Home Sports India Will Have To Drop These 3 Players To Win The 2027 World Cup

2027 નો વર્લ્ડ કપ જીતવા માટે ભારતે આ 3 ખેલાડીઓને કરવા પડશે બહાર! : નહીંતર 2027 નો વર્લ્ડ કપ એક સ્વપ્ન જ રહી જશે!

2027 નો વર્લ્ડ કપ જીતવા માટે ભારતે આ 3 ખેલાડીઓને કરવા પડશે બહાર!
Published by: OBS Bureau
Last Updated: Jan 19, 2026, 01:42 PM IST

India will have to release these 3 players to win the 2027 World Cup: ન્યૂઝીલેન્ડે ભારતને ODI સિરીઝમાં 2-1 થી હરાવ્યું. આ પહેલી વાર છે, જ્યારે ન્યુઝીલેન્ડે ભારતમાં ODI સિરીઝ જીતી છે. આ હાર પછી ટીમ ઈન્ડિયાને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો છે. 2027 ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને, ભારતને તેની ટીમમાં ફેરફાર કરવા પડી શકે છે અને કેટલાક કઠિન નિર્ણયો લેવા પડી શકે છે. આ સંદર્ભમાં, જાણો ત્રણ ભારતીય ખેલાડીઓ વિશે, જે ODI ટીમમાં ફિટ બેસતા નથી અને તેમને 2027 ના ODI વર્લ્ડ કપ પહેલા બહાર કરવા પડી શકે છે.

નીતિશ કુમાર રેડ્ડી

નીતિશ કુમાર રેડ્ડીએ અત્યાર સુધી T20I માં સારું પ્રદર્શન કર્યું છે. જોકે, તે ODI માં કોઈ ખાસ પ્રભાવ પાડી શક્યો નથી. નીતિશ કુમાર રેડ્ડીએ 4 ODI માં માત્ર 100 રન બનાવ્યા છે અને એક પણ વિકેટ લીધી નથી. તે ODI માં પોતાને સાબિત કરવામાં અસફળ રહ્યો છે.

રવિન્દ્ર જાડેજા

ભારતના અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પર્ફોમન્સમાં પણ ઘટાડો થયો છે. ન્યુઝીલેન્ડ વનડે સિરીઝમાં રવીન્દ્ર જાડેજા બેટિંગ અને બોલિંગ બંનેમાં નિષ્ફળ ગયો હતો. 2025 માં 10 વનડેમાં રવીન્દ્ર જાડેજાએ ફક્ત 106 રન બનાવ્યા હતા અને 12 વિકેટ લીધી હતી. 2027 ના વર્લ્ડ કપ માટે રવીન્દ્ર જાડેજાના સ્થાને અક્ષર પટેલને ધ્યાનમાં લઈ શકાય છે.

પ્રસિધ્ધ કૃષ્ણા

ફાસ્ટ બોલર પ્રસિધ્ધ કૃષ્ણાને પણ ODI ક્રિકેટમાં સતત ચાન્સ મળી રહ્યા છે. જોકે, તે અપેક્ષા મુજબ પર્ફોમન્સ આપવામાં સફળ થઈ રહ્યો નથી. પ્રસિધ્ધ કૃષ્ણાએ ન્યુઝીલેન્ડમાં ODI સિરીઝમાં ખરાબ પર્ફોમન્સ કર્યું હતું, જેમાં તેને બે ODI મેચોમાંથી પ્રથમ મેચમાં 9 ઓવરમાં 60 રન આપીને 2 વિકેટ લીધી, જેમા તેની ઇકોનોમી 6.66 ની હતી, જ્યારે બીજી ODI માં 9 ઓવરમાં 49 રન આપીને 1 વિકેટ લીધી હતી. આ ત્રણ મેચની ODI માં પ્રસિધ્ધ કૃષ્ણા ફક્ત 3 વિકેટ લેવામાં સફળ રહ્યો. તે અપેક્ષા મુજબ અસર કરી શક્યો નથી. પ્લેઇંગ ઇલેવનમાં તેના સ્થાને અર્શદીપ સિંહ એક સારો ઓપ્શન છે. ત્રીજી ODI માં, પ્રસિધ્ધ કૃષ્ણાની જગ્યાએ અર્શદીપ સિંહને તક આપવામાં આવી હતી અને તેને એક મેચમાં 10 ઓવરમાં 1 મેડન ઓવર, 63 રન આપીને 3 વિકેટ લીધી જેમા તેની ઇકોનોમી 6.3 ની હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now