ભારતમાં ક્રૂઝર અને રેટ્રો બાઇક સેગમેન્ટમાં પોતાની અલગ ઓળખ બનાવનાર Royal Enfield હવે વધુ મોટા વિસ્તરણની તૈયારીમાં છે. Bullet, Classic અને Himalayan જેવી લોકપ્રિય બાઇક્સ માટે સતત વધી રહેલી માંગને ધ્યાનમાં રાખીને કંપની હવે આંધ્ર પ્રદેશમાં નવો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપિત કરવાની યોજના બનાવી રહી છે. અંદાજે ₹2500 કરોડના આ મોટા રોકાણને માત્ર કંપની માટે નહીં પરંતુ રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
આંધ્ર પ્રદેશના તાડામાં બનશે નવો પ્લાન્ટ
અહેવાલો મુજબ Royal Enfield આંધ્ર પ્રદેશના તાડા વિસ્તાર (તિરુપતિ નજીક)માં નવો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપિત કરવાની તૈયારીમાં છે. કંપનીએ જમીન ખરીદવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે, આ પ્રોજેક્ટને હજી કંપનીના બોર્ડની અંતિમ મંજૂરી મળવાની બાકી છે. મંજૂરી મળ્યા બાદ પ્લાન્ટનું કામ તબક્કાવાર પૂર્ણ કરવામાં આવશે જેથી બજારની માંગ અનુસાર ઉત્પાદન ધીમે ધીમે વધારી શકાય. કંપનીનો મુખ્ય ઉદ્દેશ વધતી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ડિમાન્ડને ઝડપી રીતે પૂરી કરવાનો છે.કે
મ પડી રહી છે નવા પ્લાન્ટની જરૂર?
Royal Enfield હાલમાં ભારતમાં સૌથી ઝડપથી વધતી પ્રીમિયમ બાઇક બ્રાન્ડ્સમાંની એક બની ગઈ છે. હાલ કંપનીની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા લગભગ 14.6 લાખ મોટરસાયકલની હોવાનું કહેવાય છે અને તેનો મોટો હિસ્સો પહેલેથી જ ઉપયોગમાં લેવાઈ રહ્યો છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં:
Classic 350
Bullet 350
Hunter 350
Meteor
Himalayan
Interceptor 650 જવી બાઇક્સની માંગ સતત વધી રહી છે. એટલે હવે કંપનીને નવા ઉત્પાદન કેન્દ્રની જરૂરિયાત અનુભવાઈ રહી છે.
ઉત્પાદન ક્ષમતામાં મોટો વધારો થશે
Royal Enfield પહેલેથી જ પોતાના તામિલનાડુના Cheyyar પ્લાન્ટના વિસ્તરણ માટે લગભગ ₹958 કરોડના રોકાણની જાહેરાત કરી ચૂકી છે. હવે નવા આંધ્ર પ્રદેશ પ્લાન્ટ સાથે કંપનીની કુલ ઉત્પાદન ક્ષમતા લગભગ 20 લાખ યુનિટ પ્રતિ વર્ષ સુધી પહોંચી શકે છે.
વિશ્લેષકો માને છે કે આ વધારો કંપનીને:
Waiting Period ઘટાડવામાં
Export વધારવામાં
નવા મોડલ ઝડપથી લોન્ચ કરવામાં
Global Demand પૂરી કરવામાં મોટી મદદ કરશે.
તામિલનાડુમાં પહેલેથી છે ચાર આધુનિક પ્લાન્ટ
Royal Enfield હાલમાં તામિલનાડુમાં ચાર આધુનિક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ચલાવે છે.
અહીં:
350cc
450cc
650cc
સેગમેન્ટની બાઇક્સનું ઉત્પાદન થાય છે.
કંપની સતત નવા મોડલ અને ટેક્નોલોજી પર કામ કરી રહી છે. આગામી સમયમાં Electric Motorcycle અને નવી Adventure Bikes પર પણ કંપનીનું ખાસ ધ્યાન હોવાની ચર્ચા છે. આંધ્ર પ્રદેશનો નવો પ્લાન્ટ કંપનીના ભવિષ્યના મોટા પ્રોજેક્ટ્સ માટે મહત્વપૂર્ણ બની શકે છે.
રાજ્યમાં રોજગાર અને ઔદ્યોગિક વિકાસને મળશે વેગ
આ રોકાણને આંધ્ર પ્રદેશ માટે મોટા ઔદ્યોગિક અવસર તરીકે જોવામાં આવી રહ્યું છે.
માની શકાય છે કે:
હજારો લોકોને સીધો રોજગાર મળશે
Auto Component Suppliersનો નવો નેટવર્ક ઉભો થશે
આસપાસના વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ થશે
સ્થાનિક અર્થતંત્રને ફાયદો થશે
સોશિયલ મીડિયા પર પણ લોકો આ નિર્ણયને રાજ્યના Industrial Growth માટે સકારાત્મક ગણાવી રહ્યા છે.
હવે માત્ર ભારતીય નહીં, વૈશ્વિક બ્રાન્ડ બની Royal Enfield
એક સમય માત્ર ભારતીય બજારમાં મજબૂત ઓળખ ધરાવતી Royal Enfield હવે વૈશ્વિક બ્રાન્ડ તરીકે ઉભરી રહી છે.
કંપની હાલમાં:
80થી વધુ દેશોમાં હાજરી ધરાવે છે
બાંગ્લાદેશ
નેપાળ
બ્રાઝીલ
થાઇલેન્ડ
આર્જેન્ટિના
કોલંબિયા
જવા દેશોમાં CKD (Completely Knocked Down) સુવિધા ચલાવે છે. કંપની આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાની પકડ વધુ મજબૂત બનાવવા પર ધ્યાન આપી રહી છે.
વેચાણમાં પણ બનાવ્યો મોટો રેકોર્ડ
વિત્તીય વર્ષ 2025-26 Royal Enfield માટે ખૂબ સફળ રહ્યું હોવાનું કહેવાય છે. કંપનીએ સતત બીજા વર્ષે 10 લાખથી વધુ બાઇક્સ વેચવાનો રેકોર્ડ બનાવ્યો છે. ભારતમાં વધતી પ્રીમિયમ બાઇક સંસ્કૃતિ, લાંબા રોડ ટ્રિપ્સનો ટ્રેન્ડ અને યુવાનોમાં ક્રૂઝર બાઇક્સ પ્રત્યેનો ક્રેઝ કંપનીના વેચાણમાં વધારો કરતો મુખ્ય પરિબળ માનવામાં આવે છે.





