IPLની એક અત્યંત રોમાંચક અને હાઈ-પ્રોફાઈલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મુંબઈ ઈન્ડિયન્સ પર 18 રને વિજય મેળવ્યો છે. મુંબઈના હોમ ગ્રાઉન્ડ Wankhede Stadium પર રમાયેલી આ મેચમાં રનનો પહાડ જોવા મળ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા RCBએ 240 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો, જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 215 રન જ બનાવી શકી હતી. બેંગલુરુ તરફથી Phil Salt એ 78 રનની આક્રમક ઈનિંગ રમીને મોટા સ્કોરનો પાયો નાખ્યો હતો.
ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ
આ મેચમાં બેટ્સમેનોનું વર્ચસ્વ એટલું હતું કે બંને ટીમોનો સ્કોર મળીને કુલ 462 રન થયા હતા. આખી મેચ દરમિયાન ચાર બેટ્સમેનોએ અર્ધશતક ફટકાર્યા હતા, જેના કારણે મેદાનમાં ચોગ્ગા અને છગ્ગાની હેલી જોવા મળી હતી. સમગ્ર મુકાબલામાં કુલ 29 છગ્ગા અને 36 ચોગ્ગા વાગ્યા હતા. મુંબઈ તરફથી Sherfane Rutherford એ માત્ર 31 બોલમાં 71 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી, જેમાં તેમણે 9 સિક્સર ફટકારી ટીમને કારમી હારમાંથી ઉગારી હતી.
રધરફોર્ડે મુંબઈની લાજ બચાવી
એક સમયે 17 ઓવરના અંતે મુંબઈ ઈન્ડિયન્સે 5 વિકેટ ગુમાવીને 166 રન કર્યા હતા. જો આ સ્થિતિ ચાલુ રહી હોત તો મુંબઈ વાનખેડે સ્ટેડિયમ પર રનની દૃષ્ટિએ પોતાની સૌથી મોટી હારનો સામનો કરી રહ્યું હોત. અગાઉ મુંબઈની ઘરઆંગણે સૌથી મોટી હાર 39 રનની રહી છે. જોકે, રધરફોર્ડે અંતિમ 3 ઓવરમાં આક્રમક બેટિંગ કરી ટીમનો સ્કોર 200ને પાર પહોંચાડ્યો હતો. અંતિમ ઓવરોમાં મુંબઈએ 56 રન બનાવ્યા હતા, જે હારનું અંતર ઘટાડવામાં અને નેટ રન રેટ જાળવવામાં Hardik Pandya ની ટીમ માટે ખૂબ જ મહત્વના સાબિત થયા.
ક્રુણાલ પંડ્યાની ઘાતક બોલિંગ
બીજી ઈનિંગ દરમિયાન મેદાન પર ઝાકળ (Due) એક મોટું પરિબળ હતું, જેના કારણે ભીના બોલ સાથે બોલિંગ કરવી બોલરો માટે પડકારજનક હતી. તેમ છતાં, Krunal Pandya એ શાનદાર પ્રદર્શન કરતા પોતાની 4 ઓવરમાં માત્ર 26 રન આપ્યા અને Suryakumar Yadav જેવી મહત્વની વિકેટ ઝડપી હતી. ક્રુણાલનો આ સ્પેલ જ અંતે બંને ટીમો વચ્ચે જીત અને હારનું મુખ્ય કારણ બન્યો હતો.
અગાઉ બેંગલુરુ માટે Virat Kohli એ 50 રન અને Rajat Patidar એ 53 રનની તોફાની ઈનિંગ રમીને ટીમના સ્કોરને 240 સુધી પહોંચાડવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. મુંબઈ માટે આ લક્ષ્યાંકનો પીછો કરવો અત્યંત કઠિન સાબિત થયો હતો.





