Home Automobile Tata Tiago 2026 Cng Amt Paddle Shifters Launch Details

Tata Tiago Facelift માં મળશે આ ખાસ ટેક્નોલોજી : બજેટ હેચબેકમાં મળશે પ્રીમિયમ કાર જેવી ફીલ!

Tata Tiago Facelift
Published by: Aryan Shah
Last Updated: May 27, 2026, 06:59 AM IST

Tata Tiago Facelift : ભારતીય કાર બજારમાં CNG વાહનોની માંગ ઝડપથી વધી રહી છે ત્યારે Tata Motors પોતાની લોકપ્રિય હેચબેક Tiago નું 2026 ફેસલિફ્ટ વર્ઝન વધુ આધુનિક અને ટેક્નોલોજી-ફોકસ્ડ સ્વરૂપમાં રજૂ કરવાની તૈયારીમાં છે. કંપનીએ હવે નવા Tata Tiago CNG AMT અંગે એક મહત્વપૂર્ણ વિગતો જાહેર કરી છે. આવનારી Tiago CNG AMT હવે સેગમેન્ટની પ્રથમ એવી હેચબેક બનશે જેમાં પેડલ શિફ્ટર ફીચર આપવામાં આવશે. કંપની 28 મેના રોજ નવી Tiago ને ભારતીય બજારમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. લોન્ચ પહેલા Tata Motors તબક્કાવાર રીતે કારના ડિઝાઇન, ઇન્ટિરિયર અને ફીચર્સ વિશે માહિતી જાહેર કરી રહી છે. હાલના ટીઝર વીડિયોમાં કંપનીએ સ્પષ્ટ કર્યું કે, CNG AMT વર્ઝનમાં પણ હવે પેડલ શિફ્ટર મળશે, જે અત્યાર સુધી સામાન્ય રીતે પ્રીમિયમ પેટ્રોલ અથવા પરફોર્મન્સ કારોમાં જોવા મળતું ફીચર હતું.

CNG કારમાં ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ સુધારવાનો પ્રયાસ

Tiago CNG AMT માં આપવામાં આવનાર પેડલ શિફ્ટર ડ્રાઇવરને સ્ટીયરિંગ પરથી જ ગિયર બદલવાની સુવિધા આપશે. સામાન્ય રીતે AMT ગિયરબોક્સમાં ગિયર બદલવામાં થતો થોડોક વિલંબ ઘણી વખત ગ્રાહકો માટે મુદ્દો રહ્યો છે. પેડલ શિફ્ટર દ્વારા ડ્રાઇવર વધુ નિયંત્રણ મેળવી શકશે અને ઓવરટેકિંગ અથવા શહેરના ટ્રાફિકમાં વધુ અનુકૂળ એક્સપિરિયન્સ મળશે. આ ફીચર ખાસ કરીને તે ગ્રાહકોને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે, જે CNG ની ઓછી રનિંગ કોસ્ટ સાથે વધુ મોડર્ન ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ ઇચ્છે છે. અત્યાર સુધી CNG કારોને મુખ્યત્વે ખર્ચ બચતના વિકલ્પ તરીકે જોવામાં આવતી હતી, પરંતુ હવે ઓટોમેકર્સ તેમાં પ્રીમિયમ અને ટેક્નોલોજી બેસ્ડ ફીચર્સ ઉમેરવા લાગ્યા છે.

એન્જિન અને પાવરટ્રેનમાં મોટા ફેરફારની શક્યતા ઓછી

રિપોર્ટ્સ મુજબ, નવી Tiago CNG AMT માં પહેલાની જેમ જ 1.2-લિટર ત્રણ સિલિન્ડર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન જાળવવામાં આવશે. CNG મોડમાં આ એન્જિન અંદાજે 75hp પાવર જનરેટ કરશે. એન્જિન સાથે પાંચ-સ્પીડ AMT ગિયરબોક્સ મળશે. Tata Motors પોતાની ટ્વિન-સિલિન્ડર CNG ટેક્નોલોજી પણ યથાવત રાખે તેવી શક્યતા છે. આ સેટઅપને કારણે કારમાં બૂટ સ્પેસ વધારે ઉપલબ્ધ રહે છે, જે Tiago CNG ના મહત્વપૂર્ણ સેલિંગ પોઇન્ટ્સમાંનું એક રહ્યું છે. સાથે જ Direct Start in CNG ટેક્નોલોજી પણ ચાલુ રાખવામાં આવશે, જેથી કાર સીધી CNG મોડમાં સ્ટાર્ટ થઈ શકે.

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે ટોયોટાનો માસ્ટરસ્ટ્રોક!: માત્ર 10 લાખની આ નવી SUV માં આવશે જબરદસ્ત ટેક્નોલોજી

ઇન્ટિરિયરમાં મળશે વધુ પ્રીમિયમ એક્સપિરિયન્સ

નવી Tiago ના કેબિનમાં સૌથી મોટો ફેરફાર ડિજિટલ અને ટેક્નોલોજી બેસ્ડ લેઆઉટમાં જોવા મળશે. અગાઉના મોડલની સરખામણીએ ડેશબોર્ડ સંપૂર્ણપણે રીડિઝાઇન કરવામાં આવ્યું છે. હવે તેમાં વધુ લેયર્ડ અને મોડર્ન ડિઝાઇન અપનાવવામાં આવી છે. કારમાં બે અલગ સ્ક્રીન મળશે. સેન્ટર કન્સોલમાં 10.25-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવશે જ્યારે ડ્રાઇવર ડિસ્પ્લે હવે સંપૂર્ણ ડિજિટલ યુનિટમાં અપગ્રેડ કરવામાં આવી છે. આ ફેરફાર Tiago ને વધુ પ્રીમિયમ હેચબેક જેવી અનુભૂતિ આપે છે. તે ઉપરાંત કારમાં 360-ડિગ્રી કેમેરા, ડ્યુઅલ વાયરલેસ ચાર્જિંગ પેડ, રોટરી ગિયર સિલેક્ટર અને પુશ-બટન સ્ટાર્ટ/સ્ટોપ જેવા ફીચર્સ પણ આપવામાં આવશે. આમાંથી કેટલાક ફીચર્સ અત્યાર સુધી પ્રીમિયમ કારોમાં જ ઉપલબ્ધ હતા.

એક્સટિરિયર ડિઝાઇનમાં પણ નવો લુક

2026 Tiago ફેસલિફ્ટમાં બહારની ડિઝાઇનમાં પણ નોંધપાત્ર ફેરફારો કરવામાં આવ્યા છે. નવી ડિઝાઇનવાળા બમ્પર, રીડિઝાઇન LED હેડલેમ્પ અને ટેલલેમ્પ સાથે કારને વધુ આધુનિક દેખાવ આપવામાં આવ્યો છે. ટેલલેમ્પ વચ્ચેનો કોન્ટ્રાસ્ટ એલિમેન્ટ કારને વધુ પહોળો લુક આપે છે. નવી એલોય વ્હીલ ડિઝાઇન અને અપડેટેડ સ્ટાઇલિંગ એલિમેન્ટ્સ દ્વારા Tiago હવે યુવા ગ્રાહકોને વધુ આકર્ષે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે કારના બેઝિક બોડી પ્રોફાઇલમાં મોટા ફેરફાર થવાની શક્યતા ઓછી છે.

20 લાખથી ઓછી કિંમતમાં પ્રીમિયમ સેડાન ખરીદવી છે?: જાણો Honda City અને Virtus માંથી કઈ કાર તમારા માટે છે બેસ્ટ

કિંમતોમાં વધારો શક્ય

નવી ટેક્નોલોજી અને વધારાના ફીચર્સને ધ્યાનમાં લેતા 2026 Tata Tiago ની કિંમતોમાં વધારો થવાની શક્યતા છે. હાલ Tiago ભારતીય બજારમાં સૌથી વધુ લોકપ્રિય બજેટ હેચબેક મોડલોમાંની એક છે અને CNG સેગમેન્ટમાં પણ તેની મજબૂત હાજરી છે. લોન્ચ પછી Tiago નો સીધો મુકાબલો Maruti Suzuki ની Swift અને Hyundai Motor Company ની Grand i10 NIOS જેવી કારો સાથે રહેશે. જોકે પેડલ શિફ્ટર જેવી સેગમેન્ટ-ફર્સ્ટ ફીચર Tiago ને સ્પર્ધામાં અલગ ઓળખ આપી શકે છે. ભારતમાં વધતી CNG માંગ વચ્ચે Tata Motors હવે માત્ર માઇલેજ પર નહીં પરંતુ ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ અને પ્રીમિયમ ફીચર્સ પર પણ ફોકસ કરી રહી છે. Tiago CNG AMT માં પેડલ શિફ્ટર ઉમેરવું એ આ બદલાતી વ્યૂહરચનાનું મહત્વપૂર્ણ ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now