logo-img
Which Suv Would Be Best For You To Buy With A Salary Of 40000 Know About These 5 Cars

₹40,000 પગારમાં કઈ SUV ખરીદવી તમારા માટે રહેશે બેસ્ટ? : સ્ટાઇલ, સેફ્ટી અને શાનદાર માઇલેજ આપતી 5 કારો વિશે જાણો

₹40,000 પગારમાં કઈ SUV ખરીદવી તમારા માટે રહેશે બેસ્ટ?
Published by: Offbeat Team
| Last Updated: Feb 23, 2026, 10:24 AM IST

Top 5 budget SUVs : ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં હવે SUV ખરીદવી એ માત્ર અમીર લોકોનું સપનું નથી રહ્યું. જો તમારો માસિક પગાર ₹35,000 થી ₹40,000 ની વચ્ચે છે અને તમારી ઉપર કોઈ મોટી લોનનું ભારણ નથી, તો તમે પણ એક શાનદાર SUV ના માલિક બની શકો છો. મધ્યમ વર્ગના પરિવારોને ધ્યાનમાં રાખીને કંપનીઓએ હવે ₹6 લાખ થી ₹10 લાખની રેન્જમાં ઘણી સુરક્ષિત અને ફીચર-લોડેડ કારો લોન્ચ કરી છે. જાણો એવી 5 SUV વિશે જે તમારા બજેટમાં ફિટ બેસી શકે.

ટાટા પંચ (Tata Punch) : સુરક્ષા અને માઇલેજનું કોમ્બિનેશન

ટાટા પંચ હાલમાં ભારતમાં સૌથી વધુ વેચાતી અને સુરક્ષિત ગણાતી SUV છે. તેની શરૂઆતની કિંમત ₹5.59 લાખ (એક્સ-શોરૂમ) છે. આ કાર ખાસ કરીને એવા લોકો માટે છે જેમને મજબૂત બનાવટ અને સારી માઇલેજ જોઈએ છે. તેના CNG વેરિઅન્ટમાં 26.99 કિમી/કિલોની માઇલેજ મળે છે. તેમાં સનરૂફ અને મોટી ટચસ્ક્રીન જેવી મોડર્ન ફીચર્સ પણ ઉપલબ્ધ છે.

નિસાન મેગ્નાઈટ (Nissan Magnite) : ઓછા બજેટમાં વધુ ફીચર્સ

જો તમે ઓછા બજેટમાં હાઇ-ટેક ફીચર્સ ઈચ્છો છો, તો નિસાન મેગ્નાઈટ શ્રેષ્ઠ ઓપ્શન છે. ₹5.61 લાખની શરૂઆતની કિંમત ધરાવતી આ SUV માં 360-ડિગ્રી કેમેરા અને એમ્બિયન્ટ લાઈટિંગ જેવા લક્ઝરી ફીચર્સ મળે છે. તે બે એન્જિન ઓપ્શનમાં આવે છે અને સુરક્ષા માટે તેમાં 6 એરબેગ્સ સ્ટાન્ડર્ડ આપવામાં આવી છે.

મારુતિ સુઝુકી ફ્રોન્ક્સ (Maruti Suzuki Fronx) : સ્ટાઈલિશ લુક અને ભરોસો

મારુતિની આ કાર તેના સ્પોર્ટી લુકને કારણે યુવાનોમાં ખૂબ લોકપ્રિય છે. ₹6.84 લાખથી શરૂ થતી ફ્રોન્ક્સમાં પ્રીમિયમ ઇન્ટિરિયર અને આધુનિક ટેકનોલોજી મળે છે. જે લોકોને માઇલેજની વધુ ચિંતા છે તેમના માટે આનું CNG મોડલ 28.51 કિમી/કિલોની શાનદાર એવરેજ આપે છે.

સ્કોડા કાયલક (Skoda Kylaq) : યુરોપિયન સ્ટાઇલ અને પાવર

સ્કોડાએ હાલમાં જ તેની સૌથી સસ્તી SUV 'Kylaq' લોન્ચ કરી છે. ₹7.59 લાખની કિંમત ધરાવતી આ કારમાં પાવરફુલ ટર્બો એન્જિન આપવામાં આવ્યું છે. જે લોકોને ડ્રાઇવિંગનો આનંદ લેવો છે અને વેન્ટિલેટેડ સીટ્સ (ઠંડી સીટો) જેવા પ્રીમિયમ ફીચર્સ જોઈએ છે, તેમના માટે આ એક પરફેક્ટ કાર છે.

કિયા સાયરોસ (Kia Syros) : હાઇ-ટેક ટેકનોલોજીનો ખજાનો

કિયા સાયરોસ એ લોકો માટે છે જેમને કારમાં લેટેસ્ટ ટેકનોલોજી જોઈએ છે. ₹8.67 લાખની શરૂઆતની કિંમત સાથે આ કારમાં ADAS (એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટન્ટ સિસ્ટમ) જેવી મોંઘી કારોમાં મળતી સુરક્ષા ફીચર મળે છે. તેનું 12.3-ઇંચનું ડ્યુઅલ ડિસ્પ્લે કારને અંદરથી એકદમ પ્રીમિયમ લુક આપે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now