Home Gujarat Vadodara Pm Modi Vadodara Roadshow Sardardham Inauguration Gujarat

વડોદરામાં મોદીનો ભવ્ય રોડ શો : વડોદરામાં PMના હસ્તે સરદાર ધામ-3નું લોકાર્પણ, 'સરદાર ગૌરવ રત્ન' એવોર્ડથી સન્માનિત

PM Modi Vadodara Visit Update
Published by: Viral Patel
Last Updated: May 11, 2026, 02:42 PM IST

PM Modi Vadodara Visit Update: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (11 મે) ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે. સોમનાથ મહાદેવના ચરણે વંદન કર્યા બાદ વડાપ્રધાન હવે સંસ્કારી નગરી વડોદરા પહોંચી ગયા છે. અહીં તેઓ સરદારધામ-3નું લોકાર્પણ કરશે અને ત્યારબાદ ગદા સર્કલથી એરપોર્ટ સુધી એક ભવ્ય રોડ શો દ્વારા જનતાનું અભિવાદન ઝીલશે.

PM મોદીના હસ્તે સરદારધામ-3નું લોકાર્પણ
સોમનાથ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા પહોંચ્યા છે. વડોદરાવાસીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી ભેટ આપી છે. વડાપ્રધાન મોદીના હસ્તે સરદારધામ-3નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વડોદરામાં સરદાર ધામ 3નું લોકાર્પણ પીએમ મોદીએ કર્યું છે. 2 હજાર વિદ્યાર્થીઓને રહેવા-ભણવાની સુવિધા. અત્યાધુનિક સુવિધાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચિંગની વ્યવસ્થા કરવામાં આવી. હાઈટેક સુરક્ષા પ્રણાલી સાથેનું સંકુલ ઉભુ કરાયું. 4 લાખ 75 હજાર સ્કવેરફૂટમાં ભવન તૈયાર કરાયું. 400 વિદ્યાર્થીઓની ક્ષમતાવાળી ઈ-લાયબ્રેરી ઉભી કરાઈ.

પાટીદાર સમાજમાં આંતરજ્ઞાતિય લગ્ન મુદ્દે બે ફાંટા : અનાર પટેલ અને લાલજી પટેલના વિરોધાભાસી સૂર

બંગાળી થીમ પર ભવ્ય રોડ શો

વડોદરાના માર્ગો પર PM મોદીના સ્વાગત માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ગદા સર્કલથી એરપોર્ટના રૂટ પર 15 અલગ-અલગ થીમ આધારિત સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળની જીતને વધાવવા માટે રોડ શોમાં બંગાળી સંસ્કૃતિ અને અભિવાદનની વિશેષ થીમ રાખવામાં આવી છે. સમગ્ર રૂટને અદભૂત લાઇટિંગ, પોસ્ટર્સ અને બેનરોથી શણગારવામાં આવ્યો છે. સુરક્ષાના ભાગરૂપે થ્રી-લેયર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે.

ગરમીને જોતા વિશેષ સુવિધાઓ

વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા રોડ શોના રૂટ પર લોકો માટે પીવાના પાણી અને ORSની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ટ્રાફિક માટે વૈકલ્પિક માર્ગોની પણ જાહેરાત કરવામાં આવી છે જેથી નાગરિકોને હાલાકી ન પડે.

રાજકોટમાં દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ! : પોલીસ સ્ટેશનની એકદમ નજીક ચાલતું હતું કૂટણખાનું, 6 મહિલાઓ મુક્ત

સોમનાથમાં 'ઓપરેશન શક્તિ'ને યાદ કર્યું

આજે સવારે સોમનાથ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સોમનાથ અમૃત મહોત્સવ’માં હાજરી આપતા PM મોદી ભાવુક જણાતા હતા. તેમણે 11 મે, 1998ના પોખરણ પરમાણુ પરીક્ષણ (ઓપરેશન શક્તિ) ને યાદ કરતા કહ્યું કે, "ત્યારે વિશ્વની શક્તિઓ ભારતને દબાવવા માંગતી હતી, પરંતુ ભારત અડગ રહ્યું. શિવની સાથે શક્તિની પૂજા એ આપણી પરંપરા છે."

વડોદરામાં આજના આ કાર્યક્રમો શહેરના ઇતિહાસમાં એક નવું સંસ્મરણ ઉમેરશે, જેમાં વિકાસ અને સાંસ્કૃતિક ગૌરવનો સંગમ જોવા મળી રહ્યો છે.

સોમનાથમાં PM મોદીએ યાદ કર્યું ‘ઓપરેશન શક્તિ’

આ પહેલાં સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરમાં યોજાયેલા પ્રાણ-પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમમાં હાજરી આપી હતી. પોતાના સંબોધનમાં તેમણે 11 મે 1998ના પોખરણ પરમાણુ પરીક્ષણને યાદ કર્યું. PM મોદીએ કહ્યું કે આ દિવસ માત્ર ધાર્મિક રીતે જ નહીં પરંતુ રાષ્ટ્રીય ગૌરવ માટે પણ મહત્વનો છે. તેમણે જણાવ્યું કે પોખરણ પરમાણુ પરીક્ષણ બાદ વિશ્વભરની અનેક શક્તિઓએ ભારત પર દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારત ડર્યું નહીં. તેમણે જણાવ્યું કે ભારતે તે પરીક્ષણને ‘ઓપરેશન શક્તિ’ નામ આપ્યું હતું કારણ કે આપણા દેશમાં ભગવાન શિવ સાથે શક્તિની આરાધનાની પરંપરા છે. PMએ ભગવાન સોમનાથને નમન કરતાં દેશના વૈજ્ઞાનિકો અને રાષ્ટ્રીય શક્તિને અભિનંદન પાઠવ્યા હતા. તેમના આ નિવેદનને રાજકીય અને રાષ્ટ્રીય સુરક્ષા બંને દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

સરદારધામ-3 પ્રોજેક્ટ કેમ મહત્વનો?

સરદારધામ પ્રોજેક્ટ ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ ગણાય છે. શિક્ષણ, હોસ્ટેલ સુવિધા અને સામાજિક વિકાસના હેતુથી આ સંસ્થા કાર્યરત છે. સરદારધામ-3નું લોકાર્પણ વડોદરા અને આસપાસના વિદ્યાર્થીઓ માટે નવી તક ઉભી કરશે. આ પ્રોજેક્ટ દ્વારા આધુનિક સુવિધાઓ, રહેવાની વ્યવસ્થા અને તાલીમ કેન્દ્રો ઉપલબ્ધ થવાની શક્યતા છે. રાજ્ય સરકાર અને સામાજિક સંસ્થાઓ આ પ્રકારના પ્રોજેક્ટને યુવાનોના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ ગણાવે છે. PM મોદીના હાથેથી લોકાર્પણ થવાને કારણે આ કાર્યક્રમને વિશેષ રાજકીય અને સામાજિક મહત્વ મળ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now