Home National Iran Us Tension Undersea Cable India Internet Impact Gujarati

હવે ઇન્ટરનેટ ઠપ કરશે ઈરાન? : એક નિર્ણય લઈને દુનિયાને ચોંકાવી, ભારતમાં પણ મચી શકે છે ખળભળાટ

Iran US tension
Published by: Viral Patel
Last Updated: May 19, 2026, 02:58 PM IST

internet closed in india soon: આ સમયે પૂરી દુનિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર પડી રહી છે અને પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. ઈરાન-અમેરિકા વૉરના કારણે તેલની કિંમતોથી લઈને ગ્લોબલ સપ્લાય અને ઇન્ટરનેટ સુધીની દરેક વસ્તુ પર હવે તેની અસર સ્પષ્ટ દેખાવા લાગી છે. આ જ કારણ છે કે હવે આ વૉર માત્ર બે દેશો વચ્ચેની લડાઈ નથી રહ્યું, પરંતુ પૂરી દુનિયા માટે આ યુદ્ધ મુશ્કેલીઓ ઊભી કરી રહ્યું છે.

બે દેશો વચ્ચેનું આ યુદ્ધ હવે સીધું સામાન્ય માણસના ખિસ્સા અને જિંદગી બંને પર અસર કરી રહ્યું છે. શરૂઆત સૈન્ય કાર્યવાહીથી થઈ હતી, પરંતુ હવે તેની અસર આ બે દેશોની વચ્ચેથી નીકળીને પૂરી દુનિયા સુધી પણ પહોંચી ગઈ છે. તેલ, જહાજોની અવરજવર, સપ્લાય અને બજાર પર અસર બાદ હવે એક નવી ચિંતા ઊભી થઈ છે અને તે છે ઇન્ટરનેટની સમસ્યા. આ વાત ભલે નવી લાગે, પરંતુ હવે ઇન્ટરનેટ પણ એકબીજા પર દબાણ લાવવાનો એક રસ્તો બની શકે છે.

શું છે કોકરોચ જનતા પાર્ટી? : જેણે કલાકોમાં બનાવ્યા લાખો મેમ્બર; મહુઆ મોઇત્રા અને કીર્તિ આઝાદ પણ આ પાર્ટીના સભ્ય!

શું ઈરાન વસૂલશે ઇન્ટરનેટ કેબલ ટોલ?

તાજેતરમાં જ ઈરાનના સૈન્ય પ્રવક્તા ઇબ્રાહિમ જોલ્ફાઘરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેમણે કહ્યું, ‘અમે ઇન્ટરનેટ કેબલ પર શુલ્ક લગાવીશું’ એટલે કે સમુદ્રની નીચે પથરાયેલી ઇન્ટરનેટ કેબલનો ઉપયોગ કરવા માટે કંપનીઓએ પૈસા ચૂકવવા પડી શકે છે. આ વાત નાની નથી, કારણ કે દુનિયાનો મોટો ભાગ ઇન્ટરનેટ આ જ કેબલના માધ્યમથી ચલાવે છે. જમીનની ઉપર દેખાતું ઇન્ટરનેટ ખરેખર સમુદ્રની નીચે પથરાયેલી ફાઇબર કેબલથી ચાલે છે, જે એક દેશને બીજા દેશ સાથે જોડે છે.

ક્યાં છે ઇન્ટરનેટની કિલ સ્વિચ?

આ સમગ્ર મામલાને સમજવા માટે ડેટા એનાલિસિસ કરવામાં આવ્યું છે. જેમાં સામે આવ્યું છે કે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Strait of Hormuz) ની નીચે ઇન્ટરનેટ કેબલનું એક મોટું નેટવર્ક મોજૂદ છે. આ વિસ્તાર માત્ર તેલ માટે જ નહીં, પરંતુ ઇન્ટરનેટ માટે પણ અત્યંત મહત્વનો માનવામાં આવે છે. આ વિસ્તારમાંથી ઘણી મોટી કેબલ્સ પસાર થાય છે, જે એશિયા, આફ્રિકા અને યુરોપને જોડે છે. એટલે કે જો અહીં કોઈ સમસ્યા થાય છે, તો તેની અસર એકસાથે ઘણા દેશો પર પડી શકે છે.

પેટ્રોલ-ડિઝલ બાદ આ ખાદ્ય વસ્તુના ભાવ પણ આસમાને પહોંચ્યા : પ્રતિ પેકેટ રૂ.5 સુધીનો વધારો ઝીંકાતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

ભારતના ઇન્ટરનેટ પર પડશે અસર?

આ મામલાને લઈને ઇન્ડિયા ટુડેની ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ ટીમે તપાસ કરી છે. 'ટેલિજિયોગ્રાફી' નામની એક આંતરરાષ્ટ્રીય સંસ્થાના ડેટાના આધારે એ જાણવા મળ્યું છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની નીચે ઇન્ટરનેટ કેબલ્સની એક બહુ મોટી જાળ પથરાયેલી છે. આ અહેવાલ અનુસાર, આ વિસ્તારમાંથી ઘણી મોટી કેબલ્સ પસાર થાય છે, જેમાં FALCON, GBICS, 2Africa, SeaMeWe 6 અને AAE 1 જેવી અગ્રણી કેબલ્સ સામેલ છે. આ કેબલ્સ એશિયા, આફ્રિકા અને યુરોપ વચ્ચેના ઇન્ટરનેટ ટ્રાફિકને સંભાળે છે. એટલે કે દુનિયાનો મોટો ભાગ આ જ રસ્તાથી જોડાયેલો છે. ભારત માટે આ મામલો વધુ મહત્વનો છે, કારણ કે આ કેબલ્સમાંથી ઘણી સીધી ભારત સુધી આવે છે અને મુંબઈ તેમજ ચેન્નાઈમાં જોડાય છે. આ જ કેબલ ભારતને ખાડીના દેશો, યુરોપ અને આફ્રિકા સાથે જોડે છે.

આનાથી એરટેલ અને જીઓ પણ થઈ શકે છે પ્રભાવિત

ભારતની મોટી ટેલિકોમ કંપનીઓ જેવી કે એરટેલ (Airtel) અને જીઓ (Jio) પણ આ જ નેટવર્ક સાથે જોડાયેલી છે. તેથી હવે જો આ રસ્તામાં કોઈ પણ પ્રકારની અડચણ આવે છે, તો તેની અસર ભારત પર પણ પડશે. જો ફી વધે છે અથવા કેબલને કોઈ નુકસાન થાય છે, તો તેની સીધી અસર ભારતના લોકો પર પડશે.

દેશમાં ફરી લોકડાઉન જેવો માહોલ? : ઇંધણમાં કરકસર અને સોનું ન ખરીદવાની PM મોદીની અપીલ બાદ સરકારના 5 મોટા આકરા આદેશો

ઇન્ટરનેટ માત્ર સોશિયલ મીડિયા પૂરતું જ સીમિત નથી, પરંતુ બેન્કિંગ, યુપીઆઈ (UPI) પેમેન્ટ, ઓફિસનું કામ, ઓનલાઇન અભ્યાસ, વીડિયો સ્ટ્રીમિંગ અને કંપનીઓનો ડેટા બધું જ આના પર નિર્ભર કરે છે. તેથી જો ઇન્ટરનેટ સ્લો થાય છે, મોંઘું થાય છે અથવા તો થોડા સમય માટે બંધ થાય છે, તો તેની સીધી અસર સામાન્ય લોકોની રોજિંદી જિંદગી પર પણ પડશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now