Petrol and diesel prices reduced : વાહન ચાલકો અને સામાન્ય જનતા માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. સરકારે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. છેલ્લા કેટલાક સમયથી સતત વધી રહેલા ઇંધણના ભાવો વચ્ચે આ નિર્ણયથી સામાન્ય મધ્યમ વર્ગના લોકોને મોટી આર્થિક રાહત મળશે. આ ઘટાડો વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો ઘટવાને કારણે શક્ય બન્યો છે.
પાકિસ્તાનમાં સસ્તું થયું
પાકિસ્તાન સરકારે પોતાના દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 22 રૂપિયા પ્રતિ લિટરનો મોટો ઘટાડો જાહેર કર્યો છે. ગયા અઠવાડિયે પણ સરકારે કિંમતોમાં 6 થી 7 રૂપિયાનો ઘટાડો કર્યો હતો અને હવે ફરી એકવાર મોટો કાપ મુકવામાં આવ્યો છે. આ નવા ઘટાડા બાદ હવે ત્યાં પેટ્રોલનો નવો ભાવ 380 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લિટર અને હાઇ સ્પીડ ડીઝલનો ભાવ 381 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે.
6 વર્ષ બાદ ફરી તાજમહેલ પહોંચ્યો ટ્રમ્પ પરિવાર: તાજમહેલ જોઈ ટિફની ટ્રમ્પ થઈ મંત્રમુગ્ધ, પતિ સાથે કરાવ્યું ખાસ ફોટોશૂટ
કેરોસીનના ભાવમાં પણ ઘટાડો
સરકાર તરફથી માત્ર પેટ્રોલ અને ડીઝલ જ નહીં પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગ માટે ઉપયોગી એવા કેરોસીનના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. ઓઇલ એન્ડ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટીના જાહેરનામા મુજબ કેરોસીનનો ભાવ 313.44 રૂપિયાથી ઘટાડીને 272 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લિટર કરી દેવામાં આવ્યો છે. આ નવા ભાવો 30 મેથી શરૂ થતાં અઠવાડિયા માટે લાગુ કરી દેવામાં આવ્યા છે.
ભારે વધારા બાદ સામાન્ય રાહત
જોકે છેલ્લા બે અઠવાડિયાથી ઇંધણના ભાવ ઘટી રહ્યા છે પરંતુ આ પહેલા સરકારે કિંમતોમાં રેકોર્ડબ્રેક વધારો પણ કર્યો હતો. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે 6 માર્ચે પેટ્રોલમાં 55 રૂપિયાનો વધારો ઝીંકાયો હતો. ત્યારબાદ 2 એપ્રિલે પણ પેટ્રોલમાં 43 ટકા અને ડીઝલમાં 55 ટકાનો તોતિંગ વધારો થયો હતો. પેટ્રોલનો ભાવ સીધો સામાન્ય માણસની બાઇક અને નાની કારના બજેટને અસર કરે છે જ્યારે ડીઝલનો ભાવ ભારે વાહનો અને જનરેટરને અસર કરે છે.





