Home Automobile Mitsubishi Pajero Montero Comeback 13 New Models 2031

Pajeroની વાપસીનો સંકેત! : 2031 સુધી 13 નવી ગાડીઓ લોન્ચ કરવાની તૈયારી, શું ફરી જોવા મળશે જૂનો દબદબો?

Mitsubishi Pajero, Pajero Comeback
Published by: Vishal Dave
Last Updated: May 30, 2026, 06:00 PM IST

ભારતીય ઓટોમોબાઇલ બજારમાં Mitsubishiનું નામ આજે ભલે પહેલાની જેમ સક્રિય ન હોય, પરંતુ તેની Pajero SUV આજે પણ કાર પ્રેમીઓ માટે એક ખાસ ઓળખ ધરાવે છે. Dakar Rallyમાં મળેલી સફળતા, મજબૂત બોડી, ઓફ-રોડિંગ ક્ષમતા અને શાનદાર રોડ પ્રેઝન્સના કારણે Pajeroને વર્ષો સુધી SUV સેગમેન્ટની આઇકોનિક ગાડી માનવામાં આવી હતી. હવે Mitsubishiએ સત્તાવાર રીતે સંકેત આપ્યો છે કે Pajero અને Montero બ્રાન્ડ ફરી વાપસી કરવા જઈ રહી છે.

કંપનીએ પોતાના નવા રોડમેપમાં માત્ર એક નવી SUV નહીં પરંતુ Pajero નામ હેઠળ સંપૂર્ણ પ્રોડક્ટ લાઇનઅપ વિકસાવવાની યોજના જાહેર કરી છે. આ જાહેરાત બાદ વિશ્વભરના SUV પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Pajero અને Monteroની વાપસીની સત્તાવાર પુષ્ટિ

Mitsubishiએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ટીઝર શેર કરીને સંકેત આપ્યો છે કે Pajero અને Montero ફરી બજારમાં આવવા માટે તૈયાર છે. કંપનીના જણાવ્યા અનુસાર Pajero હવે માત્ર એક મોડલ તરીકે નહીં પરંતુ એક સંપૂર્ણ બ્રાન્ડ તરીકે વિકસાવવામાં આવશે.

આ નિર્ણય Mitsubishi માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે Pajero વર્ષો સુધી કંપનીની સૌથી સફળ અને લોકપ્રિય SUV રહી છે. ઘણા દેશોમાં Pajero અને Montero અલગ નામે વેચાતી રહી છે, પરંતુ બંનેનું વારસો એક જ છે.

ફરી મળશે અસલી ઓફ-રોડ SUVનો અનુભવ

અહેવાલો મુજબ નવી Montero અને Pajero SUV પરંપરાગત Ladder Frame ચેસિસ પર આધારિત રહેશે. આ પ્રકારનું પ્લેટફોર્મ ખાસ કરીને ભારે ઓફ-રોડિંગ અને કઠિન રસ્તાઓ માટે વધુ મજબૂત માનવામાં આવે છે.

આજકાલ મોટાભાગની SUV મોનોકોક પ્લેટફોર્મ પર બનાવવામાં આવે છે, પરંતુ Mitsubishi પોતાની નવી Pajeroને તેના મૂળ સ્વરૂપ સાથે જાળવી રાખવા માંગે છે. આ કારણસર ઓફ-રોડિંગ પસંદ કરનારા ગ્રાહકો માટે આ SUV ખાસ આકર્ષણનું કેન્દ્ર બની શકે છે.

બે નવી Pajero SUV પર ચાલી રહ્યું છે કામ

કંપનીના રોડમેપથી સંકેત મળે છે કે હાલમાં ઓછામાં ઓછા બે નવી Pajero SUV વિકસાવવામાં આવી રહી છે. Mitsubishiએ છેલ્લે 2021માં Pajero નામનો ઉપયોગ કર્યો હતો, ત્યારબાદ આ નામ બજારમાંથી ગાયબ થઈ ગયું હતું.

હવે કંપની તેને નવી ઓળખ સાથે પાછું લાવવા માંગે છે. માનવામાં આવે છે કે એક મોડલ પરંપરાગત ઓફ-રોડિંગ SUV તરીકે આવશે, જ્યારે બીજી SUV આધુનિક ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી શકે છે.

ડિઝાઇનમાં શું હશે ખાસ?

ટીઝર તસવીરો અને ઉપલબ્ધ માહિતી અનુસાર નવી Pajeroનો દેખાવ વધુ આધુનિક પરંતુ પરંપરાગત SUV સ્ટાઇલ સાથે હશે. તેમાં Connected LED DRL ડિઝાઇન જોવા મળી શકે છે, જે Mitsubishiના લોગોને મધ્યમાં સ્પ્લિટ કરતી હશે.

SUVનો બોક્સી આકાર અને ઊંચી સ્ટાન્સ સૂચવે છે કે Mitsubishi તેને વધુ પ્રીમિયમ અને શક્તિશાળી રોડ પ્રેઝન્સ આપવા માંગે છે. ઘણી હદ સુધી તે Triton પિકઅપ ટ્રક પરથી પ્રેરિત ડિઝાઇન અપનાવી શકે છે.

એન્જિન વિકલ્પો શું હોઈ શકે?

કંપનીએ હજુ સુધી એન્જિન અંગે સત્તાવાર માહિતી જાહેર કરી નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય અહેવાલો અનુસાર નવી Pajeroમાં પેટ્રોલ, ડીઝલ અને પેટ્રોલ-ઇલેક્ટ્રિક હાઇબ્રિડ પાવરટ્રેન વિકલ્પો મળી શકે છે.

વિશ્વભરમાં ઇલેક્ટ્રિફિકેશન તરફ વધી રહેલા ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને Mitsubishi હાઇબ્રિડ ટેક્નોલોજી પર પણ ભાર મૂકી શકે છે. જોકે ઓફ-રોડિંગ ક્ષમતાને ધ્યાનમાં રાખીને શક્તિશાળી એન્જિન વિકલ્પોની અપેક્ષા કરવામાં આવી રહી છે.

2031 સુધી 13 નવા મોડલ્સનો મોટો પ્લાન

Mitsubishiના FY26થી FY31 સુધીના રોડમેપ મુજબ કંપની કુલ 13 નવા મોડલ્સ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ યાદીમાં વિવિધ સેગમેન્ટના વાહનોનો સમાવેશ થાય છે.

આમાં Kei Wagon, Kei BEV, Pickup Truck, બે BEV SUV, નવી પેઢીની Xpander અને ઓફ-રોડિંગ પર કેન્દ્રિત અનેક વાહનો સામેલ છે. આથી સ્પષ્ટ થાય છે કે Mitsubishi આગામી વર્ષોમાં પોતાની વૈશ્વિક હાજરી મજબૂત બનાવવા માટે આક્રમક વ્યૂહરચના અપનાવી રહી છે.

ભારતમાં Pajeroની વાપસી શક્ય છે?

હાલમાં Mitsubishiએ ભારતીય બજારમાં Pajeroના લોન્ચ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. જોકે ભારતમાં આજે પણ Pajeroના સેકન્ડ-હેન્ડ મોડલ્સની માંગ નોંધપાત્ર છે.

SUV પ્રેમીઓ અને ઓફ-રોડિંગ સમુદાયમાં Pajeroને હજુ પણ ખાસ સ્થાન પ્રાપ્ત છે. જો Mitsubishi ફરીથી ભારતીય બજારમાં સક્રિય બનવાનો નિર્ણય લે છે, તો Pajero તેની સૌથી મોટી ઓળખ બની શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now