Honda City Facelift Vs Volkswagen Virtus : ભારતમાં સેડાન કારનો ક્રેઝ ફરી એકવાર વધી રહ્યો છે. તાજેતરમાં જ 2026 હોન્ડા સિટી ફેસલિફ્ટ ભારતીય બજારમાં લોન્ચ થઈ ચૂકી છે, જે બજારમાં પહેલેથી જ લોકપ્રિય ફોક્સવેગન Virtus ને કડી ટક્કર આપી રહી છે. હોન્ડા સિટી તેના પ્રીમિયમ લુક અને નવા ફીચર્સ સાથે આવી છે, જ્યારે Virtus તેના સ્પોર્ટી લુક અને દમદાર પરફોર્મન્સ માટે જાણીતી છે. જો તમે આ બંને કાર વચ્ચે મૂંઝવણમાં છો, તો જાણો આ બંને સેડાનની કિંમત, ફીચર્સ અને એન્જિનની સંપૂર્ણ માહિતી.
આકર્ષક ડિઝાઇન
ડિઝાઇન અને લુકની વાત કરીએ તો હોન્ડા સિટી ફેસલિફ્ટ ખૂબ જ પ્રીમિયમ અને આકર્ષક લાગે છે. તેમાં નવી ગ્રિલ, અપડેટેડ LED હેડલેમ્પ્સ, નવા બમ્પર અને આકર્ષક એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમાં નવો ક્રિસ્ટલ બ્લેક કલર પણ ઉમેરાયો છે. બીજી તરફ ફોક્સવેગન Virtus નો લુક વધુ આક્રમક અને સ્પોર્ટી છે. લંબાઈમાં હોન્ડા સિટી 4,594mm સાથે થોડી મોટી છે, જ્યારે Virtus ની લંબાઈ 4,561mm છે. જોકે, Virtus નો વ્હીલબેઝ 2,651mm મોટો હોવાથી તેમાં અંદર બેસવાની જગ્યા વધુ સારી મળે છે. બંને કાર લાંબી મુસાફરી માટે ખૂબ જ આરામદાયક છે અને તેમાં સામાન રાખવા માટે મોટું બૂટ સ્પેસ પણ મળે છે.
પેટ્રોલના ભાવથી પરેશાન લોકો માટે ખુશખબર!: Maruti ની આ SUV પર મળી રહ્યું છે 2 લાખથી વધુની છૂટ
દમદાર એન્જિન
હોન્ડા સિટી ફેસલિફ્ટમાં 1.5-લિટરનું પેટ્રોલ એન્જિન મળે છે, જે 121hp પાવર જનરેટ કરે છે. તેમાં 6-સ્પીડ મેન્યુઅલ અને CVT ગિયરબોક્સનો ઓપ્શન છે. આ સિવાય હોન્ડા સિટી હાઇબ્રિડ વર્ઝનમાં પણ ઉપલબ્ધ છે, જે 26 કિમી પ્રતિ લિટરથી વધુની શાનદાર માઇલેજ આપે છે. તેની સામે ફોક્સવેગન Virtus માં પાવરફુલ ટર્બો-પેટ્રોલ એન્જિન મળે છે. તેનું 1.0-લિટર ટર્બો એન્જિન 115hp પાવર અને મોટું 1.5-લિટર ટર્બો એન્જિન 150hp પાવર આપે છે. ડ્રાઇવિંગના શોખીનો માટે Virtus વધુ રોમાંચક અને ઝડપી કાર છે, જ્યારે માઇલેજ બચાવવા માટે હોન્ડા સિટી હાઇબ્રિડ શ્રેષ્ઠ ઓપ્શન છે.
આધુનિક ફીચર્સ
ફીચર્સની બાબતમાં હોન્ડા સિટી ફેસલિફ્ટ હવે ઘણી એડવાન્સ થઈ ગઈ છે. તેમાં 10.1-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો, વેન્ટિલેટેડ સીટો, એમ્બિયન્ટ લાઇટિંગ અને 360-ડિગ્રી કેમેરા જેવા ફીચર્સ છે. સૌથી મોટો ફાયદો એ છે કે હોન્ડા સિટીમાં લેવલ-2 ADAS (એડવાન્સ સેફ્ટી સિસ્ટમ) મળે છે. જ્યારે ફોક્સવેગન Virtus માં પાવર્ડ ફ્રન્ટ સીટ્સ, ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે અને વાયરલેસ ચાર્જિંગ મળે છે, પરંતુ તેમાં ADAS ટેકનોલોજી અને 360-ડિગ્રી કેમેરા જોવા મળતા નથી.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં કઈ SUV બચાવે વધારે પેટ્રોલ?: Grand Vitara અને Hyryder વચ્ચેનો ચોંકાવનારો તફાવત આવ્યો સામે!
બજેટ અને કિંમત
કિંમતની દ્રષ્ટિએ જોઈએ તો હોન્ડા સિટી ફેસલિફ્ટની એક્સ-શોરૂમ કિંમત 12 લાખ રૂપિયાથી શરૂ થઈને 21 લાખ રૂપિયા સુધી જાય છે. જ્યારે ફોક્સવેગન Virtus ની એક્સ-શોરૂમ કિંમત 10.50 લાખ રૂપિયાથી શરૂ થઈને 19 લાખ રૂપિયા વચ્ચે છે. કિંમતની દ્રષ્ટિએ Virtus નું શરૂઆતી મોડલ થોડું સસ્તું છે, પરંતુ હોન્ડા સિટી તેના હાઇબ્રિડ અને ADAS ફીચર્સ સાથે પોતાની કિંમતને યોગ્ય સાબિત કરે છે.





