Home Automobile Car Battery Maintenance Tips

કારની બેટરી વારંવાર આપે છે દગો? : આ સ્માર્ટ ટિપ્સથી બમણું થઈ જશે બેટરીનું આયુષ્ય

Car Battery, Maintenance
Published by: Vishal Dave
Last Updated: May 26, 2026, 05:30 PM IST

સામાન્ય રીતે લોકો એવું વિચારતા હોય છે કે વાહનની બેટરી 3 થી 4 વર્ષમાં નકામી થઈ જાય છે અને તેને બદલવી જ પડે છે. જોકે વાસ્તવિકતા તદ્દન અલગ છે કારણ કે યોગ્ય કાળજી રાખવામાં આવે તો તેનું આયુષ્ય ઘણું લંબાવી શકાય છે. નાની બેદરકારીના કારણે બેટરી વહેલી બગડી જતી હોય છે. જો કેટલીક આદતોમાં સુધારો કરવામાં આવે તો તમારી ગાડીની બેટરી 7 થી 8 વર્ષ સુધી ઉત્તમ પર્ફોર્મન્સ આપી શકે છે. આ માટે સમયાંતરે બેટરીનું ચેકઅપ અને મેન્ટેનન્સ કરવું અનિવાર્ય છે.

ડિસ્ટિલ્ડ વોટરનું લેવલ જાળવી રાખો

બેટરીની લાઈફ વધારવા માટે સૌથી મહત્વની બાબત તેમાં રહેલા પાણીનું સ્તર છે. દર 3 મહિને વાહનનું બોનટ ખોલીને બેટરીમાં Distilled Water નું પ્રમાણ અચૂક તપાસવું જોઈએ. પાણીનું સ્તર ઘટવાના કારણે બેટરી અંદરથી ગરમ થવા લાગે છે અને સેલને નુકસાન થાય છે. નિયમિત અંતરે પાણી ઉમેરતા રહેવાથી બેટરીની કાર્યક્ષમતા જળવાઈ રહે છે.

ટર્મિનલ્સની સફાઈ છે અત્યંત જરૂરી

બીજો મહત્વનો ભાગ બેટરીના ટર્મિનલ્સની સફાઈનો છે. ઘણી વખત આ ટર્મિનલ્સ પર સફેદ કે વાદળી રંગનો ક્ષાર અથવા કાટ જામી જાય છે. આ ક્ષારના કારણે કરંટનો પ્રવાહ અવરોધાય છે અને વાહન સ્ટાર્ટ કરવામાં તકલીફ પડે છે. આવા સમયે ગરમ પાણીનો ઉપયોગ કરીને આ ક્ષારને સરળતાથી સાફ કરી શકાય છે જેથી કનેક્શન મજબૂત રહે.

એન્જિન સ્ટાર્ટ કરતી વખતે રાખો આ સાવધાની

વાહન ચાલુ કરતી વખતે પણ વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. એન્જિન શરૂ કરતા પહેલા ગાડીનું AC, Headlight, Music System કે અન્ય ઈલેક્ટ્રિકલ ઉપકરણો ક્યારેય ઓન ન કરવા જોઈએ. એન્જિન સ્ટાર્ટ થતી વખતે બેટરી પર ઓલરેડી વધારે લોડ હોય છે. જો બધી સિસ્ટમ પહેલેથી ચાલુ હશે તો બેટરી ઝડપથી નબળી પડી જશે. તેથી હંમેશા પહેલા એન્જિન શરૂ કરો અને ત્યારપછી જ અન્ય વસ્તુઓ ચાલુ કરો.

વાહન બંધ કરતા પહેલા આટલું કરો

આ જ નિયમ વાહન બંધ કરતી વખતે પણ લાગુ પડે છે. જ્યારે પણ તમે મુસાફરી પૂરી કરો ત્યારે AC, Blower, Lights અને Music System સંપૂર્ણપણે બંધ કરવાની આદત પાડો. જો આ ઉપકરણો ચાલુ રહી જશે તો આગલી વખતે જ્યારે તમે ગાડી શરૂ કરશો ત્યારે બેટરી પર અતિશય ભાર આવશે જે ધીમે-ધીમે તેની ક્ષમતા ઘટાડી નાખે છે.

આફ્ટર માર્કેટ ઈલેક્ટ્રિકલ એસેસરીઝથી બચો

આજકાલ લોકો પોતાની કારમાં બહારથી ભારે લાઈટો, મોટા હોર્ન, Sub-woofer અને Amplifier જેવી વસ્તુઓ લગાવતા હોય છે. આ પ્રકારની એસેસરીઝ બેટરી પર અતિશય દબાણ લાવે છે જેના કારણે બેટરી ઝડપથી Discharge થઈ જાય છે અને તેનું આયુષ્ય ઘટી જાય છે. આથી કંપની તરફથી આપવામાં આવેલી ઓરિજિનલ સિસ્ટમનો ઉપયોગ કરવો જ હિતાવહ છે.

વાહનની સર્વિસિંગ કરાવતી વખતે બેટરીના ટર્મિનલ્સ બરાબર ટાઈટ છે કે નહીં તે ખાસ ચેક કરાવો. ઢીલા કનેક્શનના લીધે પાવર સપ્લાયમાં સમસ્યા સર્જાય છે. આ સિવાય ટર્મિનલ્સ પર ગ્રીસ, Petroleum Jelly કે એન્ટી-કોરોઝન કોટિંગ લગાવવાથી કાટ લાગવાની સમસ્યાથી બચી શકાય છે અને બેટરી લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now