Maruti Suzuki : ભારતીય ઓટોમોબાઈલ સેક્ટરમાં અત્યારે એક બહુ મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. દેશમાં પ્રદૂષણનું સ્તર ઘટાડવા અને મોંઘા પેટ્રોલ-ડીઝલની આયાત પરની નિર્ભરતા ઓછી કરવા માટે સરકાર અને ઓટો કંપનીઓ લાંબા સમયથી વૈકલ્પિક ઇંધણ (Alternative Fuel) પર કામ કરી રહી છે. આ દિશામાં દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી હવે એક ક્રાંતિકારી અને ઐતિહાસિક પગલું ભરવા જઈ રહી છે. કંપની ભારતીય ગ્રાહકો માટે એક એવી કાર લાવી રહી છે જે પર્યાવરણની સાથે-સાથે ગ્રાહકોના ખિસ્સાને પણ મોટી રાહત આપશે.
નવી કાર ખરીદવા જતાં પહેલાં આ વાંચી લો: આ મહિનામાં ખરીદશો તો બચી શકે લાખો રૂપિયા!
મોટો ખુલાસો
ઓટો સેક્ટરના નિષ્ણાતો અને કાર પ્રેમીઓની નજર અત્યારે મારુતિ સુઝુકીના એક મોટા કાર્યક્રમ પર ટકેલી છે. મારુતિ સુઝુકી આગામી 4 જૂને પોતાની લોકપ્રિય ક્રોસઓવર SUV ફ્રોન્ક્સના ફ્લેક્સ ફ્યુઅલ મોડલ પરથી સત્તાવાર રીતે પડદો ઉઠાવવા જઈ રહી છે. આ ખાસ અને ભવ્ય પ્રસંગે કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી પણ ખાસ હાજર રહેવાના છે. આ નવી કારની સૌથી મોટી ખાસિયત એ છે કે, તે પરંપરાગત પેટ્રોલના બદલે E100 એટલે કે 100 ટકા શુદ્ધ ઇથેનોલ ઇંધણ પર ચાલશે. આ મોડલને અગાઉ અલગ-અલગ ઓટો એક્સ્પોમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું, પરંતુ હવે તેની સત્તાવાર જાહેરાત થવા જઈ રહી છે.
પ્રીમિયમ લુક અને 20 ની દમદાર માઇલેજ આપે છે આ Sedan!: નવી Honda City જોઈને SUVs ભૂલી જશો
નવી ટેકનોલોજી
ઘણા લોકોના મનમાં સવાલ હશે કે ફ્લેક્સ ફ્યુઅલ ટેકનોલોજી શું છે અને તે સામાન્ય કારથી કેવી રીતે અલગ છે? તમને જણાવી દઈએ કે ફ્લેક્સ ફ્યુઅલ વાહનોમાં એક ખાસ પ્રકારનું અદ્યતન એન્જિન અને ફ્યુઅલ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવે છે. આ એન્જિન અલગ-અલગ માત્રા વાળા ઇથેનોલ અને પેટ્રોલના મિશ્રણને સરળતાથી સ્વીકારી શકે છે. સામાન્ય પેટ્રોલ કારમાં જો 100 ટકા ઇથેનોલ નાખવામાં આવે તો તેનું એન્જિન બગડી જાય છે, કારણ કે ઇથેનોલની પ્રકૃતિ અલગ હોય છે. ફ્લેક્સ ફ્યુઅલ કારના એન્જિનના પાર્ટ્સ અને પાઇપલાઇનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે તેના પર ઇથેનોલની કોઈ નકારાત્મક અસર થતી નથી. જોકે, આ ખાસ ફેરફારોને કારણે આ કારોની કિંમત સામાન્ય મોડલ કરતાં થોડી વધારે હોઈ શકે છે, પરંતુ લાંબા ગાળે તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
એક જ ઝાટકે 9 લાખ રૂપિયા સસ્તી થઈ આ ઇલેક્ટ્રિક કાર!: શાનદાર પરફોર્મન્સ અને મોડર્ન ટેક્નોલોજી સાથે મળશે દમદાર રેન્જ
નવો બદલાવ
મારુતિ સુઝુકી ભારતમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે ઘણા સમયથી સક્રિય છે. કંપનીએ આ પહેલા 'ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2024' માં પોતાની લોકપ્રિય કાર વેગનઆર (WagonR) નું ફ્લેક્સ ફ્યુઅલ પ્રોટોટાઇપ મોડલ પણ પ્રદર્શિત કર્યું હતું. આ સિવાય, જાપાનમાં પણ મારુતિએ E85 (85% ઇથેનોલ મિશ્રણ) ક્ષમતા ધરાવતી ફ્રોન્ક્સ કાર દુનિયા સામે રજૂ કરી હતી. હવે ભારતમાં લોન્ચ થનારી ફ્રોન્ક્સ ફ્લેક્સ ફ્યુઅલ દેશની પહેલી સંપૂર્ણ E100 સુસંગત કાર બનવા જઈ રહી છે. જો આગામી સમયમાં સરકાર દેશભરમાં ઇથેનોલ પંપની સંખ્યામાં વધારો કરશે, તો આ ટેકનોલોજી ભારતીય ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી માટે ખરા અર્થમાં એક નવી દિશા આપનારી અને ગેમ ચેન્જર સાબિત થશે.





