Home Automobile Honda City Facelift And Zrv Launch Price Features India

આવતીકાલે લોન્ચ થશે નવી Honda City અને પાવરફુલ SUV ZR-V : જાણો ફીચર્સ અને કિંમત

Honda City new model Car launch
Published by: Nirali Gohil
Last Updated: May 21, 2026, 10:38 AM IST

Honda car price: ભારતીય કાર માર્કેટમાં આ અઠવાડિયે ઓટોમોબાઈલ પ્રેમીઓ માટે ખૂબ જ ખાસ રહેવાનું છે. જાણીતી ઓટોમોબાઈલ કંપની હોન્ડા (Honda) પોતાની બે લોકપ્રિય ગાડીઓ - 'હોન્ડા સિટી ફેસલિફ્ટ' (Honda City Facelift) અને પ્રીમિયમ SUV 'હોન્ડા ZR-V' ને આવતીકાલે એટલે કે 22 મે, 2026 ના રોજ ભારતમાં સત્તાવાર રીતે લોન્ચ કરવા જઈ રહી છે. આ બંને ગાડીઓ દ્વારા હોન્ડા ભારતીય માર્કેટમાં પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. એક તરફ હોન્ડા સિટી સેડાન કારમાં નવા આધુનિક ફેરફારો જોવા મળશે, તો બીજી તરફ ZR-V સાથે કંપની પ્રીમિયમ SUV સેગમેન્ટમાં પોતાનું વર્ચસ્વ જમાવવા માટે તૈયાર છે.

આ લોન્ચિંગ હોન્ડા માટે અત્યંત મહત્વનું માનવામાં આવે છે, કારણ કે લાંબા સમયથી સેડાન સેગમેન્ટમાં ઘટતી લોકપ્રિયતાને ફરી મેળવવા માટે કંપની સિટીનું નવું અવતાર લાવી રહી છે. બીજી તરફ, ZR-V ને સીબીયુ (CBU - Completely Built Unit) તરીકે ઈમ્પોર્ટ કરીને લાવવામાં આવશે, જે ભારતની પ્રીમિયમ SUV ગ્રાહકો માટે એક નવો વિકલ્પ સાબિત થશે. કાર પ્રેમીઓ માટે આ બંને ગાડીઓ તેમના શાનદાર લુક અને એડવાન્સ્ડ ફીચર્સને કારણે આકર્ષણનું કેન્દ્ર બની છે.

નવી હોન્ડા સિટી: હવે મળશે નવો લુક અને આધુનિક ફીચર્સ

હોન્ડા સિટી ફેસલિફ્ટમાં કંપનીએ ઘણા મહત્વના ડિઝાઇન ફેરફારો કર્યા છે. કારના આગળના ભાગમાં વાઇડ મેશ પેટર્ન ગ્રીલ, સિગ્નેચર એલઈડી (LED) હેડલેમ્પ્સ અને રિવાઇઝ્ડ બમ્પર તેને પહેલા કરતા વધુ આકર્ષક બનાવે છે. કંપનીએ તેના લોગોને ગ્રીલના બદલે બોનેટ પર પ્લેસ કર્યો છે, જે તેને એક નવો પ્રીમિયમ લુક આપે છે. આ ઉપરાંત, કારમાં નવા ડિઝાઇન કરેલા એલોય વ્હીલ્સ અને પાછળના ભાગમાં અપડેટેડ ટેલ લેમ્પ્સ જોવા મળશે. ફીચર્સની વાત કરીએ તો, નવી સિટીમાં વેરિલેટેડ સીટ્સ, 360-ડિગ્રી કેમેરા અને અત્યાધુનિક ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. એન્જિનમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી, જેમાં 1.5-લિટર પેટ્રોલ એન્જિન (121 HP) અને 126હોર્સપાવરનું હાઇબ્રિડ સેટઅપ યથાવત રહેશે. આ કારની અંદાજિત કિંમત 12.5 લાખથી 20.5 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) ની વચ્ચે રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો: TATAનો મોટો ધડાકો: આ દિવસે આવી રહી છે ટાટાની સૌથી સસ્તી કાર, 4-સ્ટાર સેફ્ટી સાથે મળશે પ્રીમિયમ લુક, જાણો કિંમત

શક્તિશાળી હોન્ડા ZR-V: પ્રીમિયમ SUV સેગમેન્ટમાં નવો દાવ

હોન્ડાની નવી પ્રીમિયમ SUV 'ZR-V' ભારતમાં લક્ઝરી અને પાવરનું મિશ્રણ લઈને આવી રહી છે. આ કાર 2.0-લિટર ફોર-સિલિન્ડર હાઇબ્રિડ એન્જિન સાથે આવશે, જે 180 હોર્સપાવર જનરેટ કરવામાં સક્ષમ છે. તેની લંબાઈ 4569 mm અને વ્હીલબેઝ 2657 mm છે, જે તેને રસ્તા પર એક મજબૂત અને પ્રભાવશાળી દેખાવ આપે છે.

ZR-V માં ફીચર્સની ભરમાર છે:

  • ૯-ઇંચની ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન અને 10.2-ઇંચનું ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે.

  • પેનોરેમિક સનરૂફ, હેડ્સ-અપ ડિસ્પ્લે અને એમ્બિયન્ટ લાઇટિંગ.

  • ડ્યુઅલ-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ અને 12-સ્પીડ સાઉન્ડ સિસ્ટમ.

  • સુરક્ષા માટે ૬ એરબેગ્સ અને વાયરલેસ ચાર્જિંગ જેવી સુવિધાઓ.

આ SUV સીધી રીતે ફોક્સવેગન ટિગુઆન અને સ્કોડા કોડિયાક જેવી દિગ્ગજ કારોને ટક્કર આપશે. તેની કિંમત 45 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) ની આસપાસ શરૂ થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now