Home International Pm Modi Italy Visit Giorgia Meloni Hosts Dinner Rome Colosseum Tour Viral Video

રોમની ચમકતી રાત અને કારમાં સાથે સફર... : પીએમ મેલોનીએ નરેન્દ્ર મોદીને ખાસ અંદાજમાં આખું રોમ ફેરવ્યું, જુઓ વાયરલ વીડિયો

PM Modi Rome Visit
Image Credit: TWITTER
Published by: Nirali Gohil
Last Updated: May 20, 2026, 05:09 AM IST

PM Modi Rome Visit: રોમની ચમકતી રાત, ઐતિહાસિક કોલોસિયમનો મનમોહક નજારો અને દુનિયાના બે મોટા નેતાઓની ખાસ મુલાકાત... ઇટાલીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કોઈ વૈશ્વિક નેતા નહિ પણ એક અત્યંત ખાસ મિત્ર આવી રહ્યો હોય તેવા અંદાજમાં કરવામાં આવ્યું હતું. નોર્વેનો પ્રવાસ પૂર્ણ કરીને વડાપ્રધાન મોદી મંગળવારે રાત્રે જ્યારે ઇટાલીની રાજધાની રોમ પહોંચ્યા, ત્યારે ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ ખુદ હાજર રહીને તેમનું અદભુત સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે ગજબની કેમિસ્ટ્રી જોવા મળી હતી. બંનેએ સાથે ડિનર લીધું હતું અને ત્યારબાદ કારમાં સફર કરીને રોમના સૌથી પ્રખ્યાત ઐતિહાસિક સ્થળ 'કોલોસિયમ'ની મુલાકાત લીધી હતી.

આ ખાસ મુલાકાતની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ફોટો શેર કરીને લખ્યું, "રોમ પહોંચ્યા બાદ વડાપ્રધાન મેલોની સાથે ડિનર પર મળવાની તક મળી. ત્યારબાદ અમે ઐતિહાસિક કોલોસિયમની મુલાકાત લીધી અને અનેક મહત્વના મુદ્દાઓ પર પોતાના વિચારો શેર કર્યા. આજે થનારી સત્તાવાર વાર્તાલાપની હું આતુરતાથી રાહ જોઈ રહ્યો છું, જ્યાં ભારત-ઇટાલીની દોસ્તીને વધુ મજબૂત કરવા પર ચર્ચા ચાલુ રહેશે."

આ પણ વાંચો: ભારત-ઇટાલી હવે માત્ર મિત્ર નથી!: PM મોદી અને જ્યોર્જિયા મેલોનીએ 10 પોઇન્ટ્સમાં જણાવી મજબૂત સંબંધોની મોટી બુનિયાદ

રોમની હોટલમાં પ્રવાસી ભારતીયોનું ભવ્ય સ્વાગત

પીએમ મોદીના સ્વાગત માટે માત્ર ઇટાલી સરકાર જ નહીં, પરંતુ ત્યાં વસતા પ્રવાસી ભારતીયો (Indian Diaspora) પણ ભારે ઉત્સાહમાં જોવા મળ્યા હતા. એરપોર્ટથી લઈને હોટલ સુધી પીએમ મોદીના સ્વાગત માટે લોકો લાઈનો લગાવીને ઉભા હતા. હોટલ પહોંચતા જ ભારતીય સમુદાયે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ દરમિયાન એક નાના બાળકે પીએમ મોદીને પોતાના હાથે બનાવેલી એક સુંદર પેઇન્ટિંગ ભેટમાં આપી હતી, જેના પર પીએમ મોદીએ ખુશ થઈને ઓટોગ્રાફ આપ્યો હતો. પીએમ મોદીને મળવા આવેલા લોકોમાં સનાતન ધર્મ સંઘના પ્રતિનિધિઓ પણ સામેલ હતા.

આ પણ વાંચો: "Welcome to Rome, my friend!...": મેલોનીએ કોલોસિયમ સામે PM મોદી સાથે સેલ્ફી શેર કરી, મળ્યા લાખો વ્યુઝ

ઇટાલીની સંસદે 'સનાતન ધર્મ'ને આપી સત્તાવાર માન્યતા

ન્યૂઝ એજન્સી એએનઆઈ (ANI) ના અહેવાલ મુજબ, વડાપ્રધાન મોદીને મળનારા લોકોમાં સ્વામિનિ શુદ્ધાનંદા ઘિરી પણ સામેલ હતા. તેમણે પીએમ મોદી સાથે મુલાકાત કર્યા બાદ મીડિયાને જણાવ્યું કે, "હું ખૂબ જ ખુશ છું. ૨૦૨૧ પછી આ બીજી વાર છે જ્યારે અમે પીએમ મોદીને મળ્યા છીએ. તેઓ અમારા મિશનને સતત ટેકો આપી રહ્યા છે. અમારા માટે સૌથી ગર્વની વાત એ છે કે, સનાતન ધર્મ સંઘને ઇટાલીની સંસદ દ્વારા સત્તાવાર ધર્મ (Official Religion) તરીકે માન્યતા આપવામાં આવી છે."

વેપાર અને રોકાણમાં ભારત-ઇટાલીનો નવો રેકોર્ડ

વડાપ્રધાન મોદીનો આ ઇટાલી પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે બંને દેશો વચ્ચેના આર્થિક અને વ્યાપારી સંબંધો રેકોર્ડ સ્તરે મજબૂત થઈ રહ્યા છે. ભારત અને ઇટાલી હાલમાં ૨૦૨૫-૨૦૨૯ના સંયુક્ત વ્યૂહાત્મક એક્શન પ્લાન (Joint Strategic Action Plan) પર ઝડપથી કામ કરી રહ્યા છે. આ યોજના હેઠળ સંરક્ષણ, ક્લીન એનર્જી, વિજ્ઞાન-ટેકનોલોજી અને વેપાર વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આંકડાઓ અનુસાર, વર્ષ ૨૦૨૫માં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ૧૬.૭૭ અબજ અમેરિકી ડોલર સુધી પહોંચી ગયો હતો. આ સિવાય એપ્રિલ ૨૦૦૦થી સપ્ટેમ્બર ૨૦ctx વર્ષ સુધીમાં ઇટાલી તરફથી ભારતમાં ૩.૬૬ અબજ ડોલરનું સીધું વિદેશી રોકાણ (FDI) આવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now