Tips for buying a new car : નવી કાર ખરીદવી એ દરેક વ્યક્તિ માટે એક મોટું સપનું હોય છે અને તેના માટે લોકો લાંબા સમય સુધી પ્લાનિંગ પણ કરતા હોય છે. મોટાભાગે ગ્રાહકો પોતાની જરૂરિયાત અથવા મનપસંદ મોડલ લોન્ચ થતાંની સાથે જ શોરૂમ પર પહોંચી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે, કાર ખરીદવા માટે જો યોગ્ય મહિનો અને યોગ્ય સમય પસંદ કરવામાં આવે તો હજારો નહીં પણ લાખો રૂપિયાની સીધી બચત થઈ શકે છે? ઓટોમોબાઈલ માર્કેટમાં અસલી રમત પ્રોડક્ટની સાથે યોગ્ય ટાઈમિંગની પણ હોય છે. વર્ષના અમુક ખાસ મહિનાઓમાં શોરૂમ અને ડીલર્સ ગ્રાહકોને આકર્ષવા માટે એવી ઓફર્સ આપે છે, જે સામાન્ય દિવસોમાં ક્યારેય જોવા મળતી નથી.
તહેવારો અને વર્ષનો અંત
નવી કાર ખરીદવા માટે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીનો સમય આખા વર્ષમાં સૌથી ઉત્તમ અને ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ઓટોમોબાઈલ ડીલર્સ પર પોતાના જૂના સ્ટોકને ઝડપથી ખાલી કરવાનું ભારે દબાણ હોય છે કારણ કે, જાન્યુઆરીથી કંપનીઓ નવા મેન્યુફેક્ચરિંગવાળા વાહનો માર્કેટમાં ઉતારવાની હોય છે. જો જૂનો સ્ટોક યાર્ડમાં પડ્યો રહે તો ડીલર્સનું કેપિટલ બ્લોક થઈ જાય છે. આ જ કારણે આ બે મહિના દરમિયાન શોરૂમ તરફથી ભારે કેશ ડિસ્કાઉન્ટ, આકર્ષક એક્સચેન્જ બોનસ, સસ્પેન્શન વોરંટી અને ફ્રી એક્સેસરીઝ જેવી શાનદાર ઓફર્સ આપવામાં આવે છે. જો તમારું મુખ્ય ધ્યાન બચત કરવા પર હોય તો વર્ષનો અંતિમ ગાળો તમને સૌથી મોટો આર્થિક ફાયદો કરાવી શકે છે.
Tiago Facelift અને WagonR ખરીદતા પહેલા જાણી લો આ તફાવત: તમારો એક ખોટો નિર્ણય કરાવી શકે છે લાખો રૂપિયાનું નુકસાન!
મહિનાનો છેલ્લો અઠવાડિયું
જો તમે વર્ષના અંત સુધી રાહ જોવા નથી માંગતા તો દરેક મહિનાનું છેલ્લું અઠવાડિયું પણ કાર ખરીદવા માટે એક સ્માર્ટ વિન્ડો સાબિત થઈ શકે છે. દર મહિનાની 25 તારીખથી 30 તારીખ વચ્ચે કાર શોરૂમના સેલ્સ એક્ઝિક્યુટિવ્સ અને ડીલરશિપ પર તેમના માસિક સેલ્સ ટાર્ગેટ પૂરા કરવાનું ભારે પ્રેશર હોય છે. કંપનીઓ તરફથી મળતા ઇન્સેન્ટિવ્સ મેળવવા માટે ડીલર્સ આ દિવસોમાં ગ્રાહકોને વધુમાં વધુ ડિસ્કાઉન્ટ આપવા માટે સરળતાથી તૈયાર થઈ જાય છે. જો તમે આ સમયે થોડું સ્માર્ટ મોલભાવ એટલે કે નેગોશિયેશન કરી શકો તો તમને ઓછો વ્યાજદર, સસ્તો રોડ ટેક્સ અથવા ફ્રી ઇન્શ્યોરન્સ જેવી છુપી સુવિધાઓ પણ ડીલર તરફથી ઓફર કરવામાં આવી શકે છે.
પેટ્રોલના વધતા ભાવ વચ્ચે Hero MotoCorp નો મોટો દાવ!: 3 જૂનથી ભારતીય રસ્તાઓ પર જોવા મળશે નવી ટેક્નોલોજી
ખરીદી પહેલાં રિસર્ચ જરૂરી
ઓટો નિષ્ણાતો હંમેશા સલાહ આપે છે કે, કોઈપણ કાર ફાઇનલ કરતાં પહેલા ગ્રાહકોએ આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ. તમારી મનપસંદ કાર નક્કી કર્યા પછી આસપાસના અલગ-અલગ શહેરોના 3 થી 4 શોરૂમ પર જઈને ઓન-રોડ પ્રાઇઝ અને ઉપલબ્ધ ઓફર્સની તુલના ચોક્કસ કરવી જોઈએ. ઘણી વખત એક જ શહેરના બે અલગ-અલગ ડીલર્સ વચ્ચે કસ્ટમર મેળવવાની કોમ્પિટિશનના કારણે ભાવમાં મોટો તફાવત જોવા મળે છે. જો તમે યોગ્ય સંશોધન કરશો અને સાચો સમય જોઈને શોરૂમની મુલાકાત લેશો તો તમારી ડ્રીમ કાર અપેક્ષા કરતાં ખૂબ જ સસ્તા બજેટમાં તમારા ઘરે આવી જશે.





