Home Sports Surya Kumar Yadav Daughter Name Riddhima Meaning Religious Baby Names

સૂર્યકુમાર યાદવે પોતાની દિકરીનું રાખ્યું ખાસ ધાર્મિક નામ : જાણો શું છે તેનો અર્થ અને બાળકો માટે બેસ્ટ નામોના ઓપ્શન્સ

Suryakumar Yadav Daughter Riddhima Name Meaning
Published by: Nirali Gohil
Last Updated: May 11, 2026, 11:28 AM IST

Suryakumar Yadav Daughter: ભારતીય T20 ટીમના કેપ્ટન અને મેદાન પર ચારેબાજુ ચોગ્ગા-છગ્ગા ફટકારનાર 'મિસ્ટર 360' સૂર્યકુમાર યાદવના ઘરે ખુશીઓએ દસ્તક આપી છે. સૂર્યા અને તેની પત્ની દેવિશા માતા-પિતા બન્યા છે. 7 મેના રોજ તેમના ઘરે એક નન્હી પરીનો જન્મ થયો છે, જેના કારણે આ કપલ અત્યારે સાતમા આસમાને છે. સૂર્યાએ સોશિયલ મીડિયા પર પોતાની લાડલીની પ્રથમ ઝલક શેર કરીને તેનું સુંદર નામ પણ જાહેર કર્યું છે. પોતાની દીકરીનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતા સૂર્યાએ લખ્યું કે, "અમારા જીવનની સૌથી મોટી ખુશીને મળો, રિદ્ધિમા." આ પોસ્ટ બાદ ક્રિકેટ જગતના દિગ્ગજો અને ચાહકો તરફથી અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે. સૂર્યાએ હોસ્પિટલમાંથી જે તસવીરો શેર કરી છે તેમાં આ નવું મમ્મી-પપ્પા બનેલું કપલ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યું છે.

શું છે 'રિદ્ધિમા' નામનો અર્થ?

સૂર્યકુમાર અને દેવિશાએ પોતાની દીકરી માટે જે નામ પસંદ કર્યું છે તે સંસ્કૃત ભાષામાંથી લેવામાં આવ્યું છે. 'રિદ્ધિમા' નામનો અર્થ થાય છે - પ્રેમથી પરિપૂર્ણ, મોતી, સમૃદ્ધિ અને સફળતાનો સ્ત્રોત. હિન્દુ શાસ્ત્રોમાં આ નામ દેવી લક્ષ્મી (ધન અને સમૃદ્ધિની દેવી) અને દેવી સરસ્વતી (જ્ઞાનની દેવી) સાથે સંબંધિત માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ આ નામનો શુભ અંક 8 છે, જે જીવનમાં હકારાત્મકતા લાવે છે.

આજે મંગળ ગ્રહ બદલશે નક્ષત્ર: આ 5 રાશિના લોકો માટે ગોલ્ડન સમય થશે શરૂ, જાણો શું કહે છે તમારું ભવિષ્ય?

એરપોર્ટ પર મિઠાઈ વહેંચીને ઉજવણી કરી

સૂર્યકુમાર યાદવનો એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જ્યારે તે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સાથે મેચ રમવા માટે રાયપુર એરપોર્ટ પર પહોંચ્યો, ત્યારે તેણે ફોટોગ્રાફર્સ અને ફેન્સ સાથે પોતાની ખુશી વહેંચી હતી. સૂર્યાએ પોતે પોતાના હાથે મિઠાઈના બોક્સ ખોલીને બધાનું મોઢું મીઠું કરાવ્યું હતું. તેની આ સાદગી અને ખુશમિજાજ અંદાજ જોઈને લોકો તેના પર ઓવારી ગયા છે.

દેવી સરસ્વતી અને લક્ષ્મીજીથી પ્રેરિત અન્ય સુંદર નામો

જો તમે પણ તમારા બાળકો માટે ધાર્મિક અને અર્થસભર નામ શોધી રહ્યા હોવ, તો સૂર્યાની દીકરીના નામની જેમ આ લિસ્ટ પણ જોઈ શકો છો:

મા સરસ્વતીથી પ્રેરિત નામ:

  • વાણી: સરસ્વતી માતાનું એક નામ, જેનો અર્થ થાય છે વાણીની દેવી.

  • ભારતી: વિદ્યાની દેવી.

  • શારદા: જ્ઞાન અને બુદ્ધિની દેવી.

  • અક્ષરા: જેનો ક્યારેય નાશ ન થાય, અક્ષર અથવા વિદ્યા.

  • મેધા: તેજસ્વી બુદ્ધિ ધરાવનાર.

શું હાર્દિક પંડ્યા MI છોડવાની તૈયારીમાં?: ‘અનફોલો કાંડ’ એ ક્રિકેટ જગતમાં હચમચાવી દીધું

મા લક્ષ્મીથી પ્રેરિત નામ:

  • શ્રી: ધન અને વૈભવની દેવી.

  • કમલા: કમળના ફૂલ પર બિરાજમાન.

  • રમા: ભગવાન વિષ્ણુના પ્રિયા.

  • ઇન્દિરા: સમૃદ્ધિ અને સુંદરતાનું પ્રતીક.

  • આશવી: વિજયી અથવા સફળતા મેળવનાર.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now