Home Automobile Global Electric Car Market Growth India Ev Sales 2025

દુનિયામાં દરેક ચોથી નવી કાર હવે EV! : ભારતમાં EV વેચાણમાં 75% ઉછાળો, જાણો આ વધારા પાછળનું મોટું કારણ

Increase in sales of electric vehicles
Published by: Aryan Shah
Last Updated: May 28, 2026, 02:15 AM IST

Increase in sales of electric vehicles : વિશ્વભરમાં હવે ઇલેક્ટ્રિક કારનો યુગ ખૂબ જ ઝડપથી વિસ્તરી રહ્યો છે. થોડા વર્ષો પહેલા સુધી લોકો ઇલેક્ટ્રિક વાહનોને માત્ર ભવિષ્યની ટેકનોલોજી માનતા હતા પરંતુ હવે તે ધીમે ધીમે સામાન્ય લોકોની પહેલી પસંદગી બની રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવ, પ્રદૂષણ અંગેની ચિંતાઓ અને નવી ટેકનોલોજીના આગમનને કારણે લોકો હવે ઇલેક્ટ્રિક વાહનો તરફ વધુ આકર્ષિત થઈ રહ્યા છે.

વૈશ્વિક માર્કેટની સ્થિતિ

હાલના અહેવાલમાં એક મોટો ખુલાસો થયો છે. વર્ષ 2025 સુધીમાં વૈશ્વિક સ્તરે વેચાતી દરેક ચોથું નવું વાહન ઇલેક્ટ્રિક નોંધાયું છે. આનો અર્થ એ થાય છે કે, ઇલેક્ટ્રિક કાર હવે વૈશ્વિક ઓટો માર્કેટનો લગભગ 25 ટકા જેટલો મોટો હિસ્સો ધરાવે છે. વર્ષ 2025 માં વિશ્વભરમાં 2 કરોડથી વધુ ઇલેક્ટ્રિક કારનું વેચાણ થયું હતું જે પાછલા વર્ષ કરતા લગભગ 20 ટકાનો મોટો વધારો દર્શાવે છે. આ સતત પાંચમું વર્ષ છે જ્યારે ઇલેક્ટ્રિક કારના વેચાણમાં આટલો મોટો ઉછાળો આવ્યો છે. આમાં બેટરી ઇલેક્ટ્રિક વાહનો (BEV) અને પ્લગ-ઇન હાઇબ્રિડ વાહનો (PHEV) બંનેનો સમાવેશ થાય છે.

ચીનનું પાવરફુલ વર્ચસ્વ

ચીન હાલમાં વિશ્વનું સૌથી મોટું ઇલેક્ટ્રિક કાર બજાર બનીને ઉભરી આવ્યું છે. વર્ષ 2025 માં વૈશ્વિક સ્તરે વેચાણ થયેલી તમામ ઇલેક્ટ્રિક કારમાંથી લગભગ 60 ટકા કાર એકલા ચીનમાં વેચાઈ હતી. ત્યાં 1.3 કરોડથી વધુ ઇલેક્ટ્રિક કારનું વેચાણ નોંધાયું હતું. ચીનમાં ઘણા મહિનાઓ સુધી નવી કારના કુલ વેચાણમાં ઇલેક્ટ્રિક વાહનોનો હિસ્સો 50 ટકાથી પણ વધુ જોવા મળ્યો હતો. આ આંકડા સ્પષ્ટપણે સૂચવે છે કે, ત્યાંના લોકો હવે પેટ્રોલ અને ડીઝલ વાહનો છોડીને ઇલેક્ટ્રિક કારને ખૂબ જ ઝડપથી અપનાવી રહ્યા છે.

યુરોપ અને અમેરિકાની સ્થિતિ

બીજી તરફ યુરોપિયન દેશોમાં પણ ઇલેક્ટ્રિક કારની માંગ ઝડપથી વધી છે. ત્યાં સરકારના કડક પ્રદૂષણ નિયમો અને સબસિડી પ્રોત્સાહનોને કારણે EV વેચાણમાં આશરે 30 ટકાનો વધારો થયો છે. જોકે આ સમય દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકામાં EV વેચાણની ગતિ થોડી ધીમી પડી છે કારણ કે ત્યાં કેટલીક સરકારી સબસિડી અને કર મુક્તિમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ હોવા છતાં વિશ્વના ઘણા નાના અને વિકાસશીલ દેશોમાં ઇલેક્ટ્રિક કારની લોકપ્રિયતા સતત વધી રહી છે.

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે ટોયોટાનો માસ્ટરસ્ટ્રોક!: માત્ર 10 લાખની આ નવી SUV માં આવશે જબરદસ્ત ટેક્નોલોજી

ભારતની વર્તમાન સ્થિતિ

જો ભારતીય બજારની વાત કરીએ તો અહીં ઇલેક્ટ્રિક કારનું બજાર હજુ શરૂઆતના તબક્કામાં છે પરંતુ તેનો વિકાસ ખૂબ જ ઝડપી છે. ભારતમાં વર્ષ 2025 દરમિયાન ઇલેક્ટ્રિક કારના વેચાણમાં આશરે 75 ટકાનો મોટો અને રેકોર્ડબ્રેક વધારો જોવા મળ્યો છે. દેશમાં લગભગ 1.65 લાખ ઇલેક્ટ્રિક કાર વેચાઈ હતી જે કુલ કાર વેચાણના આશરે 4 ટકા જેટલો હિસ્સો દર્શાવે છે. ટાટા મોટર્સ (Tata Motors) અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (Mahindra & Mahindra) જેવી દેશી ઓટોમોબાઈલ કંપનીઓ આ બજારમાં ઝડપથી પોતાનું સ્થાન મજબૂત કરી રહી છે અને નવા મોડલ્સ લોન્ચ કરી રહી છે.

પેટ્રોલના ભાવથી પરેશાન લોકો માટે ખુશખબર!: Maruti ની આ SUV પર મળી રહ્યું છે 2 લાખથી વધુની છૂટ

ભવિષ્યની રાહ અને ફાયદા

હવે ઇલેક્ટ્રિક કાર પહેલા કરતાં વધુ સસ્તી અને સામાન્ય લોકોના બજેટમાં આવી રહી છે. ખાસ કરીને ચીની કંપનીઓ ઓછી કિંમતની ઇલેક્ટ્રિક ગાડીઓનું ઉત્પાદન કરીને વિશ્વના ઘણા દેશોમાં નિકાસ કરી રહી છે જેનાથી ગ્રાહકો માટે ખરીદી સરળ બની છે. આ ઉપરાંત બેટરી ટેકનોલોજીમાં સતત થઈ રહેલા સુધારા અને ચાર્જિંગ સ્ટેશનના નેટવર્કના વિસ્તરણને કારણે આગામી સમયમાં EV અપનાવવાની ગતિ હજુ વધારે ઝડપી બનશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now