Home Sports IPL 2026 Csk Vs Rcb Dosa Sambar Song Controversy Ipl 2026

CSK એ RCB સામે BCCI ને કરી ફરિયાદ : ‘ઢોસા-સાંભાર-ચટણી’ ગીતથી ઊભો થયો વિવાદ!

Rajat Patidar, Ruturaj Gaikwad
Published by: Aryan Shah
Last Updated: Apr 16, 2026, 01:29 PM IST

CSK vs RCB : IPL 2026 માં ક્રિકેટના મેદાન પર તો રસાકસી જોવા મળી જ રહી છે, પરંતુ હવે મેદાનની બહાર પણ વિવાદો શરૂ થયા છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે રમાયેલી હાલની મેચ બાદ એક નવો વિવાદ ઉભો થયો છે. CSK મેનેજમેન્ટે RCB ના હોમ ગ્રાઉન્ડ પર DJ દ્વારા વગાડવામાં આવેલા ગીત અને કરવામાં આવેલી ટિપ્પણીઓ સામે સત્તાવાર રીતે BCCI ને ફરિયાદ કરી છે.

વિવાદનું મુખ્ય કારણ

5 એપ્રિલના રોજ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચ દરમિયાન સ્થાનિક DJ એ 'ઢોસા, ઈડલી, સાંભાર, ચટણી-ચટણી' ગીત વગાડ્યું હતું. CSK ના જણાવ્યા અનુસાર, જ્યારે તેમની ઈનિંગ શરૂ થવાની હતી ત્યારે આ ગીત વગાડવામાં આવ્યું હતું. આ ગીત સોશિયલ મીડિયા પર મીમ્સ માટે જાણીતું છે, પરંતુ CSK ને લાગે છે કે, આ ગીત વગાડવાનો સમય યોગ્ય ન હતો અને તેના દ્વારા ટીમનું અપમાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

CSK ના CEO નું નિવેદન

CSK ના મેનેજિંગ ડિરેક્ટર કાસી વિશ્વનાથને આ બાબતે ગંભીરતા દર્શાવતા કહ્યું છે કે, સામાન્ય રીતે સ્ટેડિયમમાં DJ હોમ ટીમને સપોર્ટ કરવા માટે હોય છે, પરંતુ અહીં સ્થિતિ અલગ હતી. તેમણે આરોપ લગાવ્યો કે, સ્ટેડિયમમાં CSK ના ખેલાડીઓ વિરુદ્ધ કેટલીક વાંધાજનક કોમેન્ટ્સ પણ કરવામાં આવી હતી. આ ઘટનાને ધ્યાનમાં રાખીને CSK એ BCCI ની ગવર્નિંગ કાઉન્સિલને પત્ર લખીને આ મામલાની ઊંડી તપાસ કરવા વિનંતી કરી છે. BCCI ના એક અધિકારીએ પણ પુષ્ટિ કરી છે કે, તેમને ફરિયાદ મળી છે અને તપાસ ચાલુ છે.

મેચની સ્થિતિ અને પરિણામ

જો મેચની વાત કરીએ તો, બેંગલુરુના મેદાન પર રમાયેલી આ રોમાંચક મેચમાં RCB એ CSK ને 43 રનથી હાર આપી હતી. છેલ્લા કેટલાક સમયથી આ બંને ટીમો વચ્ચેની સ્પર્ધા 'સધર્ન ડર્બી' તરીકે જાણીતી બની છે. જોકે હેડ-ટુ-હેડ રેકોર્ડમાં ચેન્નાઈ આગળ છે, પરંતુ હાલની સિઝનમાં બેંગલુરુનું પલડું ભારે રહ્યું છે.

આ પણ ખાસ વાંચો : વિરાટ કોહલીને ફિટ રાખતી આ યુવતી કોણ? : RCB ની નવનીતા ગૌતમ બની ચર્ચાનું કેન્દ્ર!

CSK નું આ સિઝનમાં પ્રદર્શન

IPL 2026 માં ચેન્નાઈ સુપર કિંગ્સની શરૂઆત ઘણી નબળી રહી હતી. ટીમે તેની શરૂઆતની સતત ત્રણ મેચ ગુમાવી દીધી હતી. જોકે, ત્યારબાદ ટીમે શાનદાર વાપસી કરીને સતત બે મેચ જીતી છે. હાલમાં ચેન્નાઈ 6 મેચમાં 2 જીત અને 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને છે. મહત્વની વાત એ છે કે, આ અત્યાર સુધી CSK ની ટીમ એમએસ ધોનીની ગેરહાજરીમાં રમી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now