IPL 2026 Double Header : IPL 2026 ની 19 મી સિઝનની આજે પહેલી ડબલ હેડર રમાવા જઈ રહી છે. આજે ક્રિકેટ પ્રેમીઓને એક જ દિવસમાં બે રોમાંચક મેચો જોવા મળશે. દિવસની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે, જ્યારે સાંજની બીજી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ આમને-સામને ટકરાશે.
મુંબઈ અને દિલ્હી વચ્ચે મુકાબલો
આજની પહેલી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે સારા સમાચાર એ છે કે, ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનર ટીમમાં જોડાઈ ગયા છે. અને તે પ્લેઇંગ XI માં અલ્લાહ ગઝનફરને રિપ્લેસ કરી શકે છે. બંને ટીમો પોતાની છેલ્લી મેચ જીતીને આવી છે, તેથી આ મુકાબલો રસપ્રદ રહેશે.
રેકોર્ડમાં કોણ છે આગળ?
જો બંને ટીમોના ઈતિહાસ પર નજર કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સનું પલડું ભારે દેખાય છે. અત્યાર સુધી રમાયેલી 37 મેચોમાંથી મુંબઈએ 21 અને દિલ્હીએ 16 મેચ જીતી છે. દિલ્હીના હોમ ગ્રાઉન્ડ પર પણ મુંબઈએ હંમેશા કડક ટક્કર આપી છે. ગત સિઝનમાં પણ મુંબઈએ દિલ્હી સામેની બંને મેચ જીતી લીધી હતી.
દિલ્હીમાં વરસાદની આશંકા
ક્રિકેટ ચાહકો માટે ચિંતાના સમાચાર એ છે કે, આજે દિલ્હીમાં વરસાદની 55% શક્યતા છે. જો વરસાદ પડે તો મેચની મજા બગડી શકે છે. અરુણ જેટલી સ્ટેડિયમની બાઉન્ડ્રી નાની હોવાથી અહીં હાઇ-સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે. જોકે દિવસની મેચ હોવાથી ઝાકળ (Dew) જોવા મળશે નહીં.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12
દિલ્હી કેપિટલ્સ (DC) : કે. એલ રાહુલ (વિકેટકીપર), પથુમ નિસાંકા, નીતિશ રાણા, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), ડેવિડ મિલર, વિપરાજ નિગમ, કુલદીપ યાદવ, લુંગી એન્ગિડી, મુકેશ કુમાર, ટી નટરાજન, સમીર રિઝવી/આશુતોષ શર્મા .
મુંબઈ ઈન્ડિયન્સ (MI) : રોહિત શર્મા, રાયન રિકેલ્ટન (વિકેટકીપર), તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), શેરફન રધરફોર્ડ, નમન ધીર, શાર્દૂલ ઠાકુર, મયંક માર્કંડે, અલ્લાહ ગઝનફર/મિશેલ સેન્ટનર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ.
ગુજરાત અને રાજસ્થાન વચ્ચે ટક્કર
આજની બીજી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ગુજરાત ટાઇટન્સ માટે આ મેચ મહત્વની છે કારણ કે, તેઓ છેલ્લી મેચ હારી ગયા હતા. બીજી તરફ રાજસ્થાન રોયલ્સ જીત સાથે મેદાનમાં ઉતરશે. અત્યાર સુધીના રેકોર્ડમાં ગુજરાતની ટીમ રાજસ્થાન પર ભારે પડી છે, જેમાં ગુજરાતે 6 અને રાજસ્થાને 2 મેચ જીતી છે.
યુવા સ્ટાર વૈભવ પર નજર
રાજસ્થાન રોયલ્સના 15 વર્ષના યુવા બેટર વૈભવ સૂર્યવંશી પર સૌની નજર રહેશે. કારણ કે, તેને છેલ્લી મેચમાં માત્ર 15 બોલમાં હાફ-સેન્ચુરી ફટકારીને બધાને ચોંકાવી દીધા હતા. જોકે આજે તેનો સામનો ગુજરાતના ઘાતક બોલરો જેવા કે, રબાડા અને મોહમ્મદ સિરાજ સામે થશે, જે તેના માટે મોટી કસોટી હશે.
આ પણ ખાસ વાંચો : અમદાવાદમાં IPL 2026 મેચો દરમિયાન મોટું ટ્રાફિક ડાયવર્ઝન! : મેચ જોવા જતાં પહેલાં જાણી લો ડાયવર્ઝન અને વૈકલ્પિક રસ્તા
અમદાવાદની પિચ અને હવામાન
અમદાવાદમાં આજે હવામાન ગરમ રહેશે અને વરસાદની કોઈ શક્યતા નથી. પિચ બેટ્સમેન અને બોલર બંને માટે સમાન તક પૂરી પાડે છે. સાંજની મેચ હોવાથી બીજી ઇનિંગમાં ઝાકળ (Dew) ની અસર જોવા મળી શકે છે, જેના કારણે ટૉસ જીતનાર ટીમ પહેલા ફિલ્ડિંગ પસંદ કરી શકે છે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12





