Toyota Urban Cruiser Ebella vs Hyundai Creta EV : ભારતના ઓટોમોબાઈલ માર્કેટમાં મધ્યમ કદની ઇલેક્ટ્રિક SUV ખરીદનારાઓ માટે એક નવો અને શાનદાર વિકલ્પ આવી ગયો છે. ટોયોટા કંપનીએ ભારતમાં પોતાની પહેલી બેટરીથી ચાલતી કાર 'અર્બન ક્રુઝર એબેલા' નું ટોપ વેરિઅન્ટ લોન્ચ કરી દીધું છે. આ નવી કાર માર્કેટમાં પહેલેથી જ ખૂબ લોકપ્રિય એવી હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક કારને સીધી ટક્કર આપશે. જો તમે પણ નવી ઇલેક્ટ્રિક કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ બંને કારના ટોપ વેરિઅન્ટમાંથી કઈ કાર તમારા માટે બેસ્ટ છે તે જાણવું ખૂબ જરૂરી છે.
આધુનિક ફીચર્સથી ભરપૂર કેબિન
ટોયોટા અર્બન ક્રુઝર એબેલાની અંદર તમને ડ્યુઅલ ટોન ઇન્ટિરિયર જોવા મળે છે. આ કારમાં હવાની અવરજવર વાળી વેન્ટિલેટેડ સીટો, 12 કલર બદલી શકાય તેવી એમ્બિયન્ટ લાઇટિંગ, મોટો પેનોરેમિક સનરૂફ અને પાછળની સીટોને સ્લાઇડ તેમજ રિક્લાઇન કરવાનું ફીચર મળે છે. મનોરંજન માટે તેમાં JBL ની પ્રીમિયમ ઓડિયો સિસ્ટમ, 10.25 ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને 10.1 ઇંચની ટચસ્ક્રીન સ્ક્રીન આપવામાં આવી છે જે વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટોને સપોર્ટ કરે છે. બીજી તરફ હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક પણ ફીચર્સની બાબતમાં પાછળ નથી. તેમાં ડ્રાઇવર અને બાજુની સીટને 8 રીતે ઇલેક્ટ્રિકલી એડજસ્ટ કરી શકાય છે. આ સિવાય ડ્યુઅલ ઝોન ઓટોમેટિક એસી, વાયરલેસ ચાર્જર, વેન્ટિલેટેડ સીટો, ક્રુઝ કંટ્રોલ, ઓટો ફોલ્ડિંગ મિરર્સ, પાછળની સીટ માટે એસી વેન્ટ્સ અને કૂલ્ડ ગ્લોવબોક્સ આપેલું છે. આ કારમાં વાહનમાંથી બીજી વસ્તુઓ ચાર્જ કરવા માટે V2L ટેકનોલોજી અને વરસાદ પડે ત્યારે આપોઆપ ચાલતા વાઇપર્સ પણ છે. આ સાથે જ 10.25 ઇંચની મોટી ટચસ્ક્રીન અને ડિજિટલ ક્લસ્ટર પણ જોવા મળે છે.
પ્રીમિયમ લુક અને 20 ની દમદાર માઇલેજ આપે છે આ Sedan!: નવી Honda City જોઈને SUVs ભૂલી જશો
બંને કારની પાવરફુલ બેટરી
ટોયોટા એબેલામાં મોટી 61kWh ની બેટરી આપવામાં આવી છે, જેની ઇલેક્ટ્રિક મોટર 171bhp નો પાવર અને 193Nm નો ટોર્ક જનરેટ કરે છે. જ્યારે હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિકમાં થોડી નાની 51.4kWh ની બેટરી મળે છે, જે 168.9bhp નો પાવર અને 255Nm નો વધારે ટોર્ક આપે છે. પાવરના મામલામાં ટોયોટા આગળ છે પણ પિકઅપ એટલે કે ટોર્કના મામલામાં ક્રેટા વધુ મજબૂત છે.
એક ચાર્જમાં કેટલું ચાલશે
ઇલેક્ટ્રિક કાર ખરીદતી વખતે રેન્જ સૌથી મહત્વની હોય છે. ટોયોટા અર્બન ક્રુઝર એબેલા એકવાર ફૂલ ચાર્જ કરવાથી 543 કિમી સુધીની લાંબી મુસાફરી કરાવી શકે છે. જ્યારે હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક ફૂલ ચાર્જ પર 510 કિમીની રેન્જ આપે છે. આ હિસાબે ટોયોટા એબેલા તમને ક્રેટા કરતાં 33 કિમી વધારે રેન્જ આપશે, જે લાંબી મુસાફરી કરનારાઓ માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
એક જ ઝાટકે 9 લાખ રૂપિયા સસ્તી થઈ આ ઇલેક્ટ્રિક કાર!: શાનદાર પરફોર્મન્સ અને મોડર્ન ટેક્નોલોજી સાથે મળશે દમદાર રેન્જ
કિંમતમાં મોટો તફાવત
હવે વાત કરીએ સૌથી મહત્વની બાબત એટલે કે કિંમતની. ટોયોટા અર્બન ક્રુઝર એબેલાના ટોપ વેરિઅન્ટની એક્સ શોરૂમ કિંમત 23.60 લાખ રૂપિયા છે. જ્યારે હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિકના ટોપ વેરિઅન્ટની એક્સ શોરૂમ કિંમત 24.69 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આનો સીધો મતલબ એ છે કે, ટોયોટા એબેલા તમને ક્રેટા ઇલેક્ટ્રિક કરતાં 1.09 લાખ રૂપિયા સસ્તી મળે છે, જે ગ્રાહકો માટે કાગળ પર વધુ સારો અને પૈસા વસૂલ ઓપ્શન સાબિત થાય છે.





