Home Sports IPL 2026 Navnita Gautam Rcb Physio Virat Kohli Story

વિરાટ કોહલીને ફિટ રાખતી આ યુવતી કોણ? : RCB ની નવનીતા ગૌતમ બની ચર્ચાનું કેન્દ્ર!

Virat Kohli and RCB physio
Published by: Aryan Shah
Last Updated: Apr 16, 2026, 01:30 PM IST

IPL 2026 : IPL 2025 ની ચેમ્પિયન રહ્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ની ટીમ 19 મી સિઝનમાં પણ ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. મેદાન પર વિરાટ કોહલી અને અન્ય ખેલાડીઓ જ્યારે ચોગ્ગા-છગ્ગા ફટકારે છે, ત્યારે તેની પાછળ એક મજબૂત સપોર્ટ સ્ટાફની મહેનત હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર RCB ની એક મહિલા સભ્યની તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે, જે ખેલાડીઓની ફિટનેસનું ધ્યાન રાખે છે. આ મહિલાનું નામ નવનીતા ગૌતમ છે.

કોણ છે નવનીતા ગૌતમ?

નવનીતા ગૌતમ ભારતીય મૂળની કેનેડિયન નાગરિક છે. તેને કેનેડાના વાનકુવરથી ફિઝિયોથેરાપીમાં ઉચ્ચ અભ્યાસ કર્યો છે. નવનીતા હાલમાં RCB ટીમની મુખ્ય ફિઝિયોથેરાપિસ્ટ ટીમનો મહત્વનો હિસ્સો છે. ખેલાડીઓને ઈજા મુક્ત રાખવા અને તેમની રિકવરી ઝડપી બનાવવાની જવાબદારી નવનીતાના ખભા પર છે.

નવનીતાનો એક્સપિરિયન્સ અને કારકિર્દી

RCB સાથે જોડાતા પહેલા પણ નવનીતાએ રમતગમતની દુનિયામાં મોટું નામ બનાવ્યું છે. તે કેનેડાની ગ્લોબલ T20 લીગમાં 'ટોરંટો નેશનલ' ટીમ સાથે કામ કરી ચૂકી છે. આ સિવાય તેને એશિયા અને યુરોપના ગોલ્ફ ટૂર્સમાં પણ સેવાઓ આપી છે. ભારતીય મહિલા બાસ્કેટબોલ ટીમ સાથે એશિયા કપ દરમિયાન પણ તે ફિઝિયો તરીકે જોડાયેલી હતી.

IPL ઇતિહાસમાં રચ્યો છે રેકોર્ડ

નવનીતા ગૌતમ વર્ષ 2020 માં પ્રથમ વખત RCB સાથે જોડાઈ હતી. આ સાથે જ તે IPL ના ઇતિહાસમાં કોઈપણ ટીમ સાથે જોડાનાર પ્રથમ મહિલા સપોર્ટ સ્ટાફ મેમ્બર બની હતી. એટલું જ નહીં, તે આ લીગની પ્રથમ મહિલા મસાજ થેરેપિસ્ટ પણ છે. હાલમાં તે પુરુષ ટીમની સાથે વૂમેન્સ પ્રીમિયર લીગ (WPL) માં પણ RCB ની મહિલા ખેલાડીઓને ફિટ રાખવામાં મદદ કરે છે.

આ પણ ખાસ વાંચો : CSK એ RCB સામે BCCI ને કરી ફરિયાદ : ‘ઢોસા-સાંભાર-ચટણી’ ગીતથી ઊભો થયો વિવાદ!

ટીમ સાથેના સંબંધો અને વિચારધારા

પુરુષોની ક્રિકેટ ટીમમાં એકમાત્ર મહિલા હોવા અંગે નવનીતાનું માનવું છે કે, કામમાં જેન્ડર (જાતિ) ક્યારેય અવરોધ બનતું નથી. તે કહે છે કે, "ટીમમાં રહેલા 20 થી 22 પુરુષ ખેલાડીઓ મારા ભાઈ સમાન છે. જ્યારે તમે તમારા કામમાં પ્રોફેશનલ અને સહજ હોવ, ત્યારે માત્ર તમારું પ્રદર્શન જ મેટર કરે છે."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now