Home Sports Rohit Sharma Odi Retirement Shubman Gill Opening Options Ishan Kishan

Rohit Sharma બાદ Shubman Gill સાથે કોણ કરશે ઓપનિંગ? : ICC ODI World Cup 2027 માટે 4 દાવેદારો વચ્ચે જંગ

Shubman Gill and Rohit Sharma
Published by: Aryan Shah
Last Updated: Jul 17, 2026, 07:24 AM IST

ICC Men's Cricket World Cup 2027 : ઈંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં રમાનારી ત્રીજી ODI બાદ ભારતીય ટીમના અનુભવી ઓપનર Rohit Sharmaના ભવિષ્યને લઈને ચર્ચાઓ તેજ બની છે. મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, લોર્ડ્સ બાદ Rohit Sharmaની ODI ટીમમાં પસંદગી મુશ્કેલ બની શકે છે. જોકે, આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જો Rohit Sharma ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લે છે અથવા સિલેક્ટર્સ ભવિષ્યને ધ્યાનમાં રાખીને યુવા ખેલાડીઓને તક આપવાનો નિર્ણય કરે છે, તો ભારત માટે ઓપનિંગ કોમ્બિનેશનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં 2027ના ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને Shubman Gill સાથે ઇનિંગ્સની શરૂઆત કોણ કરશે તે સૌથી મોટો ચર્ચાનો વિષય બની ગયો છે. ભારત પાસે એવા અનેક યુવા અને પ્રતિભાશાળી ઓપનરો છે, જેમણે ડોમેસ્ટિક ક્રિકેટ, IPL અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની ક્ષમતાનો પુરાવો આપ્યો છે અને Rohit Sharmaના સંભવિત ઉત્તરાધિકારી તરીકે પોતાનો દાવો મજબૂત બનાવ્યો છે.

1. Abhishek Sharma : આક્રમક અભિગમ સાથેનો સૌથી ખતરનાક ઓપ્શન

25 વર્ષના Abhishek Sharmaએ ટૂંકા સમયમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી અલગ ઓળખ બનાવી છે. ટીમ ઈન્ડિયા માટે તેણે અત્યાર સુધી 53 T20 ઇન્ટરનેશનલ મેચમાં 52 ઇનિંગ્સ દરમિયાન 1,618 રન બનાવ્યા છે. તેની એવરેજ 32.36 જ્યારે સ્ટ્રાઇક રેટ 190.35 રહ્યો છે. તેના નામે 2 સદી અને 11 અડધી સદી નોંધાયેલી છે. IPLમાં પણ Abhishek Sharmaનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેની આક્રમક શરૂઆત મેચનું ચિત્ર બદલી શકે છે. જો ભારતીય ટીમ ભવિષ્યને ધ્યાનમાં રાખીને આક્રમક ઓપનિંગ જોડી બનાવવા માંગતી હોય તો Shubman Gill સાથે Abhishek Sharmaની જોડી સૌથી મજબૂત ઓપ્શન બની શકે છે.

Abhishek Sharma - ઓવરઓલ ઇન્ટરનેશનલ કારકિર્દી

સમયગાળો

મેચ

ઇનિંગ્સ

રન

સર્વોચ્ચ સ્કોર

એવરેજ

સ્ટ્રાઇક રેટ

સદી

અડધી સદી

ચોગ્ગા

છગ્ગા

2024–2026

53

52

1,618

135

32.36

190.35

2

11

162

104

આ પણ ખાસ વાંચો : 2027 વર્લ્ડ કપની યોજનામાં રોહિત શર્મા નહીં? : BCCIએ આપ્યો મોટો સંકેત, લોર્ડ્સ ODI બની શકે છેલ્લી મેચ

2. Yashasvi Jaiswal : લાંબી ઇનિંગ રમવાની ક્ષમતા ધરાવતો સ્ટાર

Yashasvi Jaiswal ભારતના સૌથી પ્રતિભાશાળી યુવા બેટ્સમેનોમાં ગણાય છે. ODIમાં તેણે મર્યાદિત તક છતાં પ્રભાવશાળી પરફોર્મન્સ કર્યું છે. અત્યાર સુધી રમેલી 6 ODI મેચમાં તેણે 285 રન બનાવ્યા છે, જેમાં બે સદી સામેલ છે. તેની એવરેજ 71.25 રહી છે. ઓવરઓલ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પણ Yashasvi Jaiswalએ સતત રન બનાવ્યા છે. 58 મેચમાં 3,543 રન સાથે તેની એવરેજ 46.61 છે. લાંબી ઇનિંગ રમવાની ક્ષમતા, ટેકનિક અને લેફ્ટી-રાઇટી કોમ્બિનેશનને કારણે Shubman Gill સાથે તેની જોડી ખૂબ અસરકારક બની શકે છે.

Yashasvi Jaiswal - ઓવરઓલ ઇન્ટરનેશનલ કારકિર્દી

સમયગાળો

મેચ

ઇનિંગ્સ

રન

સર્વોચ્ચ સ્કોર

એવરેજ

સ્ટ્રાઇક રેટ

સદી

અડધી સદી

ચોગ્ગા

છગ્ગા

2023–2026

58

82

3,543

214*

46.61

77.57

10

18

433

90

3. Ruturaj Gaikwad : ક્લાસિક ટેકનિક અને સ્થિરતા

Ruturaj Gaikwadને ભારતના સૌથી ટેક્નિકલ બેટ્સમેનોમાં ગણવામાં આવે છે. ODIમાં તેણે અત્યાર સુધી 9 મેચમાં 228 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને એક અડધી સદી સામેલ છે. તે ઓપનિંગ ઉપરાંત મિડલ ઓર્ડરમાં પણ સફળતાપૂર્વક બેટિંગ કરી શકે છે. તેની શાંત બેટિંગ સ્ટાઇલ અને મોટી ઇનિંગ રમવાની ક્ષમતા ભારતીય ટીમ માટે મહત્વપૂર્ણ બની શકે છે. IPLમાં કેપ્ટન તરીકેનો અનુભવ પણ તેને અન્ય દાવેદારો કરતાં અલગ બનાવે છે.

Ruturaj Gaikwad - ઓવરઓલ ઇન્ટરનેશનલ કારકિર્દી

સમયગાળો

મેચ

ઇનિંગ્સ

રન

સર્વોચ્ચ સ્કોર

એવરેજ

સ્ટ્રાઇક રેટ

સદી

અડધી સદી

ચોગ્ગા

છગ્ગા

2021–2025

32

28

861

123*

35.87

123.88

2

5

93

26

4. Ishan Kishan : ઓપનિંગ સાથે વિકેટકીપિંગનો ડબલ ફાયદો

ચોથા અને ખૂબ જ મજબૂત ઓપ્શન તરીકે Ishan Kishanનું નામ પણ ચર્ચામાં છે. ડાબોડી ઓપનર હોવાની સાથે તે વિકેટકીપર પણ છે, જેના કારણે ટીમ કોમ્બિનેશનમાં વધારાનો સંતુલન મળે છે. જો ભારતીય ટીમ એક એવો ખેલાડી શોધી રહી હોય જે ટોચના ક્રમે ઝડપી શરૂઆત કરાવી શકે અને સાથે વિકેટકીપિંગની જવાબદારી પણ સંભાળી શકે, તો Ishan Kishan સૌથી ઉપયોગી ઓપ્શન બની શકે છે. વર્ષ 2026 દરમિયાન Ishan Kishanએ કુલ 24 મેચની 23 ઇનિંગ્સમાં 827 રન બનાવ્યા હતા. તેની એવરેજ 35.95 જ્યારે સ્ટ્રાઇક રેટ 174.47 રહ્યો હતો. આ દરમિયાન તેણે 2 સદી અને 5 અડધી સદી ફટકારી હતી. તેનો સર્વોચ્ચ સ્કોર 125 રહ્યો હતો. તેણે 87 ચોગ્ગા અને 45 છગ્ગા ફટકાર્યા હતા, જે તેની આક્રમક બેટિંગનો પુરાવો આપે છે.

Ishan Kishan - ઓવરઓલ ઇન્ટરનેશનલ કારકિર્દી

સમયગાળો

મેચ

ઇનિંગ્સ

રન

સર્વોચ્ચ સ્કોર

એવરેજ

સ્ટ્રાઇક રેટ

સદી

અડધી સદી

ચોગ્ગા

છગ્ગા

2021–2026

85

82

2,634

210

34.20

124.36

3

19

269

116

આ પણ ખાસ વાંચો : CSKના નવા કોચ કોણ? : અશ્વિને લીધું આ ક્રિકેટરનું નામ, કહ્યું- 'તેમનાથી શ્રેષ્ઠ વિકલ્પ કોઈ નથી'

2027 વર્લ્ડ કપ માટે સૌથી મજબૂત દાવેદાર કોણ?

ભારત પાસે ઓપનિંગ માટે અનેક ઓપ્શનો ઉપલબ્ધ છે. Abhishek Sharma આક્રમક શરૂઆત આપી શકે છે, Yashasvi Jaiswal લાંબી ઇનિંગ રમવાની ક્ષમતા ધરાવે છે, Ruturaj Gaikwad સ્થિરતા આપે છે, જ્યારે Ishan Kishan ઓપનિંગ સાથે વિકેટકીપિંગનો વધારાનો ઓપ્શન પણ આપે છે. અંતિમ નિર્ણય ખેલાડીઓના આગામી બે વર્ષના પરફોર્મન્સ, ફોર્મ, ફિટનેસ અને ટીમની જરૂરિયાતોને આધારે લેવામાં આવશે. હાલમાં Rohit Sharmaના ભવિષ્ય અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ જો બદલાવ આવે તો આ ચાર ખેલાડીઓ સૌથી મજબૂત દાવેદારો તરીકે સામે આવે છે.

ચારેય ખેલાડીઓની સરખામણી (એક નજરમાં)

ખેલાડી

મેચ

રન

એવરેજ

સ્ટ્રાઇક રેટ

સદી

અડધી સદી

સર્વોચ્ચ સ્કોર

Abhishek Sharma

53

1,618

32.36

190.35

2

11

135

Yashasvi Jaiswal

58

3,543

46.61

77.57

10

18

214*

Ruturaj Gaikwad

32

861

35.87

123.88

2

5

123*

Ishan Kishan

85

2,634

34.20

124.36

3

19

210

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now