Krunal Pandya : ભારતીય ક્રિકેટમાં જ્યારે પણ પંડ્યા બ્રધર્સની વાત આવે છે, ત્યારે ફેન્સના મનમાં હાર્દિક અને કૃણાલની તે જોડી યાદ આવે છે, જે હંમેશા હસતી-રમતી અને એકબીજાને સપોર્ટ કરતી જોવા મળે છે. જોકે, IPL 2026 દરમિયાન સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે, બંને ભાઈઓ વચ્ચે બધું બરાબર નથી. મેદાન પરના તેમના વર્તન અને સોશિયલ મીડિયાની એક્ટિવિટીને જોઈને ફેન્સ અટકળો લગાવી રહ્યા હતા. આખરે, કૃણાલ પંડ્યાએ આ ગંભીર સવાલ પર એવી રીતે જવાબ આપ્યો છે કે, જેનો વીડિયો અત્યારે ઇન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ રહ્યો છે.
મેદાન પરની કડવાશ અને ફેન્સની ચિંતા
હાલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રમાયેલી હાઇ-વોલ્ટેજ મેચ દરમિયાન કંઈક અજુગતું જોવા મળ્યું હતું. સામાન્ય રીતે જ્યારે હાર્દિક અને કૃણાલ આમને-સામને હોય ત્યારે બંને વચ્ચે હળવી મજાક જોવા મળતી હોય છે, પરંતુ આ મેચમાં બંનેના હાવભાવ કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર યુઝર્સે નોંધ્યું કે, બંને વચ્ચે વાતચીત ઓછી હતી અને એકબીજા પ્રત્યે નારાજગી હોય તેવું લાગતું હતું. આ ઘટના બાદ ટ્વિટર (X) અને ઇન્સ્ટાગ્રામ પર "પંડ્યા બ્રધર્સ ફાઇટ" ટ્રેન્ડ થવા લાગ્યું હતું, જેના કારણે ફેન્સમાં ચિંતા વધી હતી.
પોડકાસ્ટમાં પૂછાયો સીધો સવાલ
જ્યારે અફવાઓ ખૂબ વધી ગઈ, ત્યારે કૃણાલ પંડ્યા દાનિશ સૈત દ્વારા હોસ્ટ કરવામાં આવતા પ્રખ્યાત RCB પોડકાસ્ટમાં મહેમાન તરીકે હાજર રહ્યો હતો. અહીં દાનિશ સૈતે કોઈ પણ જાતનો સંકોચ રાખ્યા વગર કૃણાલને સીધો જ પ્રશ્ન પૂછ્યો કે, "શું મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન (હાર્દિક) અને તમારી વચ્ચે બધું બરાબર છે? કે પછી કોઈ મોટી લડાઈ ચાલી રહી છે?" આ સવાલ સાંભળતા જ કૃણાલ થોડીવાર માટે અચકાયો હતો અને તેને સ્મિત સાથે વાતને ટાળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, જ્યારે તેને ફરીથી આગ્રહ કરવામાં આવ્યો ત્યારે કૃણાલ પંડ્યાએ ટૂંકમાં પણ સ્પષ્ટતા કરતા કહ્યું કે, "હા, બધું બરાબર છે."
આ પણ ખાસ વાંચો : 14 મી ઓવરમાં હાર્દિકે તિલકને એવું તો શું કહ્યું કે આખી ગેમ બદલાઈ? : કેપ્ટનની એક બૂમથી તિલક વર્માએ મેદાનમાં મચાવ્યો તરખાટ!
WWE સાથેની સરખામણી
પોડકાસ્ટ દરમિયાન વાતચીત વધુ રસપ્રદ ત્યારે બની જ્યારે હોસ્ટે મજાકમાં પંડ્યા બ્રધર્સની સરખામણી WWE ના ફેમસ ભાઈઓ 'કેન અને અંડરટેકર' સાથે કરી. દાનિશે ટિપ્પણી કરી કે, જેમ તે બંને દિગ્ગજ ભાઈઓ પણ ક્યારેક ક્યારેક લડતા હોય છે, તેમ શું તમે પણ લડો છો? આ સાંભળીને કૃણાલ ખડખડાટ હસી પડ્યો હતો. તેણે આડકતરી રીતે એવો સંકેત આપ્યો કે, ભાઈઓ વચ્ચે નાના-મોટા મતભેદો હોવા સ્વાભાવિક છે, પરંતુ તેનો અર્થ એ નથી કે, તેમની વચ્ચે કોઈ કાયમી તિરાડ પડી ગઈ છે.
યુવા ખેલાડી મુકુલ ચૌધરી સાથેનો વિવાદ
આ જ મુલાકાતમાં કૃણાલે લખનઉ સુપર જાયન્ટ્સના યુવા પ્લેયર મુકુલ ચૌધરીને 'સ્લેજ' કરવાના આરોપો પર પણ ખુલાસો કર્યો હતો. મેદાન પર કૃણાલ જે રીતે મુકુલ સાથે વાત કરતો હતો તેને જોઈને લોકોને લાગ્યું કે તે યુવા ખેલાડી પર ગુસ્સે થઈ રહ્યો છે. કૃણાલે આ વિશે જણાવ્યું કે, "મેં તેને માત્ર એટલું જ કહ્યું હતું કે તું જુવાન છે અને તારામાં તાકાત છે, તો પેડલ શોટ રમવાને બદલે લોંગ-ઓન ઉપરથી સિક્સર માર. તે માત્ર એક રમુજી સલાહ હતી." કૃણાલે અંતમાં ઉમેર્યું કે તેના લૂક અને હેરસ્ટાઇલને કારણે લોકો તેને કારણ વગર ગંભીર માની લે છે.





