Petrol Diesel Stock in India : પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને વૈશ્વિક તેલ સપ્લાયને લગતી ચિંતાઓ વચ્ચે ભારત સરકારએ સામાન્ય નાગરિકોને મોટી રાહત આપી છે. સોશિયલ મીડિયા અને અહેવાલોમાં ચાલી રહેલી “ફ્યુઅલ ખૂટવાની” અફવાઓ વચ્ચે હવે પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે- દેશમાં પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને આગામી બે મહિના સુધી કોઈ પણ પ્રકારની કમી થવાની શક્યતા નથી. હોર્મુજ તણાવ છતાં ભારત સુરક્ષિત છે. LPG અને ફ્યુઅલ સપ્લાય પર સરકારનું સ્પષ્ટ નિવેદન છેકે, હજુ પણ બે મહિના સુધી ચાલે એટલો સ્ટોક આપણી પાસે ઉપલબ્ધ છે.
60 દિવસ સુધી ચાલે એટલો પેટ્રોલ-ડીઝલનો સ્ટોક:
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય મુજબ, ભારત પાસે હાલમાં લગભગ 60 દિવસ સુધી પૂરતો ક્રૂડ ઓઈલ સ્ટોક ઉપલબ્ધ છે.
આ સ્ટોકમાં ત્રણ મહત્વના ભાગો સામેલ છે:
1) ક્રૂડ ઓઈલ
2) તૈયાર પેટ્રોલ-ડીઝલ પ્રોડક્ટ્સ
3) સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ
ઉલ્લેખનીય છેકે, ભારતની કુલ સ્ટોરેજ ક્ષમતા લગભગ 74 દિવસ સુધીની છે, એટલે જરૂર પડે તો સ્ટોક વધારવાની પણ ક્ષમતા દેશ પાસે છે. સરકારે ખાસ કરીને એ અફવાઓને નકારી કાઢી છે જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે દેશ પાસે માત્ર થોડા જ દિવસોનો સ્ટોક બાકી છે. આયાતમાં ડાયવર્સિફિકેશન, હવે એક દેશ પર નિર્ભરતા નહીં રહે. ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાની ઊર્જા નીતિમાં મોટો ફેરફાર કર્યો છે. હવે ભારત 41થી વધુ દેશોમાંથી ક્રૂડ ઓઈલ આયાત કરે છે. પહેલા જ્યાં મધ્યપૂર્વ અને ખાસ કરીને હોર્મુજ રૂટ પર વધારે નિર્ભરતા હતી, હવે તેમાં ઘટાડો થયો છે. અમેરિકા, કેનેડા અને બ્રાઝિલ જેવા દેશો પાસેથી આયાત વધારવામાં આવી છે. આ બદલાવના કારણે જો કોઈ એક વિસ્તાર, જેમ કે હોર્મુજ અથવા Bab al-Mandeb જેવા માર્ગ- પ્રભાવિત થાય, તો પણ ભારતની સપ્લાય સંપૂર્ણ રીતે બંધ થતી નથી.
રિફાઈનરી અને સપ્લાય ચેઇન:
દેશની તમામ મુખ્ય રિફાઈનરીઓ હાલમાં સંપૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત છે. તેના કારણે પેટ્રોલ અને ડીઝલનું ઉત્પાદન સતત થઈ રહ્યું છે. સાથે ચેઈન સપ્લાયમાં કોઈ ગેપ નથી. બીજી તરફ ડિસ્ટ્રિબ્યુશન ચેઇન સંપૂર્ણ રીતે સ્થિર છે. સરકારના જણાવ્યા મુજબ, સામાન્ય નાગરિકોને આગામી 2 મહિના સુધી કોઈ તકલીફ નહીં પડે.
LPG સપ્લાય પર પણ સંપૂર્ણ નિયંત્રણમાંઃ
ફક્ત પેટ્રોલ-ડીઝલ જ નહીં, પરંતુ LPG ગેસની સપ્લાય પણ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં હોવાનું મંત્રાલયે જણાવ્યું છે.
ઉત્પાદન અને સપ્લાયની હાલની સ્થિતિ:
ઘરેલૂ ઉત્પાદન લગભગ 40% સુધી વધ્યું
દરરોજ લગભગ 50,000 મેટ્રિક ટન LPG ઉત્પાદન
આ દેશની કુલ જરૂરિયાતના 60%થી વધારે છે
બાકીની જરૂરિયાત માટે આયાત કરવામાં આવે છે, જે હાલ લગભગ 30,000 મેટ્રિક ટન પ્રતિદિન છે.
આ ઉપરાંત 8 લાખ મેટ્રિક ટન LPG સપ્લાય પહેલેથી જ કોન્ટ્રેક્ટ થઈ ચૂકી છે. અમેરિકા, રશિયા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોથી સપ્લાય આવી રહી છે.
મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં 2014થી મોટી સુધારણા હાથ ધરવામાં આવી છે. ભારતે છેલ્લા દાયકામાં LPG અને ફ્યુઅલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટો વિકાસ કર્યો છે. હાલ દેશમાં 22 LPG ટર્મિનલ્સ કાર્યરત છે. 2014માં આ સંખ્યા માત્ર 11 હતી. આ ડબલ થયેલી ક્ષમતા કારણે સપ્લાય ચેઇન હવે વધુ મજબૂત અને ઝડપી બની છે.
ભારતમાં ગેસની હકીકત:
ભારતમાં ગેસના કેટલાક સ્થાનિક સ્ત્રોત છે-
કૃષ્ણા-ગોદાવરી બેસિન
આસામ
ગુજરાત
પરંતુ આ ઉત્પાદન દેશની કુલ જરૂરિયાત સામે ખૂબ ઓછું છે.
વપરાશ પેટર્ન:
14 કિલો ઘરેલૂ સિલિન્ડર: 87%
19 કિલો કોમર્શિયલ સિલિન્ડર: 13%
આથી સ્પષ્ટ થાય છે કે ભારત હજુ પણ મોટા પ્રમાણમાં આયાત પર નિર્ભર છે. વિશ્વમાં ચાલતા ભૂરાજકીય તણાવની સ્થિતિત છે. ખાસ કરીને મધ્યપૂર્વમાં- તેલ અને ગેસ સપ્લાય માટે સૌથી મોટો જોખમ માનવામાં આવે છે. આ પરિસ્થિતિમાં સરકારનું આશ્વાસન બજારમાં સ્થિરતા લાવે છે. અફવાઓ અને પેનિક બાયિંગને અટકાવે છે. નાગરિકોમાં વિશ્વાસ વધે છે. ભારત જેવા મોટા આયાતકાર દેશ માટે આવી તૈયારી અને ડાયવર્સિફિકેશન ખૂબ જ મહત્વપૂર્ણ છે.





