Home Sports IPL 2026 Ipl 2026 Mumbai Indians Hardik Pandya Bumrah Suryakumar Selection Crisis

IPL 2026; મુંબઈ ઈન્ડિયન્સ સૂર્યા-બુમરાહને કરશે બહાર? : સતત હાર પછી હાર્દિક પંડ્યાએ કહ્યું, "અમારે..."

Hardik Pandya
Published by: Aryan Shah
Last Updated: Apr 17, 2026, 09:34 AM IST

Mumbai Indians : IPL 2026 ની સિઝન મુંબઈ ઈન્ડિયન્સ માટે અત્યાર સુધી ખૂબ જ નિરાશાજનક રહી છે. ટીમ અત્યાર સુધી રમાયેલી પાંચ મેચોમાંથી માત્ર એક જ જીત મેળવી શકી છે અને પોઈન્ટ ટેબલમાં નીચલા ક્રમે છે. પંજાબ કિંગ્સ સામે મળેલી કારમી હાર બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટીમના પરફોર્મન્સ પર નારાજગી વ્યક્ત કરી છે અને આગામી સમયમાં મોટા ફેરફારો કરવાની ચેતવણી આપી છે.

વાનખેડેમાં પંજાબનો દબદબો

ગુરુવારે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને સતત ચોથી હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈએ પંજાબ કિંગ્સને 196 રનનો પડકાર આપ્યો હતો, પરંતુ પંજાબની ટીમે શાનદાર બેટિંગ કરીને આ લક્ષ્યાંક માત્ર 16.3 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. મુંબઈના બોલરો આ મેચમાં બિલકુલ નિષ્ફળ સાબિત થયા હતા, જેના કારણે હારનો આંકડો મોટો બન્યો છે.

હાર્દિક પંડ્યાની કડક ટિપ્પણી

હાર બાદ હાર્દિક પંડ્યાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, હવે બેસીને આશા રાખવાનો સમય પૂરો થઈ ગયો છે. હાર્દિક પંડ્યાએ જણાવ્યું કે, ટીમમાં કઈ ખામી છે તે શોધવા માટે ડ્રોઈંગ બોર્ડ પર પરત ફરવું પડશે. હાર્દિક પંડ્યાના મતે, હવે એવા કડક પ્રશ્નો પૂછવાનો સમય આવી ગયો છે કે, શું આપણે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવો જોઈએ કે જૂની પદ્ધતિથી જ રમતા રહેવું જોઈએ.

આ પણ ખાસ વાંચો : T20 વર્લ્ડ કપ 2026 માં મેચ ફિક્સિંગનું કૌભાંડ! : કેપ્ટન પર લાગ્યા ગંભીર આરોપ, લીક ઓડિયોએ વધારી શંકા

સ્ટાર ખેલાડીઓના ફોર્મ પર સવાલ

ટીમના મુખ્ય આધારસ્તંભ ગણાતા જસપ્રીત બુમરાહ અને સૂર્યકુમાર યાદવનું ફોર્મ ચિંતાનો વિષય બન્યું છે. જસપ્રીત બુમરાહ આ સિઝનમાં હજુ સુધી એક પણ વિકેટ ઝડપી શક્યો નથી, જ્યારે સૂર્યાના બેટથી પણ રન નીકળી રહ્યા નથી. હાર્દિક પંડ્યાના 'કડક નિર્ણય' વાળા નિવેદન બાદ એવી અટકળો તેજ થઈ છે કે, શું આ સ્ટાર ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાંથી પડતા મૂકવામાં આવશે અથવા તેમને રેસ્ટ આપવામાં આવશે.

આ પણ ખાસ વાંચો : શું ટીમ ઈન્ડિયામાંથી સૂર્યાનું પત્તું કપાશે? : ફોર્મ અને ફ્યુચર વચ્ચે ફસાયો કેપ્ટન, જાણો કેમ BCCI લઈ શકે છે આ કઠિન નિર્ણય

આગામી રણનીતિ

મુંબઈ ઈન્ડિયન્સ હવે પોતાની પ્લાનિંગ અને ખેલાડીઓની વ્યક્તિગત ભૂલો પર કામ કરશે. હાર્દિક પંડ્યાએ કોઈ ચોક્કસ ખેલાડીનું નામ લીધું નથી, પરંતુ સમગ્ર ટીમને જવાબદારી લેવા જણાવ્યું છે. જો ટીમ સમયસર લયમાં નહીં આવે, તો IPL 2026 ની પ્લેઓફની રેસ મુંબઈ માટે અત્યંત મુશ્કેલ બની જશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now