Home National Manipur Security Forces Arrest Imphal Airport Blast Accused Seize Weapons

મણિપુરમાં સુરક્ષા દળોની મોટી કાર્યવાહી : એરપોર્ટ બ્લાસ્ટના આરોપી સહિત પ્રતિબંધિત સંગઠનોના અનેક કેડરોની ધરપકડ, હથિયારોનો જથ્થો જપ્ત

Manipur News, Airport Blast Arrest
Published by: Nirali Gohil
Last Updated: May 07, 2026, 05:38 AM IST

Manipur News: મણિપુરમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે સુરક્ષા દળોએ વિવિધ જિલ્લાઓમાં સઘન ઓપરેશન હાથ ધરીને પ્રતિબંધિત સંગઠનોના સક્રિય કેડરોને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં ઇમ્ફાલ એરપોર્ટ પાસે થયેલા વિસ્ફોટમાં સંડોવાયેલા મુખ્ય આરોપીની ધરપકડ સહિત મોટા પ્રમાણમાં રોકડ અને આધુનિક હથિયારોનો જથ્થો રિકવર કરવામાં આવ્યો છે. સુરક્ષા દળો દ્વારા રાજ્યના સંવેદનશીલ અને સરહદી વિસ્તારોમાં સતત સર્ચ ઓપરેશન અને એરિયા ડોમિનેશનની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે.

રાજ્યના વિવિધ હિલ્સ અને વેલી વિસ્તારોમાં કુલ 114 નાકા અને ચેકપોઇન્ટ્સ કાર્યરત કરવામાં આવ્યા છે જેથી શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખી શકાય. આ ઉપરાંત, નેશનલ હાઈવે-37 પર આવશ્યક ચીજવસ્તુઓ લઈ જતાં વાહનોની સુરક્ષિત અવરજવર માટે વિશેષ સુરક્ષા કોન્વોયની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

નંબર પ્લેટ વગરની બાઇક અને ફિલ્મી ઢબે પીછો: શુભેન્દુ અધિકારીના PAની ટાર્ગેટ કિલિંગ, જુઓ એક બાદ એક કેવી રીતે કડીઓ જોડાઈ

ઇમ્ફાલ એરપોર્ટ વિસ્ફોટનો આરોપી જેલના સળિયા પાછળ

મણિપુર પોલીસે ગત 3 મે 2026ના રોજ ઇમ્ફાલ એરપોર્ટ પાસે થયેલા બોમ્બ વિસ્ફોટના કેસમાં મોટી સફળતા મેળવી છે. આ ઘટનામાં સંડોવાયેલા પ્રતિબંધિત સંગઠન KCP (PSC) ના સક્રિય કેડર લાશરામ ઈબોમચા મેઈતેઈ (47) ની તેના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી મોબાઈલ ફોન અને આધાર કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે અને કોર્ટે તેને 10 દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપ્યો છે.

"નિઝામ પેલેસ આઓ, ગપ્પે મારેંગે, ચાય પીયેગેં, જશ્ન મનાયેંગે...!": ગોળીબારની ઘટના પહેલાં ચંદ્રનાથની કોની સાથે થઈ હતી છેલ્લી વાતચીત

KCP અને PREPAK (PRO) ના કેડરોની ધરપકડ

સુરક્ષા દળોએ ઇમ્ફાલ વેસ્ટ જિલ્લામાં અલગ-અલગ દરોડા પાડીને KCP (PSC) ના સક્રિય કેડર હાઓબમ જોહ્ન્સન મેઈતેઈ (25) અને સાલમ ઓંગ્બી કોંજંગબમ કરુણા દેવી (51) ની ધરપકડ કરી છે. મહિલા કેડર કરુણા દેવીના ઘરેથી સુરક્ષા દળોને 6.81 લાખ રૂપિયાની રોકડ રકમ પણ મળી આવી છે. આ ઉપરાંત, PREPAK (PRO) સંગઠનના વાંખેમ રોહિત સિંહ ઉર્ફે અંગખેઈ (25) ની પણ ધરપકડ કરવામાં આવી છે, જેની પાસેથી મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી આવી છે.

IPS સુમતિનું મધરાતે સાહસિક ઓપરેશન: સામાન્ય મહિલા બનીને બસ સ્ટેન્ડ પર ઉભા રહ્યા, 40 શખ્સોએ કરી પજવણી

જંગલોમાંથી AK-47 અને IED સહિતનો દારૂગોળો મળ્યો

ચુરાચંદપુર જિલ્લામાં યુકેએનએ (UKNA) ના લેફ્ટનન્ટ સીમેનલાલ હાઓકિપ (22) ની ધરપકડ બાદ તેની પૂછપરછમાં મળેલી વિગતોના આધારે એસ. ખોલેન અને ઉખા લોઈખાઈના જંગલ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન નીચે મુજબનો જથ્થો જપ્ત કરાયો છે:

  • 01 AK-47 રાઈફલ અને મેગેઝીન

  • 01 ગ્લોક કેલિબર .32 ACP પિસ્તોલ

  • 04 IED (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ)

  • 02 હેન્ડ ગ્રેનેડ અને વિવિધ કેલિબરના 26 જીવતા કારતૂસ

  • રેડિયો સેટ અને એક મારુતિ જીપ્સી

આજે ગાંધી મેદાનમાં બિહારમાં સમ્રાટની સરકારની તાજપોશી: જાણો મંત્રી મંડળમાં કોને-કોને મળ્યો મોકો

નશાના કારોબાર પર પણ ત્રાટકી પોલીસ

સુરક્ષા એજન્સીઓએ માત્ર આતંકવાદી ગતિવિધિઓ જ નહીં પરંતુ નશાના કાળા કારોબાર સામે પણ કાર્યવાહી તેજ કરી છે. સેકમાઈ પંગલતાબી વિસ્તારમાંથી મોહમ્મદ સાજિદ ખાન (28) નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જેની પાસેથી આશરે 1 કિલો વજન ધરાવતી 10,000 એમ્ફેટામાઈન (WY) ટેબ્લેટ્સ જપ્ત કરવામાં આવી છે. મણિપુર પોલીસ અને સુરક્ષા દળો હાલમાં સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ પર છે અને તમામ સંવેદનશીલ વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા જાળવી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now