IPL 2026 : IPL 2026 ની ત્રીજી મેચ આજે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાશે. આ મુકાબલો રાજસ્થાનના બીજા હોમ ગ્રાઉન્ડ ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં યોજાવાની છે. રમત પ્રેમીઓ માટે આ મેચ ખાસ છે કારણ કે, આ મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે અને ટૉસ 7:00 વાગ્યે કરવામાં આવશે.
ધોનીની ગેરહાજરી
ચેન્નઈના ચાહકો માટે થોડા નિરાશાજનક સમાચાર છે કે, પૂર્વ કેપ્ટન MS ધોની આ મેચમાં રમશે નહીં. માંસપેશીઓમાં ખેંચાણને કારણે તેઓ હાલ રિહેબમાં છે અને આગામી બે અઠવાડિયા સુધી મેદાનથી દૂર રહી શકે છે. ધોની વગર ચેન્નઈની ટીમ કેવું પરફોર્મન્સ કરે છે તે જોવું રસપ્રદ રહેશે.
જૂનું પ્રદર્શન અને આંકડા
બંને ટીમો માટે છેલ્લી સીઝન સારી રહી ન હતી. ચેન્નઈ પોઈન્ટ ટેબલમાં 10 મા અને રાજસ્થાન 9 મા સ્થાને રહ્યું હતું. જોકે, હેડ-ટુ-હેડ રેકોર્ડની વાત કરીએ તો બંને વચ્ચે રસાકસી છે. અત્યાર સુધી રમાયેલી 32 મેચોમાં બંને ટીમે 16-16 મેચ જીતી છે, જે બતાવે છે કે આજે પણ આ મેચમાં જબરદસ્ત ફાઇટબેક જોવા મળશે.
ટીમમાં મોટા ફેરફાર
આ સીઝન પહેલા બંને ટીમો વચ્ચે એક મોટી ટ્રેડ થઈ હતી. રવીન્દ્ર જાડેજા અને સેમ કરન ચેન્નાઈની ટીમમાંથી રાજસ્થાનમાં જોડાયા હતા, જ્યારે સંજુ સેમસન હવે ચેન્નઈની જર્સીમાં જોવા મળશે. જોકે, રાજસ્થાનના સેમ કરન ઈજાના કારણે બહાર થતાં તેમની જગ્યાએ દશુન શનાકાને લેવામાં આવ્યા છે. બીજી તરફ, ચેન્નઈના નાથન એલિસ પણ ઈજાને કારણે બહાર થતાં તેમની જગ્યાએ સ્પેન્સર જોનસનને ટીમમાં સામેલ કર્યો છે.
પિચ અને હવામાન
ગુવાહાટીની પિચ બેટિંગ માટે અનુકૂળ માનવામાં આવે છે, તેથી અહીં હાઈ સ્કોરિંગ મેચની અપેક્ષા છે. રાત્રે ઝાકળ (Dew) ના કારણે ચેઝ કરનારી ટીમને ફાયદો થઈ શકે છે. હવામાનની વાત કરીએ તો આજે ગુવાહાટીમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદની પણ થોડી શક્યતા છે.
આ પણ ખાસ વાંચો : 13 વર્ષ બાદ પ્રથમ મેચમાં જીત : મુંબઈ ઇન્ડિયન્સે KKRને આપી યાદગાર હાર


રાજસ્થાન રોયલ્સ : વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ (C), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, દશુન શનાકા, રવિ બિશ્નોઈ, જોફ્રા આર્ચર, સંદીપ શર્મા, તુષાર દેશપાંડે.


