ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન તરફથી રાત્રિના અંધારામાં કરાયેલા અનેક ડ્રોન હુમલાઓને મોટાભાગે ભારતીય સેનાએ હવામાં જ નિષ્ફળ બનાવ્યા હતા. જોકે, કેટલાક ડ્રોન સરહદ પાર કરીને રહેણાંક વિસ્તારો સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા. આ હુમલાઓ પછી ભારતીય સેનાએ હવે દુશ્મનને કડક જવાબ આપવાનો નિર્ણય લીધો છે.
સરહદ પર અદ્યતન રડાર સિસ્ટમ્સ
ભારતીય સેના ઉત્તર અને પશ્ચિમ સરહદ પર અદ્યતન રડાર સિસ્ટમ સ્થાપિત કરવાની તૈયારી કરી રહી છે. આ નવું સર્વેલન્સ નેટવર્ક એટલું મજબૂત હશે કે તે નાના-મોટા તમામ પ્રકારના હવાઈ ખતરાઓને ઓળખી, ટ્રેક કરી અને જરૂર પડે તો હવામાં જ તોડી પાડશે.
આકાશતીર સાથે સંકલિત
નવી રડાર ટેકનોલોજી રડાર ક્રોસ સેક્શન (RCS)ના આધારે લક્ષ્યને ઓળખી તેનું ટ્રેકિંગ કરશે અને આકાશતીર એર ડિફેન્સ નેટવર્ક સાથે સંકલિત રહીને તેનો નાશ કરશે.
રડાર માટે દરખાસ્તો માંગવામાં આવી
સેનાએ સપ્લાયર્સ પાસેથી ટેકનિકલ દરખાસ્તો (RFI) માંગી છે. તેમાં સામેલ છે:
45 લો લેવલ લાઇટ વેઇટ રડાર (એન્હાન્સ્ડ) – LLLR-E
48 એર ડિફેન્સ ફાયર કંટ્રોલ રડાર – ડ્રોન ડિટેક્ટર (ADFCR-DD)
10 લો લેવલ લાઇટ વેઇટ રડાર (ઇમ્પ્રુવ્ડ) – LLLR-I
આ બધા રડાર દુશ્મનના ડ્રોન અથવા અન્ય હવાઈ ખતરાઓને ટ્રેક કરીને હવામાં જ તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે.
કેવી રીતે કરે છે કામ?
આ સિસ્ટમની રેન્જ 50 કિમી રહેશે.
એક સાથે 100 લક્ષ્યોને ટ્રેક કરી શકશે.
પર્વતો, રણ અને દરિયાકાંઠા જેવા કઠિન વિસ્તારોમાં પણ સરળતાથી કામ કરશે.