Home Sports Liam Livingstone And Rashid Khan Both Have One Record Each In Their Names

Liam Livingstone એ એક શાનદાર રેકોર્ડ બનાવ્યો : અને Rashid Khan ના નામે એક શરમનજક રેકોર્ડ

Liam Livingstone એ એક શાનદાર રેકોર્ડ બનાવ્યો
Published by: OBS Bureau
Last Updated: Aug 14, 2025, 08:45 AM IST

લિયામ લિવિંગસ્ટોન રેકોર્ડ:

લિયામ લિવિંગસ્ટને મેન્સ ધ હન્ડ્રેડ 2025 માં સ્પિનર રાશિદ ખાન સામે તોફાની બેટિંગ કરી હતી. ધ હન્ડ્રેડ 2025 ની 10મી લીગ મેચમાં Birmingham Phoenix તરફથી રમતા, લિવિંગસ્ટને Oval Invincibles સામે 27 બોલમાં 69 રનની ઇનિંગ રમી હતી જેમાં તેને 7 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. લિવિંગસ્ટને આ મેચમાં રાશિદ ખાન સામે 8 બોલમાં 32 રન બનાવ્યા હતા અને એક ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો.

T20 માં રાશિદ ખાન સામે સૌથી વધુ રન

લિયામ લિવિંગસ્ટોન - 200 રન

કિરોન પોલાર્ડ - 125 રન

સૂર્યકુમાર યાદવ - 124 રન

સંજુ સેમસન - 121 રન

લિવિંગસ્ટોન હવે T20 ક્રિકેટમાં રાશિદ ખાન સામે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેને T20 માં રાશિદ ખાન સામે 200 રન બનાવ્યા છે અને આવું કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે.

T20માં રાશિદ ખાન સામે સૌથી વધુ છગ્ગા મારનારા બેટ્સમેન

લિયામ લિવિંગસ્ટોન - 21

ક્રિસ ગેલ - 12

કિરોન પોલાર્ડ - 9

આન્દ્રે રસેલ - 9

શિમરોન હેટમાયર - 8

એટલું જ નહીં, લિવિંગસ્ટોન T20 માં રાશિદ ખાન સામે સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન છે. લિવિંગસ્ટોને રાશિદ સામે 21 છગ્ગા માર્યા છે જે એક રેકોર્ડ છે. આ ઉપરાંત, રાશિદ ખાન 'ધ હન્ડ્રેડ'માં કોઈપણ બોલર દ્વારા મેચમાં સૌથી વધુ રન આપનાર બોલર બની ગયો છે. બર્મિંગહામ ફોનિક્સ સામેની મેચમાં રાશિદ ખાને 4 ઓવરમાં 59 રન આપ્યા હતા અને કોઈ વિકેટ લઈ શક્યો ન હતો.

હન્ડ્રેડમાં બોલરે આપેલા સૌથી વધુ રન

બોલરનું નામ

બોલ

રન

વિકેટ

રાશિદ ખાન

20 બોલ

59 રન

0

ડેવિડ વિઝ

20 બોલ

53 રન

1

ડેવિડ પેયન

20 બોલ

53 રન

1

સ્ટીવન ફિન

20 બોલ

51 રન

2

ક્રિસ વુડ

20 બોલ

49 રન

0

મેચની વાત કરીએ તો, ફોનિક્સ ટીમે મેચ ૪ વિકેટથી જીતવામાં સફળતા મેળવી. પહેલા ઓવલ ઇન્વિન્સિબલ્સે બેટિંગ કરી અને 100 બોલમાં 8 વિકેટે 180 રન બનાવ્યા, ત્યારબાદ બર્મિંગહામ ફોનિક્સ ટીમે બે બોલ બાકી રહેતા 6 વિકેટે 182 રન બનાવીને મેચ જીતી લીધી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now