Home Sports Hardik Vs Krunal Pandya Ipl 2026 Viral Moment

પંડ્યા બ્રધર્સ વચ્ચે પડી તિરાડ! : શું તૂટી રહ્યો છે હાર્દિક-કૃણાલનો અતૂટ સંબંધ?

Hardik Pandya and Krunal Pandya
Published by: Aryan Shah
Last Updated: Apr 13, 2026, 05:58 AM IST

Pandya Brothers : IPL 2026 ની રવિવારે રમાયેલી હાઇ-વોલ્ટેજ મેચમાં ક્રિકેટપ્રેમીઓને એક એવો નજારો જોવા મળ્યો જેની કોઈએ કલ્પના કરી ન હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની ટક્કર દરમિયાન પંડ્યા ભાઈઓ એટલે કે, હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા વચ્ચેના સંબંધોમાં ખટાશ હોવાના સ્પષ્ટ સંકેતો મળ્યા છે. મેદાન પર બંને ભાઈઓ વચ્ચે હંમેશા જોવા મળતી મસ્તી આ વખતે ગાયબ હતી.

મેચનો સ્કોર અને પરિણામ

વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ બેટિંગ કરતાં RCB એ 4 વિકેટે 240 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 5 વિકેટે 222 રન જ બનાવી શકી અને RCB નો 18 રનથી વિજય થયો. જોકે, આ હાર-જીત કરતાં પણ વધુ ચર્ચા પંડ્યા ભાઈઓના વર્તનની થઈ રહી છે.

મેદાન પર જોવા મળી ગંભીરતા

જ્યારે હાર્દિક પંડ્યા બેટિંગ કરવા આવ્યો ત્યારે સામે કૃણાલ પંડ્યા બોલિંગ કરી રહ્યો હતો. સામાન્ય રીતે એકબીજા સાથે હસતા-રમતા જોવા મળતા ભાઈઓ વચ્ચે આ વખતે ગંભીરતા જોવા મળી હતી. કૃણાલે બાઉન્સર નાખીને હાર્દિકનું સ્વાગત કર્યું અને હાર્દિકે પણ તેને ઠંડી નજરે જોઈને જવાબ આપ્યો. બંને વચ્ચે કોઈ પણ પ્રકારની વાતચીત જોવા મળી ન હતી.

કૃણાલનો આક્રમક જશ્ન

મેચની સૌથી ચર્ચાસ્પદ ક્ષણ ત્યારે આવી જ્યારે હાર્દિક પંડ્યા આઉટ થયો. જેકબ ડફીએ હાર્દિકની વિકેટ લીધી ત્યારે કૃણાલ પંડ્યાએ ખૂબ જ આક્રમક રીતે ઉજવણી કરી હતી. પોતાની ટીમના સાથી ભાઈની વિકેટ પર આવો ઉગ્ર જશ્ન જોઈને સોશિયલ મીડિયા પર લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. આ વીડિયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

હાથ મિલાવવાનું પણ ટાળ્યું

મેચ પૂરી થયા પછી જ્યારે બંને ટીમના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવતા હોય છે, ત્યારે પણ હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા એકબીજાને મળ્યા ન હતા. બંનેએ એકબીજાને જોવાનું કે હાથ મિલાવવાનું ટાળ્યું હતું. આ ઘટનાએ ચાહકોના મનમાં એ સવાલ ઊભો કર્યો છે કે શું પંડ્યા પરિવારમાં બધુ બરાબર નથી?

આ પણ ખાસ વાંચો : 29 છગ્ગા અને 36 ચોગ્ગાની આતશબાજી : હાઈ-વોલ્ટેજ મેચમાં RCBએ મુંબઈ ઈન્ડિયન્સને તેના જ ઘરમાં હરાવ્યું

જૂના સંકેતો અને અટકળો

આ વિવાદની શરૂઆત અગાઉ જ થઈ ચૂકી હોવાનું માનવામાં આવે છે. T20 વર્લ્ડ કપમાં હાર્દિકના સારા પ્રદર્શન પર કૃણાલનું મૌન અને સોશિયલ મીડિયા પર એકબીજાને જન્મદિવસની શુભેચ્છા ન આપવી જેવી બાબતો પણ આ તરફ ઈશારો કરે છે. હાલમાં બંને ભાઈઓ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી, પરંતુ મેદાન પરની આ ઠંડક ઘણા મોટા સંકેતો આપી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now