Maruti Suzuki : ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં છેલ્લા થોડા સમયથી CNG કારની લોકપ્રિયતા ખૂબ જ વધી ગઈ છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે સામાન્ય માણસ માટે CNG એક ઉત્તમ અને સસ્તો ઓપ્શન બની ગયો છે. જો તમારો પરિવાર નાનો છે અને તમે પણ આર્થિક રીતે પરવડે તેવી અને સૌથી વધુ માઇલેજ આપતી કાર શોધી રહ્યા છો, તો દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી પાસે તમારા માટે બે શાનદાર ઓપ્શન છે. આ કારોની કિંમત 5 લાખ રૂપિયા કરતાં પણ ઓછી છે અને માઇલેજ 33 કિમીથી વધુ છે.
Maruti S-Presso Lxi CNG
આ લિસ્ટમાં પહેલું નામ Maruti S-Presso નું છે. આ કાર પોતાના બોલ્ડ લુક અને ઊંચી સીટિંગ પોઝિશનના કારણે માર્કેટમાં ખૂબ લોકપ્રિય છે.
એન્જિન પાવર : આ કારમાં 1.0 લીટરનું પાવરફુલ એન્જિન આપવામાં આવ્યું છે. CNG મોડમાં આ એન્જિન 56.69ps નો પાવર અને 82.1Nm નો ટોર્ક જનરેટ કરે છે. આમાં તમને 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ મળે છે.
કિંમત અને માઇલેજ : આ કારના CNG વેરિએન્ટની કિંમત 4,61,900 રૂપિયા છે. માઇલેજની વાત કરીએ તો તે એક કિલો CNG પર 32.73 કિમીની શાનદાર માઇલેજ આપે છે, જે તમારા રોજના મુસાફરી ખર્ચને ખૂબ જ ઘટાડી દેશે.
S-Presso ના મોડર્ન ફીચર્સ
નાની હોવા છતાં આ કારમાં ફીચર્સની કોઈ કમી નથી. તેમાં તમને એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો સપોર્ટ સાથે 7 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળે છે. આ ઉપરાંત ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ફ્રન્ટ પાવર વિન્ડો, કી-લેસ એન્ટ્રી, હિલ હોલ્ડ આસિસ્ટ, ઇલેક્ટ્રિક એડજસ્ટેબલ ORVMs અને કેબિન એર ફિલ્ટર જેવા ફીચર્સ પણ સામેલ છે. સુરક્ષા માટે તેમાં હાલ ડ્યુઅલ એરબેગ મળે છે અને કંપની ટૂંક સમયમાં તેમાં 6 એરબેગ સ્ટાન્ડર્ડ તરીકે આપવાની છે.
4.69 લાખમાં આવી નવી Tata Tiago!: CNG માં પણ હવે AMT ગિયરબોક્સ, જાણો શું છે ખાસ
Maruti Alto K10 LXi CNG
બીજો બેસ્ટ ઓપ્શન છે ભારતની સૌથી ભરોસાપાત્ર ગણાતી અલ્ટો કારનું નવું મોડલ Alto K10. આ કાર કંપનીના આધુનિક હાર્ટટેક્ટ પ્લેટફોર્મ પર બનેલી છે જે તેને વધુ મજબૂત બનાવે છે.
એન્જિન પાવર : આ હેચબેકમાં ન્યૂ જનરેશન K સિરીઝ 1.0 લીટર ડ્યુઅલ જેટ એન્જિન મળે છે. CNG મોડમાં આ એન્જિન 66.62ps નો પાવર અને 89Nm નો ટોર્ક આપે છે.
કિંમત અને માઇલેજ : Alto K10 CNG મોડલની કિંમત 4,81,900 રૂપિયા છે. મિડલ ક્લાસ માટે આ કાર આશીર્વાદ સમાન છે કારણ કે, તે પ્રતિ કિલો CNG પર 33.85 કિમીની બમ્પર માઇલેજ આપે છે.
Alto K10 ના મોડર્ન ફીચર્સ
આ કારની અંદર પણ ગ્રાહકોને સ્માર્ટ ફીચર મળે છે. તેમાં 7 ઇંચની ફ્લોટિંગ ટચસ્ક્રીન સિસ્ટમ છે જે USB, બ્લૂટૂથ અને ઓક્સ કેબલને સપોર્ટ કરે છે. સ્ટીયરિંગ વ્હીલ પર જ ઓડિયો કંટ્રોલ બટનો આપેલા છે. સૌથી મહત્વની વાત એ છે કે, કંપનીએ હવે આ કારમાં મુસાફરોની સુરક્ષા માટે 6 એરબેગ ફરજિયાત એટલે કે સ્ટાન્ડર્ડ કરી દીધી છે. આ સિવાય એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક બ્રેક ફોર્સ ડિસ્ટ્રિબ્યુશન, રિવર્સ પાર્કિંગ સેન્સર અને સ્પીડ એલર્ટ જેવા સેફ્ટી ફીચર્સ પણ આ કારને સુરક્ષિત બનાવે છે. આ કાર 6 આકર્ષક કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.





