Home Automobile Tesla Model Y 2026 India Price Cut Launch 50 89 Lakh

એક જ ઝાટકે 9 લાખ રૂપિયા સસ્તી થઈ આ ઇલેક્ટ્રિક કાર! : શાનદાર પરફોર્મન્સ અને મોડર્ન ટેક્નોલોજી સાથે મળશે દમદાર રેન્જ

Electric Car
Published by: Aryan Shah
Last Updated: May 30, 2026, 09:44 AM IST

Electric Car : ભારતમાં લક્ઝરી અને ઇલેક્ટ્રિક કાર ખરીદનારાઓ માટે એક ખૂબ જ મોટા અને ખુશીના સમાચાર આવ્યા છે. દુનિયાની જાણીતી ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની ટેસ્લાએ ભારતીય ગ્રાહકોને ધ્યાનમાં રાખીને એક મોટું પગલું ભર્યું છે. ટેસ્લા ઈન્ડિયાએ ભારતમાં પોતાનું નવું 2026 મોડલ વાય (Model Y) લોન્ચ કરી દીધું છે. સૌથી મહત્વની વાત એ છે કે, કંપનીએ આ કારની કિંમતમાં ભારે ઘટાડો કર્યો છે, જેનાથી કાર પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

મોટો ભાવ ઘટાડો

જે લોકોને એવી ફરિયાદ હતી કે, ટેસ્લાની કાર ખૂબ મોંઘી હોય છે, તેમના માટે કંપનીએ શાનદાર ભેટ આપી છે. ટેસ્લા ઈન્ડિયાએ મોડલ વાયની કિંમતમાં સીધો 9 લાખ રૂપિયાનો ઘટાડો કર્યો છે. પહેલા આ કાર ખરીદવા માટે 59.89 લાખ રૂપિયા ચૂકવવા પડતા હતા, પરંતુ હવે આ નવું મોડલ માત્ર 50.89 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતમાં મળી જશે. જોકે, કંપનીએ તેના બીજા મોડલ વાય એલ (Model Y L) ની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી.

પ્રીમિયમ લુક અને 20 ની દમદાર માઇલેજ આપે છે આ Sedan!: નવી Honda City જોઈને SUVs ભૂલી જશો

બજારમાં પકડ મજબૂત કરવાનો પ્લાન

ટેસ્લાએ ભારતના ઇલેક્ટ્રિક વાહન માર્કેટમાં પોતાની પકડ મજબૂત કરવા માટે આ નવો પ્લાન બનાવ્યો છે. કંપનીએ પોતાની લોકપ્રિય SUV કારની કિંમત ઘટાડીને ભારતીય પોર્ટફોલિયોને નવો લુક આપ્યો છે. આ નવી કાર માટે બુકિંગ કરાવનાર ગ્રાહકોને જુલાઈ 2026 થી ડિલિવરી મળવાની શરૂ થઈ જશે. આ સાથે જ તાજેતરમાં લોન્ચ થયેલી 6 સીટર SUV Model Y L AWD ની કિંમત 61.99 લાખ રૂપિયા યથાવત રાખવામાં આવી છે.

શાનદાર ફીચર્સ અને સુવિધાઓ

ટેસ્લા મોડલ Y RWD એવા ગ્રાહકો માટે બેસ્ટ ઓપ્શન છે જેઓ બજેટ કિંમતમાં પ્રીમિયમ ફીચર્સનો આનંદ લેવા માંગે છે. આ કારમાં 60kWh નું પાવરફુલ બેટરી પેક આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે, આ કાર એક સિંગલ ચાર્જમાં 500 કિલોમીટર સુધીની શાનદાર રેન્જ આપે છે. સ્પીડની વાત કરીએ તો આ કાર માત્ર 5.9 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. કારની અંદર ઓલ-બ્લેક અને ઝેન ગ્રે જેવી આકર્ષક થીમ અને 16-ઇંચની મોટી ટચસ્ક્રીન પણ જોવા મળે છે.

નવી કાર ખરીદવા જતાં પહેલાં આ વાંચી લો: આ મહિનામાં ખરીદશો તો બચી શકે લાખો રૂપિયા!

અન્ય કંપનીઓ માટે મોટો પડકાર

ટેસ્લા ઈન્ડિયા ધીમે-ધીમે ભારતના પ્રીમિયમ ઇલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં પોતાનું સ્થાન મજબૂત કરી રહી છે. મુંબઈ અને દિલ્હી પછી હવે કંપનીએ બેંગલુરુમાં પણ પોતાના એક્સપિરિયન્સ સેન્ટર શરૂ કર્યા છે. આ આક્રમક કિંમતના કારણે હવે ભારતીય લક્ઝરી ઇલેક્ટ્રિક કાર બજારમાં અન્ય કંપનીઓ વચ્ચે ભારે સ્પર્ધા જોવા મળશે. 50.89 લાખ રૂપિયાની આ નવી કિંમત ટેસ્લાને ભારતીય બજારમાં ખૂબ જ આકર્ષક બનાવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now