Home Sports Hardik Pandya Unfollow Drama Mi Ipl 2026

શું MI છોડવાની તૈયારીમાં છે હાર્દિક? : અડધી રાત્રે ઉઠીને પંડ્યાએ જે કર્યું એ તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય

Hardik Pandya and Mahieka Sharma
Image Credit: Instagram
Published by: Aryan Shah
Last Updated: May 11, 2026, 11:29 AM IST

Hardik Pandya : IPL 2026 માં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ (MI) માટે રવિવારની રાત કોઈ દુઃસ્વપ્નથી ઓછી નહોતી. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામેની કારમી હાર સાથે જ મુંબઈની ટીમ પ્લેઓફની રેસમાંથી સત્તાવાર રીતે બહાર ફેંકાઈ ગઈ હતી. આ હાર બાદ મેદાન પર તો માતમ હતો જ, પણ અસલી ડ્રામા સોશિયલ મીડિયા પર શરૂ થયો. રાત્રે 11 વાગ્યા પછી કેપ્ટન હાર્દિક પંડ્યાના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર એવી હિલચાલ જોવા મળી કે ક્રિકેટ જગતમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ફેન્સ એવું માની રહ્યા છે કે, શું હાર્દિક હવે મુંબઈ ઈન્ડિયન્સ સાથે છેડો ફાડવાની તૈયારી કરી રહ્યો છે?

શું સૂર્યા અને તિલક સાથે વિવાદ થયો?

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અહેવાલો અને સ્ક્રીનશોટ મુજબ, રવિવારની રાત્રે બરાબર 11:20 વાગ્યે હાર્દિક પંડ્યાએ ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને અનફોલો કરી દીધો હતો. તેની પાંચ જ મિનિટ બાદ એટલે કે 11:25 વાગ્યે તેણે યુવા ખેલાડી તિલક વર્માને પણ પોતાના ફોલોઇંગ લિસ્ટમાંથી હટાવી દીધા હતા. આટલું ઓછું હોય તેમ, 11:30 વાગ્યે હાર્દિકે મુંબઈ ઈન્ડિયન્સના સત્તાવાર પેજને પણ અનફોલો કર્યું હોવાનું દેખાયું હતું. જોકે, નવાઈની વાત એ છે કે, રાત્રે 12:29 વાગ્યે તેણે ફરીથી ટીમના પેજને ફોલો કરી લીધું હતું. આ 'ઓન-ઓફ' ની રમત પાછળ ડ્રેસિંગ રૂમનો વિવાદ હોવાની આશંકા સેવાઈ રહી છે.

આ પણ ખાસ વાંચો : સૂર્યવંશીથી પણ ખતરનાક નીકળ્યો આ ગુજ્જુ ખેલાડી! : 8 બોલમાં 6 છગ્ગા મારી રચ્યો ઇતિહાસ, જાણો પછી ખિસ્સામાંથી ચીઠ્ઠી કાઢી એમાં શું હતું

રોહિત શર્માને અનફોલો કરવાનું સત્ય

સૌથી વધુ ચર્ચા રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાના સંબંધોને લઈને થઈ રહી છે. ઘણા યુઝર્સ એવો દાવો કરી રહ્યા છે કે હાર્દિકે રોહિતને હમણાં જ અનફોલો કર્યો છે. પરંતુ હકીકત તપાસતા કંઈક અલગ જ ચિત્ર સામે આવ્યું છે. હકીકતમાં હાર્દિક અને રોહિત છેલ્લા ઘણા સમયથી એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરતાં જ નથી. વર્ષ 2024 માં જ્યારે રોહિતને હટાવીને હાર્દિકને કેપ્ટન બનાવવામાં આવ્યો, ત્યારે જ બંને વચ્ચે અંતર વધી ગયું હતું. તેથી "અત્યારે અનફોલો કર્યા" હોવાની વાત તદ્દન ખોટી છે, કારણ કે તેઓ પહેલેથી જ એકબીજાના ફોલોઇંગ લિસ્ટમાં નહોતા.

આ પણ ખાસ વાંચો : કોહલીની ટીમના સ્ટાર ખેલાડીની આ હરકત જોઈ ચોંકી ગઈ MI! : IPL માં RCB ના ડગઆઉટમાંથી થયો અશ્લીલ ઈશારો

પોસ્ટ ડિલીટ કરવા પાછળની વાસ્તવિકતા

ચર્ચા એવી પણ હતી કે, હાર્દિકે ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલી પોતાની જૂની પોસ્ટ્સ ડિલીટ કરી દીધી છે. જોકે, હાર્દિકના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરતાં જાણવા મળ્યું કે, તેની જર્સી અને પ્રેક્ટિસ સેશનના ફોટા હજુ પણ ત્યાં જ છે. કોઈ મોટી સંખ્યામાં પોસ્ટ ડિલીટ થઈ હોય તેવા પુરાવા મળ્યા નથી. હાલમાં હાર્દિક 151 લોકોને ફોલો કરી રહ્યો છે, જેમાં વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓ સામેલ છે, પણ રોહિતનું નામ હજુ પણ ગાયબ છે. આ બાબત દર્શાવે છે કે, ટીમમાં જૂથવાદ હજુ પણ શમ્યો નથી.

આ પણ ખાસ વાંચો : કોહલીની એક Like થી દુનિયાભરમાં થઈ ફેમસ આ યુવતી! : AI નો શિકાર બન્યા 'કિંગ કોહલી', ફોટો થયો વાયરલ

મુંબઈ ઈન્ડિયન્સનું કંગાળ પ્રદર્શન

આ વિવાદ પાછળનું મુખ્ય કારણ મેદાન પરનું ખરાબ પ્રદર્શન માનવામાં આવે છે. IPL 2026 માં મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધી 11 મેચ રમી છે, જેમાંથી માત્ર 3 મેચમાં જીત મળી છે અને 8 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. માત્ર 6 પોઈન્ટ સાથે ટીમ ટેબલમાં નીચે છે. કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા ફેન્સ અને મેનેજમેન્ટની અપેક્ષાઓ પર ખરો ઉતરી શક્યો નથી. શું આ સોશિયલ મીડિયા ડ્રામા કોઈ ટેકનિકલ ખામી હતી કે પછી ખરેખર હાર્દિક કોઈ મોટો નિર્ણય લેવા જઈ રહ્યો છે, તે તો આવનારો સમય જ કહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now