Vaibhav Suryavanshi : IPL 2026 ની સિઝન ભારતીય ક્રિકેટ જગત માટે અનેક રીતે ઐતિહાસિક સાબિત થઈ છે, પરંતુ આખી ટૂર્નામેન્ટમાં જો કોઈ એક નામ સૌથી વધુ ગૂંજ્યું હોય તો તે છે યુવા વિસ્ફોટક ઓપનર વૈભવ સૂર્યવંશી. રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા આ લેફટ હાથના વિસ્ફોટક બેટ્સમેને મેદાન પર એવો ધમાકો કર્યો છે કે, દિગ્ગજ બોલરો પણ લાઇન-લેન્થ ભૂલી ગયા હતા. માત્ર 15 વર્ષની અકલ્પનીય ઉંમરે વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગમાં રેકોર્ડ્સનો વરસાદ કરનાર આ ખેલાડીની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી ક્યારે થશે, તેની ચર્ચા ગલી-કુચીથી લઈને સોશિયલ મીડિયા પર શરૂ થઈ ગઈ છે. ક્રિકેટ ફેન્સ હવે તેમને જલ્દીથી જલ્દી બ્લુ જર્સીમાં રમતા જોવા આતુર છે, ત્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફથી પણ તેમના ભવિષ્યને લઈને ખૂબ જ સકારાત્મક અને ઉત્સાહવર્ધક સંકેત સામે આવ્યા છે જે દર્શાવે છે કે, આ યુવા ખેલાડીનું નસીબ ટૂંક સમયમાં ચમકવાનું છે.
1 લાખ 10 હજાર લોકોની હાજરીમાં અનુષ્કાએ આ ક્રિકેટરને લગાવ્યો ગળે: પત્નીની હરકત જોઈને અવાક રહી ગયો કોહલી, વાયરલ થયો વિરાટનો વીડિયો
IPL 2026 માં ધમાકેદાર પ્રદર્શન અને રેકોર્ડ્સ
રાજસ્થાન રોયલ્સના મેનેજમેન્ટે જ્યારે વૈભવ પર ભરોસો મૂક્યો, ત્યારે કોઈએ વિચાર્યું ન હતું કે, 15 વર્ષનો આ છોકરો આખી ટૂર્નામેન્ટ પર રાજ કરશે. વૈભવે IPL 2026 માં વિરોધી ટીમના અનુભવી બોલરોની ધુલાઈ કરીને રનનો પહાડ ખડકી દીધો હતો. સમગ્ર સિઝનમાં સૌથી વધુ રન બનાવીને તેને માત્ર 'ઓરેન્જ કેપ' જ પોતાના નામે નથી કરી, પરંતુ IPL ના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરે ઓરેન્જ કેપ જીતવાનો અતૂટ રેકોર્ડ પણ બનાવી દીધો છે. તેના બેટિંગ પ્રદર્શનની ખાસ વાત તેમનો આક્રમક અંદાજ હતો, જેના કારણે તેમને ટૂર્નામેન્ટના 'ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન', 'મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર (MVP)' અને 'સર્વોચ્ચ સ્ટ્રાઇક રેટ' જેવા અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ્સ મળ્યા છે. આ આંકડા જ સાબિત કરે છે કે, વૈભવ માત્ર લાંબી રેસનો ઘોડો નથી, પરંતુ મોડર્ન ક્રિકેટની જરૂરિયાત છે.
BCCI સચિવના સકારાત્મક સંકેત અને બોર્ડનો પ્લાન
IPL 2026 ની હાઇ-વોલ્ટેજ ફાઇનલ મેચ પૂરી થયા બાદ જ્યારે મીડિયાના કેમેરા અને પત્રકારોએ બોર્ડના અધિકારીઓને ઘેર્યા, ત્યારે વૈભવ સૂર્યવંશીના સિલેક્શનનો મુદ્દો સૌથી મોટો હતો. મીડિયા સાથેની ખાસ વાતચીતમાં BCCI ના સચિવ દેવજીત સૈકિયાએ વૈભવના મુક્તકંઠે વખાણ કર્યા હતા. તેમણે સત્તાવાર સંકેત આપતા જણાવ્યું હતું કે, વૈભવ એક અસાધારણ અને અદ્ભુત પ્રતિભા છે, જેમાં ક્રિકેટ જગત પર રાજ કરવાની ક્ષમતા છે. બોર્ડ સચિવે ખાતરી આપી હતી કે, વૈભવ ક્રિકેટના સર્વોચ્ચ સ્તરે એટલે કે ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર ભારતનું પ્રતિનિધિત્વ કરી શકે તે માટે BCCI તેના તરફથી ગ્રોમિંગ અને ટ્રેનિંગના પૂરતા પ્રયાસો કરશે. બોર્ડના આ સત્તાવાર વલણ બાદ ક્રિકેટના જાણકારો માની રહ્યા છે કે, આગામી મહિનાઓમાં યોજાનારી દ્વિપક્ષીય સિરીઝમાં વૈભવ સૂર્યવંશીને ભારતીય ટીમમાં ડેબ્યુ કરવાની તક મળી શકે છે.
બંગાળ સરકારમાં મંત્રી બન્યો ટીમ ઈન્ડિયાનો આ ધુરંધર: CM સુવેન્દુએ સરકારમાં આપી મોટી જવાબદારી
ટેસ્ટ ક્રિકેટ રમવાનું મોટું સપનું અને ભવિષ્યની તૈયારી
IPL જેવા T20 ફોર્મેટમાં ચોગ્ગા-છગ્ગાની આતશબાજી કરીને ફેન્સના દિલ જીત્યા બાદ, વૈભવ પોતે કંઈક અલગ અને મોટું વિચારી રહ્યા છે. ફાઇનલ મેચના ભવ્ય સમાપન પછી સ્ટાર સ્પોર્ટ્સ સાથેના ખાસ ઇન્ટરવ્યૂમાં વૈભવે પોતાના દિલની વાત અને ભવિષ્યના લક્ષ્યો શેર કર્યા હતા. તેને જણાવ્યું કે, ભલે દુનિયા તેને વ્હાઇટ બોલ ક્રિકેટના સ્ટાર તરીકે જુએ, પણ તેનું અસલી અને સૌથી મોટું સપનું ભારત તરફથી વ્હાઇટ જર્સી પહેરીને 'ટેસ્ટ ક્રિકેટ' રમવાનું છે. વૈભવના મતે ટેસ્ટ ક્રિકેટ જ ખેલાડીની અસલી પરીક્ષા છે અને તેના માટે તેને લાલ બોલથી નેટ્સમાં કલાકો સુધી પરસેવો પાડવાની તૈયારી પણ શરૂ કરી દીધી છે. તે માને છે કે, હજુ સુધી તેમને ફર્સ્ટ-ક્લાસ અને લાંબા ફોર્મેટમાં પોતાની જાતને સાબિત કરવાની પૂરતી તક મળી નથી, પરંતુ જ્યારે પણ તક મળશે ત્યારે તે દેશને નિરાશ નહીં કરે.





