Home Sports IPL 2026 Ipl 2026 Csk Shubman Gill Complaint Truth

પીળી સિટીથી ચેન્નાઈ અને ગિલના વચ્ચે થઈ બબાલ! : શું GT ના કેપ્ટનની એક વાંધાજનક પોસ્ટથી CSK એ કરી ફરિયાદ?

Shubman Gill
Image Credit: Instagram
Published by: Aryan Shah
Last Updated: Apr 27, 2026, 11:01 AM IST

IPL 2026 : IPL 2026 ની આ સિઝન અત્યંત રોમાંચક તબક્કે પહોંચી ગઈ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ની ટીમ હંમેશા તેના પરફોર્મન્સ અને શાંત સ્વભાવ માટે જાણીતી છે પરંતુ આ સિઝનમાં મેદાનની બહાર પણ ઘણી હિલચાલ જોવા મળી રહી છે. હાર અને જીતની વચ્ચે હવે સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારા સમાચાર વહેતા થયા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાંચ વખતની ચેમ્પિયન ટીમ CSK એ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ વિરુદ્ધ BCCI માં ફરિયાદ નોંધાવી છે. આ સમાચાર આવતા જ ક્રિકેટ ચાહકોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે શું ખરેખર કોઈ મોટી કાર્યવાહી થવા જઈ રહી છે?

આ પણ ખાસ વાંચો : ખરાબ ફોર્મ, ખરાબ ટ્રેક રેકોર્ડ છતાં કેમ LSG એ પૂરન પર લગાવ્યો દાવ? : કારણ જાણીને તમે પણ ચોંકી જશો

શું છે વાયરલ દાવાની હકીકત?

ઇન્ટરનેટ અને ખાસ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર કેટલાક દિવસોથી રિપોર્ટ્સ ફરી રહ્યા છે કે, શુભમન ગિલે ચેન્નાઈ વિરુદ્ધની જીત બાદ એક વાંધાજનક પોસ્ટ કરી હતી. આ પોસ્ટને કારણે CSK ની ફ્રેન્ચાઇઝી નારાજ થઈ છે અને તેને ગિલ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ કરી છે. જોકે જ્યારે આ દાવાની તપાસ કરવામાં આવી ત્યારે સત્ય કંઈક અલગ જ બહાર આવ્યું છે. હકીકતમાં CSK ફ્રેન્ચાઇઝી દ્વારા શુભમન ગિલ વિરુદ્ધ BCCI માં આવી કોઈ જ ફરિયાદ કરવામાં આવી નથી. આ માત્ર સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવેલી એક અફવા છે જેનો કોઈ આધાર નથી

આ પણ ખાસ વાંચો : SRH vs CSK મેચમાં શું 'બ્લેક મેજિક' થયું? : કાળા જાદુ સામે CSK એ કરી ફરિયાદ?, જાણો શું છે સત્ય

કેવી રીતે શરૂ થઈ આ અફવા?

ઘણીવાર સોશિયલ મીડિયા પર મજાક કરવા માટે બનાવવામાં આવેલા 'ટ્રોલ એકાઉન્ટ્સ' કોઈ સમાચારને ખોટી રીતે રજૂ કરે છે. આ કિસ્સામાં પણ એવું જ બન્યું હોય તેમ લાગે છે. શરૂઆતમાં કેટલાક ટ્રોલ પેજ દ્વારા ગિલની પોસ્ટને લઈને મજાક કરવામાં આવી હતી જેને બાદમાં અન્ય લોકોએ ગંભીરતાથી લઈ લીધી અને સમાચાર તરીકે ફેલાવવાનું શરૂ કર્યું. આ પ્રકારની ખોટી માહિતી ઝડપથી ફેલાય છે કારણ કે, તેમાં વિવાદનો તડકો હોય છે. પરંતુ સત્તાવાર રીતે CSK કે BCCI તરફથી આવી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

આ પણ ખાસ વાંચો : CSK એ RCB સામે BCCI ને કરી ફરિયાદ : ‘ઢોસા-સાંભાર-ચટણી’ ગીતથી ઊભો થયો વિવાદ!

શુભમન ગિલની પોસ્ટમાં શું હતું?

રવિવાર 26 એપ્રિલના રોજ ચેપોક સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું હતું. આ શાનદાર વિજય બાદ શુભમન ગિલે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો. આ ફોટામાં તે હસતો દેખાય છે અને તેના હાથમાં એક પીળી સીટી (Yellow Whistle) છે. આ ફોટો AI દ્વારા બનાવવામાં આવ્યો હોય તેવું લાગતું હતું. ગિલે આ પોસ્ટ દ્વારા CSK ના ફેમસ સૂત્ર "વ્હિસલ પોડુ" પર એક રમતિયાળ કટાક્ષ કર્યો હતો. જોકે આ પોસ્ટમાં કશું જ અપમાનજનક કે ઉશ્કેરણીજનક નહોતું પરંતુ કેટલાક લોકોએ તેને ટીમનું અપમાન ગણાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ ખાસ વાંચો : હોસ્પિટલ પહોંચવામાં સહેજ મોડું થયું હોત તો ના બચ્યો હોત ક્રિકેટર! : શોક મનાવતો હોત આખો દેશ, જીવના જોખમે 11 મિનિટમાં ACPએ બચાવ્યો જીવ!

ગઈ ફરિયાદનું અસલી કારણ શું હતું?

લોકો આ અફવા પર વિશ્વાસ કરી રહ્યા છે તેનું એક કારણ એ પણ છે કે, આ મહિનાની શરૂઆતમાં CSK એ ખરેખર એક ફરિયાદ નોંધાવી હતી. તે ફરિયાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના સ્ટેડિયમ DJ વિરુદ્ધ હતી. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચ દરમિયાન ડીજેએ કેટલીક ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ કરી હતી જેને લઈને CSK ના CEO કાસી વિશ્વનાથને BCCI માં વાંધો ઉઠાવ્યો હતો. આ સાચી ઘટનાને કારણે લોકોએ માની લીધું કે, ગિલ સામેની ફરિયાદ પણ સાચી જ હશે પરંતુ હાલમાં ગિલ વિરુદ્ધ કોઈ એક્શન લેવાયા નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now