Home Sports Ipl 2026 Kkr Vs Lsg Super Over Thriller Rinku Singh

રિંકુ અને નારાયણે એવું તો શું કર્યું કે LSG ના જબડામાંથી છીનવાઈ જીત? : લખનઉના હોમ ગ્રાઉન્ડ પર KKR ના ‘માસ્ટર પ્લાન’ એ બાજી પલટાવી!

KKR
Image Credit: IPL/BCCI
Published by: Aryan Shah
Last Updated: Apr 27, 2026, 10:20 AM IST

IPL 2026 : IPL 2026 ની 38 મી મેચ ક્રિકેટના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. લખનઉના હોમ ગ્રાઉન્ડ પર રમાયેલી આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. મેચ છેલ્લી બોલ સુધી અનિશ્ચિત રહી અને અંતે સુપર ઓવરમાં પરિણામ આવ્યું. રિંકુ સિંહની વિસ્ફોટક બેટિંગ અને સુનીલ નારાયણની કરિશ્માઈ બોલિંગના કારણે KKR એ હારેલી બાજી જીતી લીધી હતી.

લખનઉનો હોમ ગ્રાઉન્ડ પર કંગાળ રેકોર્ડ

લખનઉ સુપર જાયન્ટ્સ માટે તેમના ઘરનું મેદાન જાણે પનોતી સાબિત થઈ રહ્યું છે. આ મેચમાં હાર સાથે લખનઉએ પોતાના હોમ ગ્રાઉન્ડ પર સતત 8 મી મેચ ગુમાવી છે. IPL ના ઈતિહાસમાં આ એક અત્યંત શરમજનક રેકોર્ડ છે. અગાઉ ડેક્કન ચાર્જર્સે પણ આવી જ રીતે હારનો સામનો કર્યો હતો, જ્યારે દિલ્હી કેપિટલ્સ 9 હાર સાથે આ લિસ્ટમાં સૌથી ઉપર છે. લખનઉની ટીમ ચાહકોની હાજરી હોવા છતાં વિજય મેળવવામાં નિષ્ફળ રહી છે.

આ પણ ખાસ વાંચો : ખરાબ ફોર્મ, ખરાબ ટ્રેક રેકોર્ડ છતાં કેમ LSG એ પૂરન પર લગાવ્યો દાવ? : કારણ જાણીને તમે પણ ચોંકી જશો

અંગકૃષ રઘુવંશીનો આઉટ અને મેદાન પર હંગામો

મેચની શરૂઆતમાં જ એક મોટો વિવાદ જોવા મળ્યો હતો. પાંચમી ઓવરના છેલ્લા બોલ પર અંગકૃષ રઘુવંશીએ પ્રિન્સ યાદવના બોલ પર શોર્ટ રમી રન લેવા માટે દોટ મૂકી હતી. આ દરમિયાન મોહમ્મદ શમીના થ્રો વખતે રઘુવંશી બોલની લાઇનમાં આવી ગયો. થર્ડ અમ્પાયરે રિપ્લે જોઈને તેને 'ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ' (ફિલ્ડિંગમાં અવરોધ) નિયમ હેઠળ આઉટ આપ્યો હતો. આ નિર્ણય બાદ રઘુવંશી ખૂબ જ ગુસ્સે થયો હતો. પેવેલિયન પરત ફરતી વખતે તેને ગુસ્સામાં પોતાનું બેટ જમીન પર પછાડ્યું અને હેલ્મેટ પણ બાઉન્ડ્રી પાસે ફેંકી દીધું હતું. KKR ના ડગ-આઉટમાં પણ આ નિર્ણયને લઈને ભારે નારાજગી જોવા મળી હતી.

રિંકુ સિંહનું ઓલરાઉન્ડ પરફોર્મન્સ અને રેકોર્ડ

KKR ના ફિનિશર રિંકુ સિંહે ફરી એકવાર સાબિત કર્યું કે, તે કેમ ખાસ છે. રિંકુએ માત્ર 42 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી અને કુલ 83 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. ફિલ્ડિંગમાં પણ તેને કમાલ કરતાં 5 કેચ ઝડપ્યા હતા. આ સાથે રિંકુ IPL માં એક જ મેચમાં 50 થી વધુ રન અને 4 થી વધુ કેચ લેનાર ચોથો ખેલાડી બન્યો છે. તેને જેક કાલિસ અને રિયાન પરાગ જેવા દિગ્ગજોની લિસ્ટમાં પોતાનું નામ નોંધાવ્યું છે. 19 મી ઓવરમાં શમી અને 20 મી ઓવરમાં દિગ્વેશ રાઠી સામે રિંકુએ જે રીતે ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી તેને મેચનું ચિત્ર બદલી નાખ્યું હતું.

આ પણ ખાસ વાંચો : સતત બે બીમર ફેંકવા છતાં કેમ આ બોલરને અમ્પાયરોએ આપી છૂટ? : જાણો શું છે આ પાછળનો રહસ્યમય IPL નિયમ

મોહસિન ખાનની ઘાતક બોલિંગ

લખનઉ તરફથી બોલિંગમાં મોહસિન ખાન એકમાત્ર આશાનું કિરણ દેખાતું હતું. તેને 4 ઓવરમાં માત્ર 23 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. આ સિઝનનો આ કોઈપણ બોલર દ્વારા કરવામાં આવેલો સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. મોહસિને રહાણે, ગ્રીન અને પોવેલ જેવા મજબૂત બેટ્સમેનોને સસ્તામાં આઉટ કરીને KKR ની કમર તોડી નાખી હતી, જોકે રિંકુની બેટિંગ સામે તેમનો પંજો પણ ઓછો પડ્યો હતો.

કાર્તિક ત્યાગીના નો-બોલ અને શમીની સિક્સર

મેચની અંતિમ ઓવર ભારે નાટકીય રહી હતી. લખનઉને છેલ્લી ઓવરમાં 17 રન જોઈતા હતા. KKR ના બોલર કાર્તિક ત્યાગીએ પ્રેશરમાં આવીને સતત બે બીમર (નો-બોલ) નાખ્યા હતા, જેના કારણે અમ્પાયરે તેને બોલિંગ કરતાં અટકાવ્યા હતા પરંતુ બાદમાં મંજૂરી આપી હતી. છેલ્લી બોલ પર 7 રનની જરૂર હતી ત્યારે મોહમ્મદ શમીએ લોંગ-ઓફ ઉપરથી ગગનચુંબી છગ્ગો ફટકારીને સ્કોર ટાઇ કરી દીધો હતો અને મેચ સુપર ઓવરમાં પહોંચી હતી.

આ પણ ખાસ વાંચો : હોસ્પિટલ પહોંચવામાં સહેજ મોડું થયું હોત તો ના બચ્યો હોત ક્રિકેટર! : શોક મનાવતો હોત આખો દેશ, જીવના જોખમે 11 મિનિટમાં ACPએ બચાવ્યો જીવ!

સુપર ઓવરનો ક્લાઈમેક્સ અને વિજય

સુપર ઓવરમાં સુનીલ નારાયણએ પોતાની સ્પિનનો જાદુ ચલાવ્યો હતો. તેને નિકોલસ પૂરનને પહેલા જ બોલે બોલ્ડ કર્યો અને માર્કરમની વિકેટ પણ લીધી. રિંકુ અને પોવેલના શાનદાર પાર્ટનરશીપ કેચને કારણે લખનઉ સુપર ઓવરમાં માત્ર 1 રન જ બનાવી શક્યું હતું. KKR માટે વિજયનો લક્ષ્યાંક માત્ર 2 રન હતો, જે રિંકુ સિંહે પ્રિન્સ યાદવના પહેલા જ બોલે ચોગ્ગો ફટકારીને આસાનીથી હાંસલ કરી લીધો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now