની વિકેટો પોતાના નામે કરી. કેપ્ટન રજત પાટીદારે માત્ર બોલિંગ કોચ ઓંકાર સાલ્વીની જ નહીં, પરંતુ ટીમના મુખ્ય કોચ એન્ડી ફ્લાવરની પણ ખુલ્લા દિલથી પ્રશંસા કરી છે. રજતે એન્ડી ફ્લાવરને પોતાના અત્યાર સુધીના IPL કરિયરના સૌથી શ્રેષ્ઠ કોચ ગણાવ્યા છે. રજતે કોચની મેનેજમેન્ટ સ્ટાઇલ વિશે વાત કરતાં જણાવ્યું કે, 'મેં મારી IPL કરિયરમાં પાંચ સિઝન રમી છે અને મારા અનુભવથી કહું તો તેઓ સૌથી અદ્ભુત કોચ છે. તેમની સૌથી ખાસ વાત એ છે કે, તેઓ માત્ર પ્લેઇંગ-11 માં રમતા સ્ટાર ખેલાડીઓ પર જ ધ્યાન નથી આપતા. જે ખેલાડીઓ બેન્ચ પર બેઠા છે, જેઓ પહેલીવાર ટીમ સાથે જોડાયા છે, તેમની સાથે પણ એન્ડી તેટલો જ સમય વિતાવે છે. ટીમમાં દરેક ખેલાડીને સરખું સન્માન અને મહત્વ આપવામાં આવે છે જે ખૂબ જ મોટી વાત છે.'

નોર્વે ચેસમાં હાઇ-વોલ્ટેજ ડ્રામા: એક જ દિવસમાં ત્રણ ભારતીય સ્ટાર્સને મોટો ઝટકો, ખિતાબી મુકાબલો બન્યો વધુ રોમાંચક

ટીમ કલ્ચરમાં આવેલો મોટો બદલાવ

આ ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે રજત પાટીદારને પૂછવામાં આવ્યું કે, શું આ જીત સાથે ગુજરાત ટાઇટન્સ જેવી મજબૂત ટીમ સાથે અન્યાય થયો છે કે, BCCI ના કોઈ નિર્ણયની અસર પડી છે? ત્યારે કેપ્ટને ખૂબ જ પરિપક્વતાથી જવાબ આપ્યો અને સ્વીકાર્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં RCB ની વિચારસરણી અને ટીમ કલ્ચર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. રજતે કહ્યું કે, '2021 પહેલા આ ટીમમાં શું વાતાવરણ હતું તે મને વિગતવાર ખબર નથી, કારણ કે હું ત્યારે ટીમનો ભાગ નહોતો. પરંતુ જ્યારથી હું આ ફ્રેન્ચાઈઝીમાં આવ્યો છું, મેં જોયું છે કે ખેલાડીઓનું માઇન્ડસેટ ઘણું પોઝિટિવ બની ગયું છે. હવે ટીમ કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાંથી મેચ જીતવાનું હુનર જાણે છે. આ આખો બદલાવ અને સફળતાનો શ્રેય અમારા સપોર્ટ સ્ટાફ અને કોચિંગ સ્ટાફને જાય છે. સૌથી મોટો ફેરફાર એ આવ્યો છે કે હવે ટીમમાં કોઈ નાનો કે મોટો ખેલાડી નથી, દરેક સાથે સમાન વ્યવહાર કરવામાં આવે છે અને આ જ એકતા અમારી તાકાત છે.' બેંગલુરુની ટીમે સાબિત કરી દીધું છે કે ટ્રોફી જીતવા માટે માત્ર મોટા નામોની નહીં પણ પડદા પાછળ રહીને સાચી વ્યૂહરચના બનાવનારા 'અનસંગ હીરો' ની જરૂર હોય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now