Home Sports Kartik Tyagi No Ball Rule Ipl 2026 Explained

સતત બે બીમર ફેંકવા છતાં કેમ આ બોલરને અમ્પાયરોએ આપી છૂટ? : જાણો શું છે આ પાછળનો રહસ્યમય IPL નિયમ

KKR vs LSG
Image Credit: AI Image
Published by: Aryan Shah
Last Updated: Apr 27, 2026, 10:18 AM IST

KKR vs LSG : IPL 2026 ની સિઝન તેના રોમાંચક અંત તરફ વધી રહી છે, ત્યારે રવિવારે રાત્રે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે રમાયેલી મેચમાં એક એવી ઘટના બની, જેને ક્રિકેટના નિયમો પર ફરી એકવાર ચર્ચા જગાવી છે. મેચની છેલ્લી ઓવરમાં જ્યારે શ્વાસ અધ્ધર કરી દે તેવી સ્થિતિ હતી, ત્યારે KKR ના બોલર કાર્તિક ત્યાગીએ એક પછી એક બે કમરની ઊંચાઈથી ઉપર (Waist-high) નો-બોલ ફેંક્યા. સામાન્ય રીતે બે હાઇટવાળા નો-બોલ પછી બોલરને હટાવી દેવામાં આવે છે, પરંતુ અહીં કંઈક અલગ જ જોવા મળ્યું. જાણો અમ્પાયરોએ કયા નિયમના આધારે ત્યાગીને ઓવર પૂરી કરવા દીધી.

છેલ્લી ઓવરની કશ્મકશ અને ત્યાગીના નો-બોલ

કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ છેલ્લી ઓવરમાં 17 રન બચાવવા માટે કાર્તિક ત્યાગીના હાથમાં બોલ સોંપ્યો હતો. ત્યાગી અગાઉ પણ ડેથ ઓવર્સમાં શાનદાર પરફોર્મન્સ કરી ચૂક્યો છે, પરંતુ આ વખતે દબાણ અલગ હતું. ઓવરની શરૂઆતમાં જ ત્યાગીએ બેક-ટુ-બેક બે એવા બોલ ફેંક્યા જે બેટ્સમેનની કમરથી ઉપર હતા. અમ્પાયરે બંનેને નો-બોલ જાહેર કર્યા. મેદાન પર અને ડગઆઉટમાં હલચલ મચી ગઈ. રિંકુ સિંહ અને રહાણે પણ ચિંતામાં દેખાયા. રહાણેએ તો વિકલ્પ તરીકે અનુકુલ રોયને તૈયાર રહેવા પણ કહી દીધું હતું, કારણ કે દરેકને લાગતું હતું કે ત્યાગી હવે બોલિંગ નહીં કરી શકે.

આ પણ ખાસ વાંચો : ખરાબ ફોર્મ, ખરાબ ટ્રેક રેકોર્ડ છતાં કેમ LSG એ પૂરન પર લગાવ્યો દાવ? : કારણ જાણીને તમે પણ ચોંકી જશો

શું કહે છે IPL રમવાની શરતો? (નિયમ 41.7)

ક્રિકેટના નિયમો અને ખાસ કરીને IPL પ્લેઈંગ કન્ડિશન્સમાં 'ડેન્જરસ બોલિંગ' માટે ચોક્કસ કલમો છે.

Clause 41.7.1 મુજબ : કોઈપણ બોલ જે પીચ થયા વગર (Full toss) બેટ્સમેનની કમરની ઊંચાઈથી ઉપર પસાર થાય, તેને અમ્પાયરે ફરજિયાતપણે નો-બોલ આપવો પડે, પછી ભલે તે બોલ ખતરનાક હોય કે ન હોય.

Clause 41.7.3 નો મોટો ટ્વિસ્ટ : આ કલમ કહે છે કે, બોલરને મેચમાંથી ત્યારે જ સસ્પેન્ડ કરી શકાય જ્યારે અમ્પાયરને લાગે કે તે બોલ 'ખતરનાક' હતો. એટલે કે, જો બોલ બેટ્સમેનના શરીરને ઈજા પહોંચાડે તેવો હોય અથવા બોલર જાણીજોઈને બેટ્સમેન તરફ ખતરનાક ફૂલ-ટોસ બોલ ફેંકી રહ્યો હોય, તો જ તેને ચેતવણી આપી શકાય અને બીજી વખત આવું થાય તો તેને હટાવી શકાય.

આ પણ ખાસ વાંચો : હોસ્પિટલ પહોંચવામાં સહેજ મોડું થયું હોત તો ના બચ્યો હોત ક્રિકેટર! : શોક મનાવતો હોત આખો દેશ, જીવના જોખમે 11 મિનિટમાં ACPએ બચાવ્યો જીવ!

અમ્પાયરનો તર્ક અને મેચનો ટર્નિંગ પોઈન્ટ

જ્યારે ત્યાગીએ બીજો નો-બોલ ફેંક્યો, ત્યારે ઓન-ફિલ્ડ અમ્પાયરોએ પરસ્પર ચર્ચા કરી. અમ્પાયરોનું માનવું હતું કે, ત્યાગીનો બીજો બોલ બેટ્સમેન હિંમત સિંહના શરીરની લાઇનમાં નહોતો અને તે ઈજા પહોંચાડે તેવો 'Dangerous' નહોતો. અમ્પાયરે તેને માત્ર એક ટેકનિકલ નો-બોલ ગણ્યો. આ જ કારણ હતું કે, ત્યાગીને કોઈ સત્તાવાર ચેતવણી આપવામાં આવી નહીં અને તેને ઓવર ચાલુ રાખવાની મંજૂરી મળી. આ નિર્ણયથી લખનઉના કેમ્પમાં આશ્ચર્ય જોવા મળ્યું હતું, પણ નિયમોની બારીકીએ ત્યાગીને બચાવી લીધા.

આ પણ ખાસ વાંચો : રિંકુ અને નારાયણે એવું તો શું કર્યું કે LSG ના જબડામાંથી છીનવાઈ જીત? : લખનઉના હોમ ગ્રાઉન્ડ પર KKR ના ‘માસ્ટર પ્લાન’ એ બાજી પલટાવી!

સુપર ઓવર સુધી પહોંચેલું નાટક

ત્યાગીને ઓવર પૂરી કરવા મળી પણ રન રોકવા મુશ્કેલ હતા. હિંમત સિંહે ફ્રી-હિટ પર ચોક્કો ફટકારીને સમીકરણ 4 બોલમાં 8 રન કરી નાખ્યું. જોકે, ત્યાગીએ વળતો પ્રહાર કરતાં 149 કિમીની ઝડપે બોલ ફેંકી હિંમત સિંહને આઉટ કર્યો. અંતે મોહમ્મદ શમીએ છેલ્લા બોલે સિક્સર ફટકારીને મેચને સુપર ઓવરમાં પહોંચાડી દીધી. સુપર ઓવરમાં સુનિલ નારાયણની શાનદાર બોલિંગ સામે લખનઉ માત્ર 1 રન બનાવી શક્યું અને KKR એ રિંકુ સિંહના પ્રથમ બોલે જ ચોગ્ગા સાથે મેચ જીતી લીધી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now