Hardik Pandya : ભારતીય ક્રિકેટ ટીમ 2023 ના વર્લ્ડ કપની ફાઇનલની હારને પાછળ છોડી હવે 2027 ના વર્લ્ડ કપ માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સાઉથ આફ્રિકામાં યોજાનારી આ મેગા ટૂર્નામેન્ટ માટે સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને લઈને ટીમ ઈન્ડિયાના મેનેજમેન્ટ અને BCCI એ મોટો નિર્ણય લીધો છે. હાલમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સી કરી રહેલા પંડ્યાને હવે વનડેમાં ફુલ ટાઈમ બોલર તરીકે તૈયાર રહેવા જણાવાયું છે.
વર્કલોડમાં વધારો
રિપોર્ટ મુજબ સિલેક્ટર્સે હાર્દિક પંડ્યાને સ્પષ્ટ કર્યું છે કે, 2027 ના વર્લ્ડ કપ માટે તેને પોતાની બોલિંગ ક્ષમતા વધારવી પડશે. તેને આગામી વનડે મેચોમાં પોતાના ક્વોટાની પૂરેપૂરી 10 ઓવર નાખવા માટે તૈયાર રહેવા સૂચના અપાઈ છે. જોકે દરેક મેચમાં 10 ઓવર નહીં હોય, પરંતુ જરૂર પડે ત્યારે તે આખો સ્પેલ નાખી શકે તેટલો ફિટ હોવો જોઈએ.
સાઉથ આફ્રિકામાં મહત્વ
2027 નો વર્લ્ડ કપ સાઉથ આફ્રિકાની ફાસ્ટ અને બાઉન્સી પિચો પર રમાવાનો છે. ત્યાં હાર્દિક પંડ્યાની બોલિંગ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. મેનેજમેન્ટ ઈચ્છે છે કે, હાર્દિક પંડ્યા ટીમમાં એવું સંતુલન લાવે કે, જેથી ભારતીય ટીમ એક વધારાના બેટ્સમેન કે એક એકસ્ટ્રા સ્પિનર સાથે મેદાનમાં ઉતરી શકે. આ પ્લાન-B મુજબ હાર્દિક પંડ્યાએ 10 ઓવર માટે માનસિક અને શારીરિક રીતે તૈયાર રહેવું પડશે.
આ પણ ખાસ વાંચો : 2027 નો વર્લ્ડ કપ જીતવા માટે ભારતે આ 3 ખેલાડીઓને કરવા પડશે બહાર! : નહીંતર 2027 નો વર્લ્ડ કપ એક સ્વપ્ન જ રહી જશે!
ફિટનેસ પર ફોકસ
પોતાના આ નવા રોલ માટે હાર્દિક પંડ્યાએ અત્યારથી જ કામ શરૂ કરી દીધું છે. તેને પોતાની બોલિંગ એક્શનમાં સુધારો કર્યો છે. જેથી સ્પીડ પણ જળવાઈ રહે અને ઈજાગ્રસ્ત થવાનું જોખમ પણ ઓછું રહે. હાલમાં IPL દરમિયાન તેને લીધેલો આરામ પણ તેના આ લાંબા ગાળાના ફિટનેસ પ્લાનનો જ એક ભાગ માનવામાં આવે છે.





