Home National Kerala School Girls Period Leave Three Days Proposal

ગુડ ન્યૂઝ! આ રાજ્યમાં વિદ્યાર્થિનીઓને મળી શકે છે 3 દિવસની પીરિયડ લીવ : ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત

Maternity Benefit Act
Published by: Viral Patel
Last Updated: May 29, 2026, 12:12 PM IST

Maternity Benefit Act: કેરળમાં યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓને થોડા વર્ષો પહેલા પીરિયડ લીવ (માસિક ધર્મ રજા)ની સુવિધા આપવામાં આવી હતી, પરંતુ વી.ડી. સતીશનના નેતૃત્વવાળી નવી યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) સરકારે તેને શાળાના વિદ્યાર્થીઓ સુધી વિસ્તારીને એક નવો દાખલો બેસાડ્યો છે. કેરળ સરકાર શાળાઓમાં ભણતી વિદ્યાર્થિનીઓ માટે દર મહિને ત્રણ દિવસની માસિક ધર્મ રજા એટલે કે પીરિયડ લીવ આપવા પર વિચાર કરી રહી છે. આ પ્રસ્તાવ અંગે રાજ્યમાં શિક્ષણ અને આરોગ્ય વિભાગ વચ્ચે ચર્ચા ચાલી રહી છે. જો આ નિર્ણય લાગુ થશે, તો કેરળ દેશના એવા રાજ્યોમાં સામેલ થઈ જશે જ્યાં છોકરીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વિશેષ રજાની વ્યવસ્થા કરવામાં આવી છે.

શા માટે લેવાઈ રહ્યું છે આ પગલું?

શુક્રવારે વિધાનસભામાં રાજ્યપાલ રાજેન્દ્ર અર્લેકરના ભાષણમાં 'માસિક ધર્મ ગરિમા પરિયોજના' (મેન્સ્ટ્રુઅલ ડિગ્નિટી પ્રોજેક્ટ) ની યોજનાઓનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સરકારનું માનવું છે કે ઘણી વિદ્યાર્થિનીઓ માસિક ધર્મ દરમિયાન દુખાવો, નબળાઈ અને અન્ય ઘણી સમસ્યાઓને કારણે શાળાએ જઈ શકતી નથી. આવી સ્થિતિમાં તેમને માનસિક અને શારીરિક રાહત આપવા માટે આ પગલું ભરી શકાય છે.

શું છે ઓપરેશન 'શેરુવાલી'? : જાણો રાજૌરીના ગાઢ જંગલોમાં સેના કઈ રીતે કરી રહી છે ઓપરેશન

આ યોજના હેઠળ વિદ્યાર્થિનીઓને મહિનામાં ત્રણ દિવસ સુધીની માસિક ધર્મ રજા મળશે. એટલું જ નહીં, તેમને અઠવાડિયાના અંતમાં (વીકેન્ડ પર) એક્સ્ટ્રા ક્લાસ પણ આપવામાં આવશે જેથી તેઓ અભ્યાસમાં પાછળ ન રહી જાય. આનાથી વિદ્યાર્થિનીઓ પર ભણવાનું દબાણ પણ ઘટશે. આ અગાઉ કેરળમાં યુનિવર્સિટી અને કોલેજની વિદ્યાર્થિનીઓને પીરિયડ લીવની સુવિધા આપવામાં આવી ચૂકી છે. હવે આ જ વ્યવસ્થાને શાળા સ્તર સુધી લંબાવવાનો વિચાર ચાલી રહ્યો છે. રાજ્ય સરકારનું કહેવું છે કે વિદ્યાર્થિનીઓના અભ્યાસ પર કોઈ અસર ન પડે તે માટે અલગથી માર્ગદર્શિકા (ગાઈડલાઈન્સ) પણ તૈયાર કરવામાં આવશે.

NEET વિવાદ પર સુપ્રીમ કોર્ટનું કડક વલણ : NTA ને વધુ મજબૂત બનાવવા કેન્દ્ર સરકાર પાસેથી માંગ્યો જવાબ

મહિલાઓને બીજું શું મળશે?

રાજ્યપાલે જણાવ્યું હતું કે સરકારનો હેતુ કેરળને દેશનું સૌથી 'વુમન-ફ્રેન્ડલી' (મહિલા અનુકૂળ) રાજ્ય બનાવવાનો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે કાર્યસ્થળ (વર્કપ્લેસ) પર મહિલાઓ માટે સમાન વેતન લાગુ કરવા માટેના પગલાં લેવામાં આવશે. તેમણે કહ્યું કે સરકાર મેટરનિટી બેનિફિટ એક્ટ (માતૃત્વ લાભ અધિનિયમ), 1961 હેઠળ 'ચાઇલ્ડ કેર રૂલ્સ' લાગુ કરવાનો પ્રસ્તાવ મૂકે છે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે તમામ ખાનગી ઓફિસો, ઔદ્યોગિક એકમો, આઇટી પાર્ક અને 50 થી વધુ કર્મચારીઓ ધરાવતા તમામ પ્રતિષ્ઠાનોમાં સુરક્ષિત અને ઉચ્ચ ગુણવત્તાવાળા ડે-કેર સેન્ટર અને ક્રેચ (બાળઘર) ની સુવિધા હોય. રાજ્યપાલે માહિતી આપી હતી કે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓને 6 મહિનાની મેટરનિટી લીવ (માતૃત્વ રજા) સહિતના વિશેષ લાભો આપવામાં આવશે. આ સાથે જ કેરળના તમામ મુખ્ય શહેરોમાં જાહેર શૌચાલયોની વ્યવસ્થા કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now